મહામારીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા લોકોને મોટી રાહત, સરકારે ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલિંગની તારીખ લંબાવી

કોરોના મહામારીમાં ટેક્સ ચુકવનાર લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે કેન્દ્ર સરકારે તારીખ લંબાવી છે. 31 જુલાઈ ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલીંગની છેલ્લી તારીખ હતી. નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કંપનીઓ માટે ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલિંગની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. માટે હવે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરનારાઓને સરકારે ફરી એકવાર રાહત આપી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2020-21 માટે વ્યક્તિગત ઈન્કમ ટેક્સ રિટર્ન સબમિટ કરવાની સમયમર્યાદા બે મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી દેતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

image source

કોરોના કેસોમાં વધારાને કારણે સરકારે આ મોટો નિર્ણય લીધો છે અને જનતાને રાહત આપી છે. તે જ સમયે, કેટલાક કર નિષ્ણાતો પણ કહે છે કે કોરોનાને કારણે, કંપનીઓ અને સામાન્ય કરદાતાઓને સાથે જોડાયેલી ઘણી ટેક્સની તારીખની મુદત લંબાવાઈ છે. સીબીડીટીએ કંપનીઓ માટે પણ ઈન્કમ ટેક્સ રિટર્નની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. સીબીડીટીએ જારી કરેલા પરિપત્રમાં કહેવાયું કે કેટલીક ટેક્સ કંપનીઓને સમયસીમાનો લાભ આપવામાં આવ્યો છે જેથી કરીને વ્યક્તિગત ટેક્સપેયર્સને આ મહામારીમાં થોડી રાહત મળી શકે

image source

સરકારના બીજા નિર્ણય વિશે પણ જો વાત કરવામાં આવે તો આ અંતર્ગત આવકવેરા ઓડિટની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2021થી વધારીને 30 નવેમ્બર 2021 કરવામાં આવી છે. જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈનલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી છે.

જ્યારે બિલેટેડ/રિવાઈઝ્ડ ઈન્કમ ટેક્સ રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021થી વધારીને 2022ની 31 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, બિલેટેડ આઇટીઆર આવકવેરા કાયદા, 1961 ની કલમ 139(4) હેઠળ દાખલ કરવામાં આવે છે. બીજી બાજુ, સુધારેલ આઇટીઆર કલમ ​​139(5) હેઠળ દાખલ કરવામાં આવે છે.

આ સાથે જ ટેક્સ નિષ્ણાંતો જણાવે છે કે, ટેક્સ ઓડિટ કરદાતાઓના ખાતાઓની સમીક્ષા છે. આવાં કરદાતાઓમાં ખુદનો વેપાર કરનારા અથવા તો વ્યવસાયે સેવા આપનારાઓ શામેલ હોય છે. આ ખાતાઓની સમીક્ષા ઇન્કમ, ડિડક્શન, ટેક્સ કાયદાઓના અનુપાલન વગેરેની નજરે કરવામાં આવે છે. સીબીડીટી દ્વારા જારી પરિપત્રમાં કહેવામાં આવ્યું કે કોરોના મહામારીને કારણે સરકારે ટેક્સપેયર્સને રાહત આપી છે. સીબીડીટીએ કર્મચારીઓ દ્વારા માલિકોને ફોર્મ 16 ઈસ્યુ કરવાની ડેડલાઈન પણ એક મહિનો વધારીને 15 જુલાઈ 2021 કરી નાખી છે. તે ઉપરાંત ટેક્સ ઓડિટ રિપોર્ટને ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ વધારીને 15 જુલાઈ 2021 કરી દેવાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!