ગુજરાતમાં એક લગ્ન આવા પણ, સાડા પાંચ ફૂટની પ્રજ્ઞાચક્ષુ યુવતીએ 3 ફૂટના શિક્ષક યુવક સાથે કર્યા લગ્ન

પ્રેમ એટલે પ્રેમ. એમાં બીજું કશું જ ન આવે. ન તો ઉમર, ન તો કોઈ ખુબી કે ન તો કોઈ ખામી. ત્યારે અવાર નવાર લગ્નના નવા નવા કિસ્સા સામે આવતા રહે છે. એવો જ એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે અને હાલમાં ચારેકોર તેની ચર્ચા થઈ રહી છે. તો આવો જાણીએ કે આ લગ્નમાં શું ખાસ છે. આ વાત છે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની, કે જ્યાં એક અનોખા લગ્ન યોજાયા હતા.

image source

વિગતે વાત કરીએ તો મેંદરડા તાલુકાના રાજેશરુ ગામના વતની અને અંધ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિની સાથે જામજોધપુરના બુટાવદરના શિક્ષક યુવાને લગ્ન કર્યા હતા. આ લગ્નની ખાસ વાત એ હતી કે પ્રજ્ઞાચક્ષુ દીકરીની ઉંચાઈ સાડા પાંચ ફૂટ જેટલી છે. જ્યારે યુવકની ઉંચાઈ ત્રણ ફૂટની છે. પરંતુ લોકોએ આ લગ્ન જોઈ આશીર્વાદ આપ્યા અને પ્રેરણા લીધી હતી. મળતી વિગત પ્રમાણે રાજેશરુ ગામની શાંતાબેન અરજણભાઈ મકવાણા જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે. તે અંધ કન્યા છાત્રાલયમાં રહે છે અને બીએડ સુધી તેણે અભ્યાસ કર્યો છે.

image source

તો વરરાજાની વાત કરીએ તો જામજોધપુરના બુટાવદરમાં રહેતા રમેશ ગાંડાભાઈ ડાંગરની ઉમર 42 વર્ષ છે. તેમણે બી.એ.પીટીસીનો અભ્યાસ કર્યો છે અને શ્રી સડોદર તાલુકા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જોકે તેમની ઉંચાઈ 3 ફૂટ જ છે. જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ છેલ્લા 35 વર્ષથી કરવામાં આવી રહી છે. જેમાં સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન કરીને અંદાજે 2500 જેટલી દીકરીઓને કરિયાવર આપી આશિર્વાદ મેળવ્યા છે.

આ એક અનોખા લગ્ન પણ ચર્ચામાં આવ્યાં હતા.

image source

કોરોના વાયરસે સમગ્ર વિશ્વની સ્થિતી બદલી નાખી છે. આ દરમિયાન મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં લોકડાઉનના નિયમો હેઠળ લગ્ન થયા. દુલ્હો ગાડીમાં એકલા લગ્ન માટે ઝાંબુઆ પહોંચ્યો હતો. કોરોના વાયરસે લોકોનાં જીવન અને રહેવાની પદ્ધતીઓને સંપુર્ણ બદલીને મુકી દીધી છે. ઝાંબુઆમાં થયેલા આ લગ્ન પહેલા સકલ વ્યાપારી સંઘને દુલ્હા-દુલ્હનનાં પરિવારે પશુ પક્ષીઓ માટે 21 હજાર રૂપિયાની સામગ્રી ભેટ કરી હતી. વેપારી સંઘના સભ્યોએ આ સામગ્રીને ગૌશાળા ઉપરાંત શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં પશુ પક્ષીઓ માટે વિતરિત કરી દીધી.

image source

વધારે વાત કરીએ તો સિસોદિયા દંપત્તીની પુત્રી ખુશબુના લગ્ન જાવરાના આશીષ ભાટી સાથે પુર્ણ કરાવ્યા. જો કે આ દંપત્તીએ પોતાનાં લગ્નમાં થનારા ખર્ચનું દાન મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં અર્પણ કર્યા. ઉપરાંત બાકી રકમ બીમાર લોકોને દંપત્તી પોતાના હાથે આપશે. આવા અસાધારણ લગ્ન અખાત્રીજનાં દિવસે થયા અને ગામમાં પાડોશીઓને પણ ખબર પડી નહોતી. વિવાહમાં ઘરનાં જ 5-6 સભ્યોએ ભાગ લીધો હતો. તેઓ પણ અન્ય કામોમાં લાગેલા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત