થોડા દિવસોમાં ખુલી રહી છે હોટલો, એન્ટ્રી કરતા પહેલા ભરવુ પડશે ફોર્મ, જાણો તમે પણ
હોટલમાં એન્ટ્રી પેહલા હવે ફોર્મ ભરવું પડશે ફોર્મ, જાણો ગાઇડલાઇન
ભારત સરકારે હવે લોકડાઉન ખુલવાની સાથે જ હોટલ અને રેસ્ટોરાં તેમજ અન્ય સ્થળોને ખોલવા માટેના દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે દરેક હોટેલ/ રેસ્તરાં માલિકોએ આ માર્ગદર્શિકાને ફરજીયાત પણે અનુસરવું પડશે.

ગુરૂવારે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં શૉપિંગ મૉલ, ઑફિસ અને હૉટલ તેમજ રેસ્ટોરાં ખોલવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ હવે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર ધ્યાનમાં લઈને નિર્દેશો મુજબ જ આ સ્થળો ખુલશે. આ સેવાઓ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ખુલશે નહી. જો કે નિર્દેશો મુજબ આ તમામ સ્થળો પર 65 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અથવા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન રાખવા/આવવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને સ્વાદના રસિયાઓ માટે હોટલ અને રેસ્ટોરાં ખુલી જશે, પણ આ માટે ખાસ નિયમો પાળવાનાં રહેશે.
સરકારે આપેલા દિશાનિર્દેશ અને માર્ગદર્શિકા

• બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટ અંતરરાખવું તેમજ ચહેરા પર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. હાથ ધોવાની અને હાથ સેનિટાઇઝ કરવાની પણ વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. છીંક આવે અથવા ઉધરસ આવે ત્યારે એ લોકોએ ખાસ ધ્યાન આપવું પડશે.
• કોઈ પણ જગ્યાએ થૂંકવું સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. દરેકને આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરવાની સલાહ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે.
• હૉટલ તેમજ રેસ્ટોરાંની એન્ટ્રી ગેટ પર થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા ઉભી કરવી પડશે. તેમ જ પ્રવેશ લેતા પહેલાં ગ્રાહકોનું ટેમ્પરેચર પણ ચેક કરવું પડશે.
• માસ્ક ન પહેરનારને પણ આ સ્થળોએ પ્રવેશ મળશે નહિ. જે ગ્રાહકો સંભવિત કોરોનાના લક્ષણો જણાય તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં. સ્ટાફે ગ્લવ્ઝ ફરજિયાત પહેરવાના રહેશે.
• શક્ય હોય ત્યાં સુધી હોટલમાં ચીજો અને સ્ટાફ માટે તેમજ આ સાથે ગ્રાહક માટે પણ અલગ એન્ટ્રી તેમજ એક્ઝિટની વ્યવસ્થા કરવી પડશે.
• એલિવેટરમાં ઓછો લોકોએ જ ઉભા રહેવાનું સૂચવવામાં આવ્યું છે. રીસેપ્શન પર પ્રવાસની માહિતી આપતા એક ફોર્મ ભરવું પડશે.

• હોટલ અને રેસ્ટોરાંએ ડિજિટલ ચુકવણીને પ્રાધાન્ય આપવું પડશે. રૂમમાં સામાન પહોંચાડતા પહેલાં હોટેલ દ્વારા તેને ડિસઇન્ફેક્ટ કરવો ફરજીયાત રહેશે.
• રેસ્ટોરાંમાં કપડાના નેપકીન અથવા રૂમાલને બદલે ડિસ્પોઝિબલ નેપકિનની વ્યવસ્થા કરવી પડશે.
• મોટી હોટલમાં ભોજન માટે રૂમ સર્વિસ તેમજ ટેક અવેને પ્રાધાન્ય આપવાનું રહેશે. ડિલિવરી સ્ટાફ રૂમની બહાર જ ભોજન આપશે. રૂમ સર્વિસ અને ગેસ્ટ વચ્ચે ઇન્ટરકોમ આવશ્યક રહેશે.

• હોટલના રૂમ અને અન્ય સ્થળોએ 24 ડિગ્રીથી નીચે એસી ચાલુ કરી શકાશે. હ્યુમિડિટીનું લેવલ 40થી 70 ટકા હોવું આવશ્યક રહેશે.
• તમામ સ્થળો પર નિરંતર સાફ સફાઈ રાખવી પડશે. દરવાજાની સ્ટોપર, એલીવેટર બટન અને ટચ થનાર દરેક સપાટીને વારંવાર ડીસઈનફેક્ટ કરવી પડશે. આ સફાઈ એક ટકા સોડિયમ હાઇપોક્લોરાઇટ હોય તેવી ચીજો દ્વારા કરવી જારુરી છે. માસ્ક તેમજ સુરક્ષામાં વપરાતી અન્ય વસ્તુઓ ડિસ્પોઝ કરવા પ્રોપર વ્યવસ્થા ઘડવી પડશે.

• હોટલમાં આવનાર વ્યક્તિમાં જો કોરોનાના લક્ષણો જણાય તો તેને આઇસોલેટેડ રૂમમાં અલગથી રાખવો જરૂરી છે. આ સ્થિતિમાં હોટલ દ્વારા તરત જ નજીકની મેડિકલ ફેસિલિટીને જાણ કરવાની રહેશે. જો આ દરમિયાન એ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાશે તો આખી હોટલને સરકારી નિર્દેશ મુજબ ડિસઇન્ફેક્ટ કરવી પડશે.
source : news18
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત