ગુજરાતના સૌથી યુવા IPS સફિન હસને માતૃભાષાને આ રીતે UPSCની પરિક્ષામાં બનાવ્યુ કારગર શસ્ત્ર, જાણો સમગ્ર માહિતી

આજે વિશ્વ કક્ષાએ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, 21મી ફેબ્રુઆરી એટલે માતૃ ભાષા દિવસ, ગુજરાતની માતૃભાષા ગુજરાતી આજે ખુબ જ જાણીતી ભાષા બની છે, ગુજરાતીમાં કેમ છો કહેવાની મજા હોય છે, માતૃભાષામાં બોલાયેલા શબ્દોમાં લાગણી હોય છે એહસાસ હોય છે ,હાવ આર યુ? અને કેમ છો? આ બન્ને શબ્દોનો અર્થ તો એક જ થાય છે પરંતુ બોલવામાં ખુબ જ અલગ તરી આવે છે.

image source

વર્ષ ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસને ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી લઈને આજ દીન સુધી દર વર્ષે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે. ભાષાની જાળવણી આવનારી પેઢીઓ માટે એક મહત્વનું સકારાત્મક પગલું છે.આજે સાચવેલી ભાષા આપણી આવનાર પેઢીને એક અનોખી ભેટ હશે.

image source

ત્યારે આજનાં આ દિવસે વિશે 22 વર્ષની ઉંમરે જ UPSC પાસ કરી ગુજરાત કૅડરમાં IPS અધિકારી તરીકે ફરજ બજાવતા સફિન હસન કઈક કહેતાં સામે આવ્યા છે. તે પોતાનાં વ્યક્તિગત અનુભવની વાત કરતાં જણાવે છે કે, એ વખતે મારી ઉંમર 22 વર્ષની હતી જ્યારે મે પહેલા જ પ્રયાસે UPSC પાસ કરવામાં સફળતા મેળવી લીધી હતી. મારો રેન્ક 570 હતો. અત્યારે હું ગુજરાત કૅડરમાં જ પસંદગી પામી IPS છું. તાજેતરમાં મારું પોસ્ટિંગ ભાવનગરમાં છે અને હાલમાં તાલીમ માટે હૈદરાબાદ છું.

image source

સફિન આગળ વાત કરે છે કે તમે માનો કે ના માનો પણ મેં આ સપનું ગુજરાતીમાં એટલે કે મારી ભાષામાં જ પરીક્ષા આપીને પાસ કરીને પૂર્ણ કર્યું છે. મેં UPSC મેઇન્સ એક્ઝામમાં તમામ પેપર્સના જવાબ ગુજરાતીમાં લખ્યા હતા. આ માટેની છૂટ તમામ ઉમેદવારોને હોય જ છે. પ્રશ્નપત્ર અંગ્રજી કે હિન્દીમાં આવે છે પણ તમે પોતાની ભાષામાં સવાલોના જવાબ આપી શકો છો. મેઇન્સમાં સબ્જેક્ટિવ હોય છે એટલે પોતાની ભાષામાં લખવું એની મજા કંઇક જુદી હોય છે. આટલું જ નહીં ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે પણ મેં ગુજરાતી સાહિત્ય વિષય રાખ્યો હતો. GPSCની પરીક્ષા પણ મેં ગુજરાતીમાં આપી હતી. તેમનાં બાળપણની વાત કરતાં તેઓ જણાવે છે કે, મારું પ્રાથમિક શિક્ષણ વતન કાણોદરમાં ગુજરાતી માધ્યમમાં થયું હતું. સુરતથી એન્જિનિયરિંગ કર્યું. પણ UPSC પાસ કરવાનું લક્ષ્ય શરૂઆતથી હતું.

image source

સફીનનું કહેવું છે કે હું વિધાર્થી એન્જિનિયરિંગનો પણ ગુજરાતી સાહિત્યમાં મને કિશોર વયથી જ રસ. એનો ફાયદો મને સિવિલ સર્વિસિસ એક્ઝામમાં મળ્યો. ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે ગુજરાતી સાહિત્ય સાથે મેં પરીક્ષા પાસ કરી. ગુજરાતી માધ્યમનો વિધાર્થી અને સાહિત્યમાં રસ, આ બે કારણો વિષય પસંદગી માટે પૂરતા હોય છે. શાળામાં હું કનૈયાલાલ મુનશીની નવલકથાઓ પણ ખૂબ વાંચતો હતો. વાચન અંગે ઉમાશંકર જોષી, સુરેશ જોષી અને હાલમાં ધ્રુવ ભટ્ટ મારા ગમતા કલમકારો છે. હું જ્યારે સુરતમાં કોલૅજમાં હતો ત્યારે નર્મદ લાઇબ્રેરીમાં નિયમિત જતો હતો. ત્યાં ગુફ્તગુ નામે એક સાહિત્યિક કાર્યક્રમ યોજાતો. જેમાં રોમાંચક ચર્ચાઓ સાંભળવાની મજા આવતી.

image source

ત્યારે આ બધું વેઠીને સફીને સાબિત કરી બતાવ્યું કે, UPSC મેઇન્સ આપવા માંગતા યુવાનો ઇન્ટરવ્યૂ પણ ગુજરાતીમાં આપી શકે છે. તમારી પસંદગીની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા પણ ઇન્ટરવ્યૂ વખતે હોય છે. ગુજરાતી ભાષામાં જવાબ આપવાથી ફાયદો એ થાય કે તમારો વિચાર સ્પષ્ટ હોય તો તેને બહુ સારી રીતે સમજાવીને લખી શકાય જે કદાચ ગુજરાતી માધ્યમના વિધાર્થી તરીકે અંગ્રેજીમાં સમજવો મુશ્કેલ થતો હોય છે. તેમાં પણ જ્યારે 12મા ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોઇએ અને ગુજરાતમાં જ તૈયારી કરવાની હોય એટલે એ ભાષામાં જવાબો સ્પષ્ટ રીતે આપી શકાય. જો કે, ગુજરાતીમાં પૂરતા પ્રમાણમાં મટીરિયલની સુવિધા ના હોવાથી તૈયારી હિન્દી કે અંગ્રેજીમાં જ કરવી પડતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!