મેથીના બદલે ગાંજાનું શાક ખાઈ લેતા આખાય પરિવારના આટલા બધા સભ્યો હોસ્પિટલમાં દાખલ, પૂરી ઘટના વાંચીને તમને પણ લાગશે નવાઇ

શું તમે ક્યારેય ભૂલભૂલમાં એક જેવી દેખાતી વસ્તુઓ ખાઈ જવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છો. જો હા, તો આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના કન્નોજમાં પણ સામે આવી છે.

image source

ઘણી વાર આપણા દ્વારા થતી સામાન્ય મજાક મસ્તી પણ કોઈકના જીવનું જોખમ બની જતી હોય છે, એવું જ કઈક બન્યું હતું અહી ઉત્તર પ્રદેશમાં. અહી મીયાગંજ ગામમાં મજાક મજાકમાં એક પરિવારના ૬ લોકો હોસ્પિટલ પહોચી ગયા છે.

image source

મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે આ પરિવારના સભ્યોએ ગાંજાને મેથી સમજીને એનું શાક બનાવ્યુ હતું, પછી આ શાક ખાવાના કારણે પરિવારના લોકો બીમાર થઇ ગયા હતા, અને પછી એ બધાને હોસ્પીટલમાં દાખલ કરવા પડયા હતા. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરીને આરોપી વ્યક્તિને હિરાસતમાં લીધો છે. જો કે આરોપીના જણાવ્યા મુજબ એ એમના જ ગામમાં રહે છે અને એણે માત્ર મજાક મજાકમાં શાક બનાવવા માટે એમને મેથી કહીને ગાંજો આપી દીધો હતો.

શાક ખાઈને પરિવારના લોકો બેહોશ થઇ ગયા

image source

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, કન્નોજ વિસ્તારના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીયાગંજ ગામમાં નવલ કિશોર નામના એક યુવકે ઓમપ્રકાશના દીકરા નીતેશને સુકી ભાજી કહીને ગાંજો આપી દીધો હતો. ત્યારબાદ ઘરે જઈને નીતેશે આ ગાંજો એની ભાભીને આપ્યો હતો. મેથીનું શાક બનાવવાની ઈચ્છાથી એમણે આ વસ્તુને મેથી સમજીને એનું શાક બનાવી દીધું હતું. જયારે લગભગ પાંચ વાગ્યા આસપાસ ઓમ પ્રકાશ, દીકરા નીતીશ, મનોજ કમલેશ, પીન્કી અને આરતીએ આ શાક ખાધું તો થોડાક સમય પછી એમની તબિયત ખરાબ થવા લાગી અને તેઓ બેહોશ થાઓ ગયા.

તબિયત અચાનક ખરાબ થવા લાગી

image source

આપને જણાવી દઈએ કે ગાંજાને મેથી સમજીને બનાવેલ શાક જ્યારે પરિવારના લોકોએ ખાધું તો શરૂઆતમાં સ્વાદ જ તેમને વિચિત્ર લાગ્યો છતાં એમણે ભૂખ લાગી હોવાથી થોડું ખાઈ લીધું હતું. જો કે ખાવાના કારણે એમના મગજમાં એક વિચિત્ર પ્રકારનો ભાર અનુભવવા લાગ્યો. એમની આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. જો કે શું થયું એની કોઈ પણ પ્રકારની સમજ ન પડતા એમણે જેમ તેમ કરીને પાડોશી પાસે સહાયતા માંગવા વિચાર્યું હતું.

પાડોશીએ પોલીસને બોલાવી લીધી

image source

આ ઘટના પછી પરિવારના લોકોએ જેમ તેમ કરીને પાડોશીઓને ડોક્ટરને ફોન કરવા અંગે કહ્યું. પણ થોડાક જ સમયમાં આ બધા જ એક એક કરીને બેહોશ થઈને પડી ગયા હતા. પડોશમાં રહેતા લોકોએ જ્યારે પોલીશને આ અંગે જાણ કરી તો પોલીસ માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવી હતી. એમણે તપાસ શરુ કરી અને પછી તરત જ બેહોશ થયેલા પરિવારના લોકોને જીલ્લાના હોસ્પીટલમાં દાખલ કરાવ્યા. પોલીસે કઢાઈમાં રાખેલ શાક અને વધારાના ગાંજાને પોતાના કબજામાં લીધો અને નવલ કિશોર નામના વ્યક્તિને પણ હિરાસતમાં લીધો હતો.

Source: NavBharatTimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત