ફરાળી સુખડી – કોઈપણ પ્રસંગ કે તહેવારનો ઉપવાસ હોય તો આ સુખડી બનાવજો બધાને ખુબ પસંદ આવશે…
ફરાળી સુખડી
જન્માષ્ટમી માટે ready છો ??તો આજે હું કાના ને પ્રસાદ માં ધરાય એવી વાનગી શીખવીશ ..જો જાણી લો આની રીત …
સામગ્રી
- – ૧/૨ કપ ફરાળી લોટ
- – ૧/૪ કપ રાજગરાનો લોટ
- – ૧/૨ કપ ગોળ ઝીણો સમારેલો
- – ૨ મોટી ચમચી ઘી
- – ૧ ચમચી બદામની કતરણ અથવા ખસખસ
બનાવવાની રીત:
1..સૌપ્રથમ એક પેનમાં ઘી લો ત્યારબાદ તેમાં બંને લોટ ઉમેરી તેને બરાબર શેકી લો લોટ જાળીદાર થવા લાગે એટલે અને બ્રાઉન કલરનો થાય ..અને આ બને લોટ ધીમા ગેસ પર શેકવો ..જેથી લોટ બળી નહિ જાય .
2..ત્યારે તેમાં ગોળ ઉમેરી દો ગોળ ઓગળી જાય..ગેસ બંધ કરી ગોળ ઉમેરવો …નહિ તો સુખડી ચવડ થઈ જશે …
3…પછી એટલે તેને ગ્રીસ કરેલી થાળી માં લઈ પાથરી દો ત્યારબાદ તેના ઉપર બદામની કતરણ અથવા ખસખસ ભભરાવી પીસ પાડી લો તૈયાર છે ફરાળી સુખડી..
નોંધ :
– તમે લોટ સેકાય ગયા પછી સિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકો છો …
– તમારો ગોળ કઠણ હોય તો તમે પાય કરી ને પણ ઉમેરી શકો છો ..
– વધારે હેલ્થી બનાવ માટે તેમાં કાજુ અને બદામ ,પિસ્તા નો ભૂકો પણ ઉમેરી શકો છો …પછી ગોળ ઉમેરવો …
રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.