જો જગન્નાથજી રથયાત્રાના દિવસે બહાર ના નિકળ્યા હોત તો 12 વર્ષ સુધી…જાણો શું છે આ પરંપરા તમે પણ

જો જગન્નાથજી રથયાત્રાના દિવસે બહાર નહીં નીકળે તો 12 વર્ષ સુધી બહાર નહીં નીકળી શકે – પરંપરા કંઈક આ પ્રમાણે છે

કેટલીક શરતોને આધિન અષાઢી બીજના દિવસે જગન્નાથ પુરીમાં ભગવાનની રથયાત્રા કાઢવાની મંજૂરી સુપ્રિમ કોર્ટ દ્વારા છેવટે મળી ગઈ છે. અને આ લખાઈ રહ્યું છે ત્યારે તો રથયાત્રા શરૂ પણ થઈ ગઈ હશે. સૂપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે માત્ર પુરીમાં જ આ રથયાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય પણ રથયાત્રા નહીં નીકળે તેની ખાસ સૂચના આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે મંદિર, કમિટિ, કેન્દ્રસરકાર અને રાજ્ય સરકારના કો-ઓર્ડિનેશનમાં રથયાત્રા કાઢવામાં આવશે પણ તેની સામે લોકોનું સ્વાસ્થ્ય જરા પણ જોખમમાં મુકાવું જોઈએ નહીં.

image source

યાત્રામાં કોઈ પણ શ્રદ્ધાળુ દર્શન માટે આવી શકશે નહીં

ઉપર જણાવ્યું તેમ સુપ્રિમ કોર્ટે કડક સૂચન સાથે જણાવ્યું છે કે પુરી સિવાય રાજ્યમાં બીજે ક્યાંય પણ રથયાત્રા થવા દેવામાં આવશે નહીં. સૂપ્રિમ કોર્ટના નિર્ણય પહેલાં કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી કે શ્રદ્ધાળુઓની હાજરી વગર રથયાત્રા આયોજિત થઈ શકે છે. સરકાર તરફથી રજૂઆત કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલમાં જણાવ્યું હતું કે.

image source

આ રથયાત્રા સાથે કરોડો શ્રદ્ધાળુઓની લાગણી તેમજ આસ્થા જોડાયેલી છે. તેમજ જો ભગવાન જગન્નાથ જો અષાઢી બીજના દિવસે નગરયાત્રા પર નહીં નીકળે તો પરંપરા મુજબ આવનારા 12 વર્ષ સુધી તેઓ નહીં નીકળી શકે. સોલીસિટર જનરલે રજૂઆત કરી હતી કે જો એક દિવસનો કર્ફ્યુ લગાવીને રથયાત્રા કાઢવામાં આવશે તો યોગ્ય રહેશે.

સુપ્રીમ કોર્ટને પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સર્સવતીએ અપીલ કરી

બીજી બાજુ રથયાત્રાના પક્ષે ઓરિસ્સા સરકાર પણ ઇચ્છતી હતી કે રથયાત્રાની પરંપરા ટૂટે નહીં અને સુપ્રિમ કોર્ટ જણાવે તે શરતોને આધિન રહીને રથયાત્રાનું આયોજન થાય. તેમના દ્વારા કરવામાં આવેલી અપિલમાં જણાવવામાં આવ્યું હતું અને સુપ્રિમ કોર્ટને અપિલ કરવામાં આવી હતી કે બદલાયેલા રૂપમાં કોર્ટ તેમને રથયાત્રા કાઢવાની મંજૂરી આપે.

image source

તેમણે એવું પણ જણાવ્યું હતું કે રથયાત્રા માટે આખાએ શહેરને શટડાઉન કરીને જિલ્લામાં આવતા બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ મુકીને રથયાત્રાનું આયોજન કરવામાં આવે. રાજ્ય સરકાર પહેલાં પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ રથયાત્રા કરવા દેવા બાબતે સુપ્રિમ કોર્ટને અપિલ કરી હતી અને તેમનો નિર્ણય બદલવા અરજ કરી હતી.

સુપ્રિમ કોર્ટે આમ કહીને રથયાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો

image source

સુપ્રિમ કોર્ટે પ્રથમ ચૂકાદામાં જણાવ્યું હતું કે જો કોરોનાની મહામારીના આ સમયમાં રથયાત્રાની મંજૂરી આપવામાં આવશે તો ભગવાન તેમને માફ નહીં કરે તો તેની દલીલમાં મઠ તરફથી એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે જો પરંપરા તોડીશું તો શું ભગવાન માફ કરશે ? પણ છેવટે કડક શરતોને આધીન રહીને સુપ્રિમ કોર્ટે જગન્નાથ પૂરીની રથ યાત્રાને શ્રદ્ધાળુઓ વગર યોજવાની મંજૂરી આપી છે. અને હાલ તે શરતોને આધીન રહીને જ રથયાત્રા ચાલી રહી છે. જો કદાચ આ પરંપરા ન જળવાઈ હોત તો આવનારા 12 વર્ષ સુધી જગન્નાથજીની યાત્રા ન થઈ શકત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત