સુશાંત સુસાઈડ કેસ: GF રિયા ચક્રવર્તીએ ગૃહમંત્રી અમિત શાહને કહ્યું, ‘હું સુશાંતની ગર્લફ્રેન્ડ તમને હાથ જોડીને..’

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ હાથ જોડીને કરી CBI ઇન્કવાયરીની માંગ, ટ્વીટ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા એમણે આ અપીલ કરી

બોલીવુડમાં હજુ પણ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને સતત રહસ્ય તોળાઈ રહ્યું છે. પોલીસ તપાસ ચાલી રહી છે અને આ તપાસ અંતર્ગત અનેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ સુધી કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. આવા સમયે અનેક લોકો આ માટે CBI તપાસની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ ખુલીને સામે આવી છે. અને રિયા ચક્રવર્તીએ હાલમાં જ સીધા જ ભારતના ગૃહ મંત્રી અમિત શાહને હાથ જોડીને સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના કેસમાં CBI તપાસ માટે માંગ કરી છે.

રિયા ચક્રવર્તીએ આખરે સુશાંત સાથેના સબંધને સ્વીકાર્યા

રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહના સબંધોને લઈને શરૂઆતથી જ ચાર્ચાઓ ચાલી રહી છે. ગત રોજ હજુ રિયા ચક્રવર્તીએ પોતાના વોટ્સએપમાં સુશાંત સાથેના ફોટાને પોતાના પ્રોફાઈલ ફોટો તરીકે રખાયો હતો. આવા સમયે હવે ચર્ચાઓ વધુ મજબુત થાય એ પહેલા ૧૪ જુનથી જ સોશિયલ મિડીયાથી દુર રહેલી રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે કે તે સુશાંત સિંહ રાજપૂતની ગર્લ ફ્રેન્ડ હતી. આ દરમિયાન એણે પોતાના અને સુશંતના સબંધને જાહેર કરતા અમિત શાહને ટેગ કરીને સુશાંતના કેસમાં CBI તપાસ થાય એવી માંગ પણ કરી છે.

રિયા ચક્રવર્તીએ અમિત શાહ પાસે મદદ માંગી

રિયા ચક્રવર્તીએ પોતાની પોસ્ટ દ્વારા અમિત શાહ એટલે કે સીધા જ ભારતના ગૃહ મંત્રીને એવી અપીલ કરી છે કે સુશાંતના કેસમાં CBI તપાસ કરવામાં આવે. જો કે સુશાંતના આપઘાત કર્યાને હવે લગભગ એક મહિનો થઇ ચુક્યો છે. ત્યારે રીયાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે કાયદા વ્યવસ્થા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને એમણે કહ્યું કે આ તપાસ દ્વારા મારે એ જાણવું છે કે એવા કયા દબાણ હેઠળ સુશાંતે આ પગલું ભરવું પડયું છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માંગી મદદ

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

ઘણા સમયથી સોશિયલ મિડીયાથી દુર રહ્યા પછી હવે રીયાએ પોતાના સુશાંત સાથેના સબંધો જાહેર કર્યા છે. એણે ઇન્સ્ટાની એક પોસ્ટ દ્વારા સીધા જ ગૃહ મંત્રીને સુશાંતના કેસમાં CBI તપાસની માંગ કરતા લખ્યું હતું કે “હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. એણે કરેલ અચાનક આત્મહત્યાને હવે મહિનો થઇ ગયો છે. જો કે મને સરકારમાં અને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. પણ હું આ બાબતે તમને હાથ જોડીને CBI તપાસ કરાવવા વિનંતી કરું છું. હું ફક્ત એટલું સમજવા માંગુ છે કે આ પગલું ભરવા માટે સુશાંતને કયા દબાણે પ્રેરણા આપી છે. આપની સીન્સેર રિયા ચક્રવર્તી.”

ટ્વીટ દ્વારા પણ ગૃહમંત્રીને કરી અપીલ

સુશાંત સિંહની તપાસમાં CBIની માંગ કરવા રીયાએ ઇન્સ્ટા પોસ્ટ પછી ટ્વીટર દ્વારા પણ અપીલ કરી હતી. જો કે ટ્વીટરમાં પણ એ જ મેસેજ લખ્યો હતો જે એણે ઇન્સ્ટા પોસ્ટ દ્વારા કહ્યો હતો. જો કે મેસેજની લંબાઈ વધુ હોવાથી રીયાએ આ લખવા માટે બે ટ્વીટ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત