રેલવે બાદ ફ્લાઇટ પર સરકારનો મોટો નિર્ણય, આ તારીખ સુધી નહિં થાય ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ

ભારતમાં 15 જૂલાઈ સુધી નહીં શરૂ થાય કોઈપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ

image source

કોરોના વાયરસ મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ સર્વિસ બંધ છે. હવે કેન્દ્ર સરકારે આ અંગે જાહેરાત કરી છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ આગામી 15 જૂલાઈ સુધી હજી બંધ રહેશે. પરંતુ ડોમેસ્ટિક હવાઈ સેવા ચાલુ રહેશે. જોકે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો આદેશ કાર્ગો વિમાન અને ડીજીસીએની માન્યતા પ્રાપ્ત સ્પેશિયલ વિમાન પર લાગુ બનશે નહીં.

image source

કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં પોતાનો કાળો કહેર વરસાવી રહ્યો છે. એવા સમયે ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં 22 માર્ચે જનતા કરફ્યુ લાદયા બાદ આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 24 માર્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ 23 માર્ચથી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર તો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

પહેલા કરેલા નિર્ણય મુજબ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફક્ત એક સપ્તાહ માટે એટલે કે 29 માર્ચ સુધી જ બંધ રહેવાની હતી પરંતુ પછીથી જેમ જેમ લોકડાઉન લંબાવવામાં આવ્યું તેમ તેમ તેની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ રાખવાનો નિર્ણય પણ લંબાવવામાં આવ્યો હતો.

image source

ફક્ત ફ્લાઇટ્સ જ નહીં પણ રેલવે સેવા પણ બંધ છે. રેલવે મંત્રાલયેએ ગુરૂવારે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ સુધી ટ્રેનોનું નિયમિત રીતે સંચાલન થશે નહીં. આ દરમિયાન ફક્ત સ્પેશિયલ ટ્રેનો જ ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલયના જૂના આદેશ પ્રમાણે 30 જૂન સુધી ટ્રેનોનું સંચાલન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આવામાં જો કોઈએ 1 જૂલાઈથી 12 ઓગસ્ટ સુધી ટિકિટ બૂક કરાવી હશે તો તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

કેટલાંક રુટ પર મળી શકશે ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી

image source

સરકારે 15 જૂલાઈ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે પણ કેટલાંક રુટ માટે ફ્લાઈટની સરકાર પરવાનગી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ ના વધે તે માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકડાઉનની શરૂઆતમાં ડોમેસ્ટિક ફ્લાઈટ પણ બંધ રાખવામાં આવી હતી. જો કે 25 મેંથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે.

ગયા અઠવાડિયે જ સિવિલ એવિએશન મંત્રી હરદીપ સિંહ પુરીએ નિવેદન આપ્યું હતું કે ભારત જુલાઈ મહિનામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા અંગે નિર્ણય કરી શકે છે. તેઓએ કહ્યું હતું કે પરિસ્થિતિ મુજબ જે તે નિર્ણય લેવામાં આવશે.

image source

ઈન્ટરનેશનલ ફ્લાઈટ ત્યારે જ શરૂ કરી શકાય જ્યારે અન્ય દેશ પણ એ માટેની મંજૂરી આપે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત