આજથી કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે ખુલ્લું, પહેલા જ દિવસે ભક્તો મોટી સંખ્યામાં ઊમટ્યા, જાણો કેવી રીતે અપાશે પ્રવેશ

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર આજથી દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું, ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી, દર્શન માટે રાખવામાં આવી ટોકન સિસ્ટમ.

કોરોનાના સંક્રમણને કારણે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો, જેથી મંદિરમાં ભક્તોની મોટી ભીડ ન જામે અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય. પણ હવે રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ મુજબ, અનેક મંદિરો એક અઠવાડિયાથી ભક્તો માટે ખૂલી ગયાં હતાં

image source

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું કેમ્પ હનુમાન મંદિરને પણ આજથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ મંદિર હવે ભક્તો માટે સવારે 9થી 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જો કે આજથી મંદિર ખુલ્યું એટલે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ આ મંદિરમાં જામી હતી.

image source

તમને જણાવી દઈએ કે આ મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે, સાથે આજે શનિવાર હોવાથી લોકોનો ધસારો વધુ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જોકે કન્ટેન્મેન્ટ બોર્ડ અને મંદિર પ્રશાસન દ્વારા કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એકસાથે માત્ર 50 લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને એ પણ ટોકન આપીને, જે લોકો દર્શન કરીને પરત ફરે ત્યારે ટોકન જમા કરાવે છે અને એ પછી જ બીજા લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આવેલા 150 વર્ષ જુના કેમ્પ હનુમાન મંદિર મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ પર સ્થળાંતર કરવાના નિર્ણય સામે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે આ અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, મંદિરને શિફ્ટ કરવાથી પુજારીઓ અને હજારો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાશે. કેમ્પ હનુમાન સ્વયંભુ હનુમાન હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.

image source

અરજદારે જણાવ્યું હતું કે, કેમ્પ હનુમાનની મૂર્તિ કોઈ માનવ હાથોથી નથી બની અને સ્વયંભૂ છે. બંધારણની જોગવાઈ પ્રમાણે લોકોને ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર છે. કેન્ટોનમેન્ટ બોર્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), કેન્ટોનમેન્ટ બોર્ડના સીઇઓ, રાજ્ય સરકાર અને શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટને પક્ષકાર તરીકે જોડાયા હતા. કેમ્પ હનુમાન મંદિર અને હનુમાનજીની મૂર્તિ નહીં ખસેડવા માટેના વચગાળાના આદેશની પણ માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસમાં હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે.

image source

કેમ્પ હનુમાન મંદિર અંગે માનવામાં આવે છે કે, ભગવાન રામની મુદ્રિકા લઇ હનુમાનજી સીતા માતાને શોધવા જઇ રહ્યા હતા. તે સમયે તેમણે અહીં આરામ કર્યો હતો. હાલમાં જે મૂર્તિ મંદિરમાં છે તે રામાયણકાળની હોવાનું માનય છે. આજે પણ મૂર્તિ પરનું જૂનું કલેવર દૂર થતાં હનુમાનજીના એક હાથમાં સોનાની મુદ્રિકા સ્પષ્ટ દેખાય છે અને તેથી તે પ્રાચીન દંતકથાને આજે સમર્થન મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!