ભારતના આ 5 રાજ્યમાં છે કોરોનાનો સૌથી મોટો ખતરો, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી ચેતવણી

ભારતના ઘણા રાજ્યોમાં તહેવારની સિઝનને કારણે કોરોના વાયરસના ચેપનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોને કારણે કોરોના ચેપના કેસોમાં વધારો થયો છે. જો કે, રાહતની વાત છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોનાથી મૃત્યુ દર નીચે આવી ગયો છે.

માત્ર 5 રાજ્યોના 49.4% કેસ

image source

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં એકલા કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાંથી 49.4 ટકા કોરોના કેસ નોંધાયા છે. તહેવારની મોસમ પણ આનું એક મોટું કારણ હોઈ શકે છે. આરોગ્ય સચિવે કહ્યું, આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને અમે આ રાજ્યોની સરકારો સાથે સતત વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કોવિડ -19 ના કુલ સક્રિય કેસોમાં 78 ટકા દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.

મૃત્યુદરમાં ઘટાડો

image source

છેલ્લા 24 કલાકમાં પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ -19 માંથી 58 ટકા મૃત્યુનાં કિસ્સા જોવા મળ્યાં છે. જેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. જો કે, છેલ્લા પાંચ અઠવાડિયાથી, ભારતમાં કોવિડ -19થી થતા મોતનો ગ્રાફ નીચે ગયો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાની મહામારીને કારણે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

યુરોપ અને અમેરિકામાં પહેલા કરતા વધુ સંક્રમણ

image source

કોરોના વાયરસના કારણે ફરી એકવાર યુરોપિયન દેશોમાં વિનાશ સર્જાયો છે. યુરોપના દેશોમાં, કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે, જે થોડા સમયથી ઘટી રહ્યા હતા. આ અંગે માહિતી આપતા નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું કે યુરોપના ઘણા દેશોમાં આ રોગચાળો ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

અમરિકામાં 28 લાખથી વધુ સક્રિય કેસ

image source

નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે કહ્યું કે યુરોપિયન દેશોમાં કોરોના વાયરસનો બીજો પ્રથમ તબક્કા કરતા વધુ ખતરનાક છે. લોકો પર આ બીમારીનો ખતરો વધી રહ્યો છે. અહીં રોગચાળો ફરી એક વખત ટોચ પર છે. અમેરિકામાં લોકો કોરોનાની ત્રીજા તબક્કાનો સામનો કરી રહ્યા છે. કોરોનાના હાલમાં યુ.એસ. માં 28 લાખથી વધુ સક્રિય કેસ છે. ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે કોરોના વાયરસનો સુપર સ્પ્રેડ ઓછી સંખ્યામાં પણ થઈ શકે છે.

image source

જો ઈન્ફેક્શન ફક્ત 2-4 લોકોને ચેપ લગાવે છે. પરંતુ આ કેસો વાયરસને મોટા પાયે ફેલાવવાની ચુનોતી ઉત્પન કરી શકે છે. જણાવી દઈએકે નિષ્ણાતો પહેલેથી જ કોરોના વાયરસના ટ્રાન્સમિશન રેટ વિશે ચિંતિત છે, જે તેના ઝડપથી ફેલાવાનું મુખ્ય કારણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત