હવે તાજમહેલની મુલાકાત લઈ શકશે પર્યટકો, અનલોક 4માં આજથી જનતાને મળશે આ રાહતો, જાણો પૂરી વિગતો તમે પણ

અનલોક 4માં આજથી જનતાને મળશે આ રાહતો – તાજમહેલની મુલાકાત લઈ શકશે પર્યટક

21મી સપ્ટેમ્બરથી અનલોક 4નો નવો તબક્કો શરૂ – કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવશે – તો ક્યાંક હજુ પણ લંબાવવામાં આવશે લોકડાઉન કોરોના વાયરસના વધતા જઈ રહેલા કેસો વચ્ચે દેશ ઝડપથી અનલોક મોડમાં આગળ વધી રહ્યો છે. હાલ અનલોક 4 ચાલી રહ્યુ છે. જે હેઠળ લગભગ બધી જ પ્રવૃત્તિઓની છૂટ આપી દેવામા આવી છે. અનલોક 4 પણ ઘણા તબક્કામાં વહેંચાયેલું છે. એક સપ્ટેમ્બરથી લાગુ પાડવામાં આવેલા અનલોક 4માં 7 સપ્ટેમ્બરે જ્યારે મેટ્રો સેવાઓ શરૂ કરવાની છૂટ આપવામા આવી હતી તો આજથી બીજી વધારે રાહતો પણ જનતાને આપવામા આવી રહી છે.

image source

દેશના કેટલાક રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે તો વળી 20 ક્લોન ટ્રેન પણ રેલ મુસાફરોની સુવિધા માટે પાટા પર દોડાવવાની શરૂ કરવામા આવશે. તેની સાથે જ સૌથી મોટી રાહત તે લોકોને મળવાની છે જેમને ત્યાં કોઈ કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો હોય, કારણ કે આજથી દરેક પ્રકારના કાર્યક્રમોમાં લોકોને સમાવિષ્ટ કરવાની સીમાને વધારીને 100 કરી દેવામા આવી છે.

હવે આ કાર્યક્રમોમાં 100 લોકો ભાગ લઈ શકશે.

image source

કેન્દ્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં કેહવામાં આવ્યું હતું કે સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનૈતિક સમારંભ અને અન્ય મંડળીને 100 વ્યક્તિથી વધારે ક્ષમતા સાથે 21મી સપ્ટેમ્બરથી પરવાનગી આપવામા આવશે. એટલે કે હવે કોઈ કાર્યક્રમમાં હાજર રહેવા માટે વધારે લોકોને પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી આ સંખ્યા 50 લોકો સુધી જ મર્યાદિત હતી જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો. પણ હવે તેવું નહીં રહે હવે 100 લોકો કાર્યક્રમમાં હાજર રહી શકશે.

આજથી 20 જોડી ક્લોન ટ્રેન શરૂ

image source

ઇન્ડિયન રેલ્વે આજથી કેટલાક ખાસ રૂટ પર 20 જોડી ક્લોન ટ્રેન ચલાવવા જઈ રહી છે. રેલ મંત્રાલય પ્રમાણે આ ટ્રેનો શ્રમિક સ્પેશલ અને સ્પેશલ ટ્રેનો ઉપરાંત હશે. ક્લોન ટ્રેન યુપી, બિહાર, દિલ્લી, પંજાબ સહિત બીજા કેટલાક રાજ્યોમાં ચાલશે. જે સ્ટેશનો માટે વધારે યાત્રીઓ છે, ત્યાં ટ્રેનની ફ્રિક્વન્સી વધારવા માટે ક્લોન ટ્રેનો ચાલશે.

કેટલાક રાજ્યોમાં શાળાઓ ખુલશે

image source

21મી સપ્ટેમ્બરથી દેશના કેટલાક રાજ્યોમા શાળાઓ તેમજ કોલેજો ખુલવા જઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 9માથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે 21મી સપ્ટેમ્બરથી શાળાઓ તેમજ કોલેજો ખોલવાની રજા આપી છે, પણ યુપીમાં કોરોનાની સ્થિતિને જોતાં હાલ તેવું કરવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. પણ કેટલાક રાજ્યોમા શાળાઓ ખોલવા માટે શાસન દ્વારા પરવાનગી આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે અનલોક 4ની ગાઇડલાઈનમાં કહ્યું હતું કે કન્ટેનમેન્ટ ઝોનને છોડીને 9માથી 12મા ધોરણના વિદ્યાર્થીઓ શાળાની મુલાકાત લઈ શકશે. રાજ્ય ઇચ્છે તો 50 ટકા ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફને શાળાએ બોલાવી શકે છે. અનલોક 4ની ગાઇડલાઇનમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે વાલીઓ પાસેથી લેખિત પરવાનગી બાદ નવમાંથી લઈને બારમાં ધોરણના વિદ્યાર્થીઓ શાળાએ આવી શકશે.

image source

આગરાનો કિલ્લો અને તાજમહેલ પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવશે

આગરાના કિલ્લા અને તાજમહેલને સોમવારથી પર્યટકો માટે ફરીથી ખોલવામા આવશે. જો કે એન્ટ્રી દરમિયાન પર્યટકોએ માસ્કની સાથે સાથે સોશલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય નિયમોનું પાલન કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમા રાખીને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે તાજમહેલને 17મી માર્ચથી બંધ કરી દીધું હતું. હવે 21મી સપ્ટેમ્બર, સોમવારથી તાજમહેલને ફરીથી ખોલવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે કુલ 188 દિવસ બાદ તાજમહેલ ફરી ખુલવા જઈ રહ્યો છે.

છત્તીસગઢમાં એક અઠવાડિયાનુ લોકડાઉન

છત્તીસગઢમાં કોરોનાનું સંક્રમણ એકધારું વધી રહ્યું છે. અહીં સૌથી વધારે કેસ રાયપુરમાં આવી રહ્યા છે. તે જ કારણસર અહીં એક વાર ફરી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત કેટલાએ મુખ્ય શહેરોમાં એકવાર ફરી 21 સપ્ટેમ્બરની રાત્રે 9 વાગ્યાથી 28મી સપ્ટેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.

image source

મળેલી માહિતી પ્રમાણે જિલ્લા પ્રશાસને રાયપુરને સંપૂર્ણ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે. લોકડાઉન દરમિયાન દૂધ, મેડિકલ અને પેટ્રોલ પંપને નક્કી કરેલા સમય સુધી ખોલવાની રજા આપવામા આવશે.

અનલોક – 4 માં આ રાહતો મળી

તમને જણાવી દઈ કે સરકાર દ્વારા અનલોક 4ને લઈને જે આદેશ આપવામા આવ્યા હતા તેમાં કહેવામાં આવ્યુ હતું કે કન્ટેનમેન્ટ ઝોન બહારની બધી જ પ્રવૃત્તિઓને પરવાનગી રહેશે, પણ બધા જ સિનેમા ઘરો, સ્વીમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા પર પ્રતિબંધ રહેશે. આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામા આવ્યું હતું કે વ્યક્તિઓ તેમજ વસ્તુઓના ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર કોઈ પ્રતિબંધ નહીં રહે. આ પ્રકારની હલચલો માટે કોઈ અલગ પરવાનગીની જરૂર નહીં રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત