હોસ્પિટલની બહાર પીડાથી તરફડી રહી હતી ગર્ભવતી મહિલા, અને પછી ડોક્ટરે એવી મદદ કરી કે..વિડીયો જોઇને તમે પણ કરશો સલામ

દર્દથી તરફડી રહી હતી ગર્ભવતી મહિલા: ડોક્ટરે ઊંચકીને ઇમર્જન્સી વોર્ડમાં નાંખી!

આઠ મહિનાના પ્રેગ્નેન્ટ પત્નીને લઈને પતિ સરકારી હૉસ્પિટલ પહોંચ્યો હતો, અહીં મહિલાને અંદર લઈ જવા માટે સ્ટ્રેચર ખાલી ન હતું. હરિયાણાના જીંદ જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં સોમવારે સાંજે ડેપ્યૂટી સિવિલ સર્જન ડો. રમેશ પાંચાલે માનવતાનો પરિચય આપ્યો.

ડોક્ટરને આવુ કરતા જોઈ કર્મચારી સ્ટ્રેચર લઈને આવ્યો


હોસ્પિટલના મુખ્ય ગેટ પર સ્ટ્રેચર ન મળતા ગાડીમાં તડપી રહેલી મહિલાને બે હાથે ઉઠાવી ઈમરજન્સી સુધી પહોંચાડી. તેમણે કોરોના સંક્રમણની પણ ચિંતા નહોંતી કરી. ડોક્ટરને આવુ કરતા જોઈ કર્મચારી સ્ટ્રેચર લઈને આવ્યો. પરંતુ એનીમિયા ગ્રસ્ત મહિલા સોનિયાએ (38)એ શ્વાસ છોડી દીધો. તે 8 મહિનાની ગર્ભવતી હતી. તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. માતાને કોવિડ-19નો ચેપ લાગ્યો હોય અને બાળકને જન્મના થોડા કલાકોમાં જ ચેપ લાગ્યો હોય એવા કેટલાક કિસ્સા પણ બહાર આવ્યા છે.

કોણ હતી આ મહિલા

મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશના બાંદાની રહેવાસી સોનિયાના રુપમાં થઈ છે . સોનિયા પોતાના પતિ રામશાહીની સાથે ખરકરામજી ગામની એક ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કરે છે અને 8 મહિનાની ગર્ભવતી હતી. મહિલાના મોત બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

દીપેન્દ્ર હુડ્ડાએ ડોક્ટરના વખાણ કર્યા

કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરી ડોક્ટરના વખાણ કરતા લખ્યુ કે જીંદના સામાન્ય હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળતા અને મહિલાની સ્થિતિ ગંભીર જોઈ મહિલાને બન્ને હાથે ઉચકી દોડતા ડેપ્યુટી સિવિલ સર્જન ડોક્ટર રમેશ પાંચાલ….salute sir કોણ કહે છે કે માનવતા મરી ગઈ છે?

મહિલામાં લોહીની અછત હતી

image source

નાગરિક હોસ્પિટલના એસએમઓ ડો. ગોપાલ ગોયલે જણાવ્યુ કે મહિલામાં લોહીની અછત હતી. તેમની હિસ્ટ્રી જોતા ખબર પડી કે તે ગત દિવસોમાં રોહતક પીજીઆઈમાં દાખલ થઈ હતી. જ્યાં તેના સ્વજનો પુરી સારવાર કર્યા વગર ખરકરામજી લઈ આવ્યા હતા. સોમવારે તેની તબિયત ખરાબ થતા તેને નાગરિક હોસ્પિટલ લઈને આવ્યા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. સ્ટેચર ન મળવા અંગે ડો. ગોપાલે જણાવ્યું કે અહીં 110 થી વધારે કોરોનાના દર્દીઓ દાખલ છે જેમાં મહિલા સે સમયે આવી જ્યારે તમામ સ્ટ્રેચર બીજા વોર્ડોમાં ગયા હતા.


પરંતુ તેનો જીવ ન બચ્યો

મહિલાના પતિએ જણાવ્યું કે અચાનક તેમની પત્નીની તબિયત ખરાબ થઈ હતી તેને લઈ હોસ્પિટલ ગયા અને ત્યાં સ્ટ્રેચર નહોંતુ તો તે શોધી રહ્યા હતા. તો આ દરમિયાન ડો. રમેશ પાંચાલ આવ્યા અને તેમની પત્નીને બે હાથે ઉચકી લઈ ઈમરજન્સીમાં લઈ ગયા પરંતુ તેનો જીવ ન બચ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *