હવે જન્મ મરણના દાખલા માટે નહિં ઉભા રહેવું પડે લાઇનમાં, માત્ર આટલા જ રૂપિયામાં મળી જશે એ પણ 1 જ દિવસમાં

આપણે મોટે ભાગે જોતા હોઈએ છીએ કે કોઈ પણ સરકારી પ્રમાણપત્ર કઢાવવા માટે કચેરીઓમાં લાંબી લાંબી લાઈનો હોય છે. જેમા લોકોના સમય ઘણો બરબાદ થાય છે. ખાસ કરીને ગામડેથી તાલુકા પ્લેસ પર આવતા લોકોને ઘણી તકલીફ પડે છે. જેમા પોતાનો સમય અને પૈસાનો વ્યય થાય છે.

image source

ઘણીવાર આ કામ માટે અનેક ધક્કા પણ થતા હોય છે. જો કે સરકારે હવે આ સમસ્યાનું સમધાન કરી દીધુ છે. હવે રાજ્યમાં ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે મળતી વિવિધ સેવાઓ અને પ્રમાણપત્રો નાગરિકોને એક જ દિવસમાં મળી રહેશે. તો આવો જાણીએ કે રાજ્ય સરકારે સામાન્ય લોકો માટે કઈ સેવા શરૂ કરી છે અને તેના માધ્યમથી લોકોને કેવી સેવા મળશે. તેના માટે કેવી રીતે ફોર્મ ભરવાના રહેશે અને કેટલી ફી ચુકવવવી પડશે.

માત્ર દસ રૂપિયાના દરથી જન્મ મરણના પ્રમાણપત્રોની નકલ મળશે

image source

આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સેવાઓ મેળવવા માટે ગ્રામ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં માત્ર દસ રૂપિયાના દરથી નાગરિકોને જન્મ મરણના પ્રમાણપત્રોની નકલ અરજદારને એક જ દિવસમાં મળી રહેશે. જેથી હવે અરજદારોએ લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તમને જણાવી દઈએ કે આ સેવાઓ વર્ષ 2007-08થી અમલમાં છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ યોજના હેઠળ અમલમાં છે. જોકે, ઇન્ફર્મેશન ટેક્નોલોજીના માધ્યમથી શરૂ કરવામાં આવેસી લોક ઉપયોગી સેવાઓ ગામડે ગામડે ગ્રામ યોજના મારફત મળી રહી છે.

એક દિવસમાં મળશે પ્રમાણપત્રો

image source

તમને જણાવી દઈએ કે રાજ્યમાં વહીવટી પારદર્શકતા વધે અને વ્યક્તિલક્ષી સેવાઓના ઉકેલ ઝડપથી થાય તે હેતુથી રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ પણ અમલમાં મૂક્યો છે. તો બીજી તરફ નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ ઇ-ગ્રામ કેન્દ્રો ઉપરથી તાત્કાલિક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

જેમા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સેવાઓ ઇ-ગ્રામ કેન્દ્રો ઉપરથી એક જ દિવસમાં આપવાની રહેશે. જેથી સરકારના આદેશ બાદ હવે જન્મ અને મરણના પ્રમાણપત્રની સેવાઓ અરજદારને તાત્કાલિક એક જ દિવસમાં મળી રહેશે. તમને જણાવી દઈએ કે આ દાખલા મેળવવા અરજદારે ઈ-ગ્રામ કેન્દ્રના વીસીઈનો સંપર્ક કરીને વિગતો આપવી પડશે અને ત્યારબાદ વીસીઈ જીસીઆર સીસ્ટમથી અરજદારે માંગેલી નોંધણી ખાતરી કરશે અને ત્યારબાદ પ્રમાણપત્રની નકલ અરજદારને તાત્કાલિક આપશે. સરકારના આ નિર્ણયથી લાકો લોકોને ફાયદો થશે. લોકોનો સમય બચશે અને ઓછા સમયમાં પ્રમાણપત્રો મળી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત