નાયક ફિલ્મની વાત રિયલ લાઈફમાં સાચી ઠરી, સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે બનશે ઉત્તરાખંડની મુખ્યમંત્રી

તમે નાયક ફિલ્મ તો જોઈ જ હશે કે જેમાં એક દિવસ માટે અનિલ કપૂર મુખ્યમંત્રી બનીને લોકોના ઘણા કામ કરે છે અને ભ્રષ્ટ અધિકારીઓનો ભાંડો ફોડી નાખે છે. ત્યારે હવે રિયલ લાઈફમાં પણ કંઈક આવું જ થવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી 24 જાન્યુઆરીએ એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે. આ સમય દરમિયાન વિધાનસભાના રૂમ નંબર 120 માં બેઠક યોજાશે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત દ્વારા તેની મંજૂરી અને સૂચના આપવામાં આવી છે. હકીકતમાં ઉત્તરાખંડ બાળ સુરક્ષા આયોગના અધ્યક્ષ ઉષા નેગીએ બુધવારે મુખ્ય સચિવ ઓમપ્રકાશને એક પત્ર મોકલ્યો હતો. તેમણે કહ્યું કે 24 જાન્યુઆરીએ એક આશાસ્પદ વિદ્યાર્થીને છોકરીઓના સશક્તિકરણ માટે મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. સૃષ્ટી ગોસ્વામી એક દિવસ ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે.

image source

એક દિવસના કાર્યકાળ દરમિયાન સૃષ્ટિ રાજ્યના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ માટે નિયુક્ત વિભાગના અધિકારીઓ તેમની રજૂઆત પાંચ-પાંચ મિનિટ વિધાનસભામાં આપશે. બપોરે 12થી બપોરે 3 વાગ્યા સુધી વિધાનસભા યોજાશે. સૃષ્ટિના માતાપિતા કહે છે કે અમે આજે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. દરેક પુત્રી એક લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે, ફક્ત તેમને ટેકો આપવાની જરૂર છે. તે જ સમયે સૃષ્ટિ ગોસ્વામી કહે છે કે હું આ વાત માટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

image source

હરિદ્વારના દૌલતપુર ગામની વતની સૃષ્ટી ગોસ્વામી રૂરકીની બીએસએમ પીજી કોલેજમાંથી બી.એસ.સી. સાથે એગ્રીકલ્ટર કરી છે. મે 2018 માં બાલ વિધાનસભામાં બાળ ધારાસભ્યો વતી તેમની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી. બાલ વિધાનસભામાં દર ત્રણ વર્ષે એક બાળક મુખ્યમંત્રી તરીકે ચૂંટાય છે.

image source

આ વખતે સૃષ્ટિની પસંદગી કરવામાં આવી છે. પણ આ સિવાય જો વાત કરીએ તો અનિલ કપૂરની 2001ની સાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘નાયક બોક્સઓફિસ પર સફળ થઇ હતી. આ ફિલ્મનો વિષય પણ દર્શકોએ અપનાવ્યો હતો. ઘણા વરસોથીઆ ફિલ્મની સિકવલ બનશે તેવી વાતો ચર્ચાતી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શંકરનનું હતું. હવે ફિલ્મસર્જક શંકરનું કહેવું છે કે અનિલ કપૂર પાસે ‘નાયક ૨ માટેનો વિષય છે.

image source

આ ફિલ્મ વિશે વાત કરતાં દિગ્દર્શક શંકરે જણાવ્યું હતું કે- હા, તેણે મારી સાથે વાતચીત કરી છે. અનિલ સરે મને કહ્યું છે કે, તેની પાસે નાયકની સિકવલ બનાવાનો આઇડિયા છે. જોકે હું ૨.૦ ફિલ્મમાં વ્યસ્ત હોવાથી આ મુદ્દે વધારે વાતચીત કરી શક્યો નથી. જો નાયક ૨ ની સ્ટોરી પણ ઇન્ડિયન ૨ જેવી ડેવલપ થયેલી હશે તો હું ચોક્કસ આ ફિલ્મ બનાવીશ’. ઉલ્લેખનીય છે કે ફિલ્મ નાયક એક સામાન્ય યુવક પર આધારિત ફિલ્મ હતી.

image source

જે મુખ્ય પ્રધાનને પડકાર આપે છે અને એક દિવસ માટે મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસીને ફરજ બજાવે છે. એક જ દિવસમાં તે સામાન્ય લોકોની તરફેણ કરીને લોકોનું દિલ જીતી લે છે. પરિણામે લોકો તેને રાજકારણમાં ઝંપલાવાની સલાહ આપે છે. આ ફિલ્મમાં સામાન્ય યુવકનું પાત્ર અનિલ કપૂરે ભજવ્યું હતું જ્યારે મુખ્ય પ્રધાન તરીકે અમરિષ પુરીની ભૂમિકા હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત