હવે SBIના ગ્રાહકોને આ કામ કરવા માટે નહિં જવું પડે બેન્કમાં, થઇ જશે ઘરે બેઠા-બેઠા જ

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્કે ગ્રાહકોને વધુ એક સગવડ આપી છે. આ સગવડ છે ઘર બેઠા નોમિનીનું નામ નોંધાવવાનું. હવે બેન્કે ધક્કો ખાધા વિના એસબીઆઈના ગ્રાહકો ઓનલાઈન પોતાના વારસદારનું નામ નોંધાવી શકે છે. એસબીઆઈએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. બેન્કે જણાવ્યું છે કે હવે એસબીઆઈના ગ્રાહકો નોમિનીના નામની નોંધણી ઓનલાઈન કરાવી શકે છે. આ કામ કરવા હવે કોઈએ બેન્કે રુબરુ જવું પડશે નહીં.

image source

એસબીઆઈના ટ્વીટ અનુસાર જો તમારા બેન્ક ખાતામાં નોમિનીની વિગતો એડ કરવામાં આવી નથી તો હવે ઘર બેઠા તમે તેનું નામ નોંધી શકો છો. આ સુવિધા દરેક એસબીઆઈ બ્રાંચ માટે ઉપલબ્ધ હશે. આ સર્વિસ સેવિંગ, કરંટ અકાઉન્ટ, એફડી અને આરડી પર પણ મળશે. આ તમામમાં ઘરે બેઠા વારસદારનું નામ એડ કરી શકાશે.

image source

ગ્રાહકો એસબીઆઈ નેટ બેકિંગનો ઉપયોગ કરી અથવા તો એસબીઆઈની વેબસાઈટ પર જઈ આ કામ સરળતાથી કરી શકે છે. એસબીઆઈની વેબસાઈટ પર જઈ અને રિક્વેસ્ટ એન્ડ ઈન્ક્વાયરી વિકલ્પ પર ક્લિક કરવું. તેમાં ઓનલાઈન નોમિનેશનનો વિકલ્પ પસંદ કરો. અકાઉંટ ડિટેલ્સ તમારી સ્ક્રીન પર આવશે. તેમાં નોમિનીની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી વેરિફિકેશન બાદ નોમિનીનું નામ ખાતા સાથે જોડાઈ જશે.

image source

જો તમે એસબીઆઈની એપ યુઝ કરતા હોય તો તેના હોમ બટન પર ક્લિક કરો, તેમાં સર્વિસ રિક્વેસ્ટ વિકલ્પનો પસંદ કરો. સર્વિસ રિક્વેસ્ટ પર ક્લિક કરો. અહીં જે પેજ ખુલે તેમાં ઓનલાઈન નોમિનેશનનો વિકલ્પ આવશે. ક્લિક કરવા પર અકાઉન્ટની વિગતો સિલેક્ટ કરો અને નોમિનીની પુરી જાણકારી અપડેટ કરવાની રહેશે. અહીં તમારા નોમિની સાથે સંબંધની જાણકારી પણ આપવાની રહેશે. જો પહેલા કોઈનું નામ નોંધાવેલું હોય તો પહેલા તમારે તેને કેન્સલ કરવું પડશે. ત્યારબાદ વર્તમાન નોમિનીની વિગતો ભરી દો.

નોમિનીનું નામ કોઈપણ ખાતામાં હોય તે ખૂબ જ જરૂરી છે. કારણ કે ખાતાધારકનું કોઈપણ કારણે મોત થાય તો તેના ખાતામાં જમા રકમ અને અન્ય લાભ મળવા પાત્ર તેના વારસદાર હોય છે. જો ખાતામાં કોઈ વારસદારનું નામ હોય નહીં તો ખાતેદારના રુપિયા તેના ખાતામાં જ રહી જાય છે. એક અનુમાન અનુસાર બેન્કોમાં કરોડો રૂપિયા એવા ખાતાધારકોના નામ પર જમા છે જેમનું મોત થયું છે પરંતુ તેમના કોઈ વારસદારનું નામ નોંધાયેલું નથી તેથી આ રુપિયા ક્લેમ કરી શકાતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત