આ ભાઇ એકદમ પ્રેમથી પાણીની બોટલથી તરસ્યા સાપને પીવડાવી રહ્યા છે પાણી, ખરેખર વિડીયો છે જોવા જેવો

તરસ્યા નાગદાદા પી રહ્યા છે બોટલમાંથી પાણી – જુઓ વિડિયો

માણસ અને પ્રાણી વચ્ચેનો અદ્ભુત પ્રેમ – પૂર્ણ વિશ્વાસથી આ નાગદાદા પોતાના માણસ મિત્રના હાથે પી રહ્યા છે પાણી

image source

પાણી એ પૃથ્વી પરના દરેક જીવની પ્રાથમિક જરૂરિયાત છે. આપણે બધા સારી રીતે જાણઈએ છીએ કે ભોજન વગર તમે અઠવાડિયા સુધી જીવી શકો છો પણ પાણી વગર તમે બે દિવસથી વધારે નથી જીવી શકતાં. અને આ વાત માત્ર માણસને જ નહીં પણ પ્રાણીઓને પણ લાગુ પડે છે જો કે તેમાં કેટલાક પ્રાણીઓ ચોક્કસ અપવાદરૂપ છે જેઓ લાંબા સમય સુધી પાણી ન પીવે તો ચાલે. પણ બાકીના પ્રાણીઓ સામાન્ય છે. તેમને પણ સમયે સમયે પાણી જોઈતું હોય છે. આજે અમે તમારી સમક્ષ એક એવી વિડિયો લાવ્યા છીએ જેમાં એક ફોરેસ્ટ અધિકારી તરસ્યા નાગને પાણી પીવડાવી રહ્યા છે.

આ વિડિયો આઈએએસ અવનીશ શરણે શેર કર્યો છે. તેમણે તે પણ લખ્યું છે કે વિડિયો જુનો છે. પણ છે રસપ્રદ. તેમના ટ્વીટ પ્રમાણે, ‘વિડિયોમાં એક ફોરેસ્ટ અધિકારી તરસ્યા કોબરા સાપને પાણી પીવડાવી રહ્યા છે. પહેલાં ક્યારેય તમે આવું નહીં જોયું હોય.’ હવે ફરીવાર આ વિડિયો લોકો વચ્ચે સોશિયલ મિડિયા દ્વારા શેર થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડિયોને હજારો વ્યૂઝ મળી ગયા છે અને હજારો લાઇક્સ પણ મળી છે. આ વિડિયોની ખાસ વાત એ છે કે તેમાં ફોરેસ્ટ અધિકારી બોટલથી સાપને પાણી પીવડાવી રહ્યા છે. તમે ક્યારેય કોઈ સાપને બોટલથી પાણી પીતો તો નહીં જ જોયો હોય.

આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ખુબ જ આરામ અને શાંતિથી સાપને પાણી પીવડાવી રહ્યો છે. તે પણ પ્લાસ્ટિેકની બોટલમાંથી. સાપ પણ ગભરાયા વગર પોતાની પાણીની તરસ છીપાવી રહ્યો છે. આ દ્રશ્યએ કેટલાક લોકોને ચકિત કરી મુક્યા છે, તો વળી કેટલાક લોકોને તે ખૂબ ગમ્યું છે. અને તેમનું એવું પણ કહેવું છે કે માણસ અને પ્રાણીઓ સાથે પણ જીવી શકે છે.

image source

આ વિડિયોને ઘણી બધી પ્રતિક્રિયાઓ મળી છે. એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે સર આ વિડિયો હૃદયને અડી ગયો. ભૂખ અને તરસ માણસ અને જાનવરોના ભેદથી સાવજ અલગ છે. આ ઓફિસરને હૃદયથી સમ્માન આપું છું. તો વળી એક યુઝરે લખ્યું – હું કોબરાની આંખોમાં તે વ્યક્તિ માટેનો વિશ્વાસ જોઈ શકું છું, તે ખૂબ શુદ્ધ છે. તો વળી એક યુઝરે આ વિડિયોને ખૂબ જ સંતોષકારક વિડિયો ઘણાવ્યો છે. અને લખ્યું છે કે સાપ કોઈ બાળકની જેમ પાણી પી રહ્યો છે. આ ફોરેસ્ટ અધિકારીને સલામ છે.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત