આ તારીખેે બહાર જવાના હોવ તો વાંચી લેજો ખાસ આ આગાહી વિશે, નહિં તો…

ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણના તહેવારના કેટલાક દિવસો પહેલા જ વાતાવરણમાં ઠંડીનો ઘટાડો જોવા મળ્યો અને ઠંડીથી આંશિક રાહત મળી હતી ત્યાં જ હવે ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર સમયમાં હજી પણ ઠંડી વધવાની હોય તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. પાકિસ્તાન અને ઈરાક દેશમાં વેસ્ટર્ન ડીસ્ટ બર્ન્સ સક્રિય થઈ જવાના લીધે કચ્છમાં કોલ્ડવેવની આગાહી જાહેર કરી દેવામાં આવી છે.

image source

-ગુજરાત રાજ્યમાં ફરીથી ઠંડીમાં વધારો થશે.

-તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ તાપમાન ૧૦ ડીગ્રીની આસપાસ પહોચી શકે છે.

-પાકિસ્તાન અને ઈરાકમાં વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સ સક્રિય થયું છે.

image source

એક બાજુ ઉત્તર ભારતમાં સતત થઈ રહેલ હિમવર્ષાના લીધે ઉત્તર ભારતની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ આવનાર સમયમાં ગુજરાત રાજ્યમાં હજી પણ ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

image source

હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસથી રાજ્યનું તાપમાન અંદાજીત ૧૦ ડીગ્રીની આસપાસ રહી શકે તેવી સંભાવના જણાવાઈ રહી છે. પાકિસ્તાન અને ઈરાક દેશમાં વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સના સક્રિય થઈ જવાના લીધે કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે.

image source

હાલમાં કેટલાક દિવસો પહેલા જ્યાં વાતાવરણમાં ઠંડી ઓછી થવાથી આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે ત્યાં જ ગુજરાત રાજ્યમાં ફરીથી આવનાર દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

બનાસકાંઠા જીલ્લામાં ઠંડીમાં વધારો થયો.

image source

જો કે, અત્યારમાં થોડાક દિવસો સુધી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં ઠંડકનો ઘટાડો થવાથી થોડાક દિવસો સુધી લોકોમાં કેટલાક અંશે રાહત જોવા મળી હતી પરંતુ ત્યાં જ ફરીથી ઉત્તર ભારતમાં સતત થઈ રહેલ હિમવર્ષાના કારણે ગુજરાત રાજ્યમાં ફરીથી ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે. ત્યાર બાદ બનાસકાંઠા જીલ્લામાં પણ ઠંડીનો વધારો જોવા મળ્યો છે. એટલા માટે લોકો ઠંડીથી પોતાને બચાવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેવા લાગ્યા છે. આમ ગુજરાત રાજ્યમાં ફરીથી ઠંડી પોતાની અસર બતાવી શકે છે. આ સાથે જ ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ એકાએક ઠંડકમાં વધારો પણ જોવા મળી શકે છે. એટલા માટે સામાન્ય જનતાએ થોડાક દિવસોમાં જ વધારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત