બિગ બોસ હાઉસમાં છોકરીઓની ઈજ્જતને ખતરો? અભિનેત્રીના ખુલાસા બાદ ઈન્ડસ્ટ્રીમાં હાહાકાર મચી ગયો

બિગ બોસ 15ની સૌથી ચુલબુલી અને દર્શકોનું મનોરંજન કરનારી કન્ટેસ્ટન્ટ તેજસ્વી પ્રકાશે વિશાલ કોટિયાનની ફરિયાદ કરી છે. તેજસ્વી પ્રકાશને વિશાલ કોટિયનના વર્તનથી અનકમ્ફર્ટેબલ મહેસુસ કરવા લાગી છે અને તેણે તેને ઇશારામાં પણ આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કદાચ તે તેને સમજી શકતો નથી. હવે તેજસ્વી પોતાના મિત્ર જય ભાનુશાળી સાથે પોતાની આ જ સમસ્યા શેર કરતી જોવા મળી છે.

image source

બિગ બોસ 15’ના લેટેસ્ટ એપિસોડમાં, પરેશાન થઈ ચુકેલી તેજસ્વી આખરે વિશાલ કોટિયનના વર્તન વિશે જય ભાનુશાળી સાથે આ વાત શેર કરતી જોવા મળી છે. જો કે, જય તેમને સમજાવે છે કે કદાચ વિશાલ તેના (તેજસ્વી) અને કરણ કુંદ્રાના બોન્ડિંગને જોઈને ઈર્ષ્યા કરે છે અને તેમની સાથે સ્ટ્રોંગ બોન્ડિંગ બનાવવા માંગે છે. તેજસ્વીએ કહ્યું કે તેને આનાથી કોઈ સમસ્યા નથી, સમસ્યા તેના વર્તનની છે. એમને એ પણ કહ્યું કે એમને અલગ અલગ રીતે વિશાલને એ સમજાવવાની કોશિશ કરો છે કે એ અનકમ્ફર્ટેબલ મહેસુસ કરે છે પણ એમનો અજીબ વ્યવહાર બંધ જ નથી થઈ રહ્યો

image source

તેજસ્વી આ વિશે જય સાથે કહેતી દેખાઈ રહી છે, ‘હું રિયલ છું, હું જેવી છું તેવી દેખાઉં છું. મેં તને ક્યારેય કોઈની ફરિયાદ નથી કરી. એમનું હ્યુમર શુ છે આ ગલે લગ જા. આ બધી ગંદી હ્યુમર છે અને જે ક્યારેય ટેલિકાસ્ટ કરી શકશે નહીં.

જય ભાનુશાળી પણ આ વાત સાથે સંમત છે અને કહે છે કે તેને વિશાલની ભાષા મહિલાઓ પ્રત્યે તદ્દન અપમાનજનક લાગે છે. ત્યારે તેજસ્વી કહે છે, ‘હા છોકરીઓ માટે ગંદી રીતે…’. તે ચડી ચડીને મને ગળે લગાવે છે. હું તેને ઘણી વાર મજાકમાં તેને ધક્કો મારું છું, જેથી તેને ખરાબ ન લાગે … હું જાણું છું કે તેનો આવો કોઈ ઇરાદો નથી પણ આ હ્યુમર નથી. ‘

તેજસ્વીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં તેજસ્વીના ચાહકો ખુશ છે કે તેણે પોતાની વાત સાચી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, તો વિશાલના ફેન્સ આ બધું સાંભળીને ખુશ નથી અને અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે આ વખતે સલમાન ખાન વિકેન્ડ કા વારમાં વિશાલની ક્લાસ લેતા જોવા મળશે કે નહીં.