OMG! જ્યારે આ વ્યક્તિએ 17 ફુટ લાંબા એનાકોન્ડાની પકડી લીધી પૂંછડી, અને પછી..શું તમે જોયો આ વાયરલ વિડીયો?

17 ફૂટના એનાકોન્ડાની આ વ્યક્તિએ પકડી લીધી પૂંછડી અને પછી જુઓ શું થયું – વાયરલ વિડિયો

image source

હાલ એક વિડિયો સોશલ મિડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં કેટલાક લોકો એક મહાકાય એકોંડાને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આમ તો આ વિડિયો 2014નો છે પણ હાલ ફરી તે @menlivesless ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સોશલ મિડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ડેલી મેલ પ્રમાણે આ ઘટના બ્રાઝિલની છે જેમાં નદીમાં એક હોડીમાં ત્રણ લોકો બેઠા છે અને તેમાંનો એક વ્યક્તિ મોટા એનાકોંડાની પૂંછડી પકડી લે છે અને તેને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વિડિયોમાં જે એનાકોંડા દેખાઈ રહ્યો છે તેની લંબાઈ 17 ફૂટની છે.

તમને જણાવી દઈ કે વર્ષ 2014માં સાંતા મારિયા નદીમાં આ વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયોમાં જે ત્રણ લોકો દેખાઈ રહ્યા છે તેમાંની એક સિરેલી ઓલિવેરા છે સાથે તેમના પતિ બેટિન્હો બોર્ગેસ અને મિત્ર રોડ્રિગો સેંટોસ છે. આ વિડિયોમાં સિરેલી ઓલિવેરાના પતિ બેટિન્હો બોર્ગેસ એનાકોંડાની પૂંછડી પકડીને તેને પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનાકોંડા પોતાની પૂંછડી છોડાવીને હોડીથી દૂર સરકી જાય છે. સિરેલી ઓલિવેરીના પતિએ એનાકોન્ડાને પકડવા માટે પેતાના મિત્રને કહ્યું. તો વળી વિડિયોમાં સિરેલી ઓલિવેરા પોર્ટુગીઝ ભાષામાં ‘તેને છોડી દો, ઓમાય ગૉડ’ કહેતી જોઈ શકાય છે.

image source

ત્રણ દિવસ પહેલાં આ વિડિયો ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. જૂની વિડિયો હોવા છતાં પણ સોશલ મિડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આ વિડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. સાથે સાથે આ વિડિયો પર કેટલીક બીહામણી કમેન્ટ્સ પણ કરવામાં આવી છે.

એક અહેવાલ પ્રમાણે માટો ગ્રોસો ડોના પર્યાવરણ પોલીસે આ ઘટનામાં સામેલ ત્રણ લોકો પર દંડ ફટકાર્યો હતો. દંડ સ્વરૂપે દરેક વ્યક્તિએ 600 ડૉલર ભરવા પડ્યા હતા. જેની ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો દરેક વ્યક્તિએ 45000 રૂપિયા દંડ ભરવો પડ્યો હતો.

image source

ધ્યાન આપવા જેવું છે કે એનાકોંડા સાઉથ અમેરિકામાં મળી આવતા સાંપનો સમૂહ છે. આ વિડિયોમાં જે સાપ જોઈ શકાય છે તે એનાકોંડા છે. એનાકોન્ડા વિશ્વના સૌથી મોટા સાપમાનો એક છે. પીળા એનાકોંડાને એનાકોંડા કુટુંબનો સૌથી નાનો સાપ માનવામાં આવે છે જે પાણીમાં જ રહેવાનું પસંદ કરે છે. એનાકોન્ડા વિષે હંમેશા એકવાત કહેવામાં આવે છે કે તે પોતાના સાપને મરડીને મારી નાખે છે.

Source: ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત