પૃથ્વી વિશેની આ અજાણી વાતો જો તમને ના ખબર હોય તો ખરેખર શરમમાં મુકાવવા જેવી બાબત છે…

પૃથ્વી પર વસતા તમામ જીવો, વનસ્પતિઓ અને વાતાવરણને બચાવવા તથા વિશ્વભરના લોકોને પર્યાવરણને નુકશાન ન પહોંચાડી તેનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. તાજેતરમાં જ ગત 22 એપ્રિલે પણ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યો હતો.

image source

પૃથ્વીનું સ્થાન, ગતિ, અસ્તિત્વ અને સંરચના જેવા વિષયો પર વૈજ્ઞાનિકો સતત સંશોધન કરતા હોય છે. અને કેટલીયે એવી વાતો પણ છે જે આપણી પૃથ્વીની હકીકત છે પરંતુ મોટાભાગના લોકો એ વિષે નથી જાણતા.

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આપણી પૃથ્વી વિષે થોડી આશ્ચર્યજનક અને જ્ઞાનસભર માહિતી પીરસી રહ્યા છીએ. તો ચાલો ઉઠાવો જ્ઞાનની થાળી.

image source

1). સૂર્ય ફરતે એક સંપૂર્ણ ચક્કર લગાવવા પ્રથ્વીને જેટલો સમય લાગે તે સમયને સૌર વર્ષ કહેવામાં આવે છે.

2). પૃથ્વીને મોટાભાગની ઉર્જા સૂર્ય દ્વારા જ મળે છે અને આ ઉર્જાને કારણે જ પૃથ્વીની સપાટી ગરમ થાય છે.

3). સૂર્યની ઉર્જા જે પૃથ્વી તરફ આવે છે તેનો અમુક ભાગ પૃથ્વી અને સમુદ્રની સપાટી સાથે અથડાઈને વાતાવરણમાં પણ ભળી જાય છે.

image source

4). સૂર્યનું એક કિરણ પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ 18 સેકન્ડનો સમય લે છે.

5). અંતરિક્ષના તમામ ગ્રહોમાં પૃથ્વી પાંચમો સૌથી મોટો ગ્રહ છે.

6). આકાર અને સંરચનાના આધારે પૃથ્વી એક રીતે શુક્ર ગ્રહ જેવી જ છે.

7). પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે અને તે ચંદ્ર છે.

8). પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ સુધી ચક્કર લગાવે છે અને તેની ગતિ 1610 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે.

image source

9). પૃથ્વી પોતાની ધરી પર 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ માં એક સંપૂર્ણ ચક્કર પૂરું કરે છે અને તે કારણે દિવસ અને રાતનો અનુભવ થાય છે.

10). પૃથ્વી પર ઋતુ પરિવર્તનનું કારણ પૃથ્વીનું પોતાની ધરી પર સહેજ નમેલા હોવાના કારણે છે.

11). સૂર્ય પછી પૃથ્વીનો સૌથી નજીકનો તારો પ્રોક્સિમા સેન્ચુરી છે.

12). મહાસાગર અને મહાદ્વીપો પૃથ્વીની સૌથી ઉપરની સપાટી પર ટકેલા છે.

13). પૃથ્વીની સપાટીનું પ્રથમ સ્તર એલ્યુમિનિયમ અને સિલિકોન ધાતુ વડે બનેલું છે.

14). પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ પ્રતિ ઘન સેન્ટિમીટર છે.

image source

15). સમુદ્રતળથી પૃથ્વીની સૌથી વધુ ઊંચાઈ 8848 મીટર છે.

16). પૃથ્વીની અંદાજિત ઉંમર 4600,000,000 વર્ષ છે.