બિગ બોસના આ લવ બર્ડ્સ ના બની શક્યા રિયલ લાઈફમાં પાર્ટનર, અને થઇ ગયા અલગ..જેમાં નંબર 2 તો…

કહેવાય છે કે પ્રેમ છાનો રાખવાથી છાનો નથી રહેતો અને આ કહેવત રિયાલિટી શો બિગ બોસ માટે એકદમ ખરી પડે છે. બોગ બોસની દરેક સીઝનમાં કોન્ટ્રોવર્સી સાથે પ્રેમ પણ ભરપૂર પ્રમાણમાં પીરસાય છે. અહીંયા આવેલા પ્રતિસ્પર્ધી એકબીજાના પ્રેમમા પડી જાય છે. અને પછી એમના વચ્ચેની લવ કેમેસ્ટ્રી બિગ બોસ માટે ઘણી બધી ટીઆરપી ભેગી કરી લે છે. જ્યાં સુધી આ કપલ બિગ બોસમાં હોય છે ત્યાં સુધી તો એમનો પ્રેમ બરાબર છવાયેલો હોય છે પણ શોમાંથી બહાર આવતા જ આ જોડીઓ તૂટી જાય છે.

image source

બિગ બોસ 14માં પણ એવી જ જોડી ચર્ચામાં છે અને એ જોડી છે અલી ગોની અને જસમીન ભસીનની. અલી અને જસમીન પહેલા તો એકબીજાને બેસ્ટ ફ્રેન્ડ કહેતા હતા પણ પછી બંનેએ શોમાં સ્વીકાર્યું કે એ બંને એકબીજાને પ્રેમ કરે છે. અલી ગોની અને જસમીન ભસીન વચ્ચેની કેમેસ્ટ્રી બિગ બોસમાં જોવા જેવી હતી. હર કોઈ એમના વચ્ચેનો રોમાન્સ જોવા માંગે છે.

શાહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુકલા.

image source

બિગ બોસ 13માં પણ એવી જ જોડીની ચર્ચા ખૂબ જ થઈ હતી અને એ જોડી હતી શાહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુકલા. સિદ્ધાર્થ શુકલા અને પંજાબની કેટરીના કહેવાતી શહનાઝ ગિલની જોડીને બિગ બોસ 13માં સૌથી વધુ પસંદ કરવામાં આવી. શહનાઝે તો બધાની સામે આ વાતને મણિ4 લીધી હતી કે એને સિદ્ધાર્થ માટે પ્રેમ છે. સિદ્ધાર્થ પણ એનાથી ક્લોઝ થઈ ગયા હતા. બંનેની જોડી બિગ બોસમાં ખૂબ જ ચાલી. બહાર પણ બંને ઘણીવાર સાથે દેખાય છે પણ શોની અંદરવાળો રોમાન્સ હવે બિગ બોસમાંથી બહાર આવ્યા પછી ગાયબ થઈ ગયો છે. સિદ્ધાર્થ અને શહનાઝ હવે પ્રેમને બદલે મિત્રતાનો જ સંબંધ ધરાવે છે.

ગૌહર ખાન અને કુશાલ ટંડન.

image source

સિદ્ધાર્થ અને શહનાઝની જમે જ અન્ય એક જોડીના પ્રેમના કિસ્સા હંમેશા યાદ કરવામાં આવશે. બિગ બોસ સિઝન 8માં ચર્ચિત જોડી હતી ગૌહર ખાન અને કુશાલ ટંદનની. કુશાલ અને ગૌહર શોમાં મળ્યા અને એકબીજાને પ્રેમ કરી બેઠા. બંને વચ્ચેનો પ્રેમ એકદમ રિયલ લાગતો જતો. શો દરમિયાન બંનેનો પ્રેમ ખૂબ જ ચર્ચામાં રહ્યો. એટલે સુધી કે શોમાંથી બહાર આવ્યા પછી પણ ગૌહર અને કુશાલ સાથે દેખાયા. થોડા દિવસ પછી ખબર પડી કે ગૌહર અને કુશાલનું બ્રેકઅપ થઈ ગયું. ગૌહર હવે જૈદ દરબાર સાથે લગ્ન કરી ચુકી છે અને કુશાલ હજી પણ સિંગલ છે.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી.

image source

બિગ બોસ સિઝન 7માં જ ગૌહર અને કુશાલની જેમ જ તનીષા મુખર્જી અને અરમાન કોહલીની જોડી પણ પ્રેમમાં હતી. તનીષા અને અરમાન શો દરમિયાન એકબીજાની નજીક આવ્યા અને પછી એમને પ્રેમ થઈ ગયો. શોમાં તનીષા શાંત અને સરળ સ્વભાવમાં દેખાઈ તો અરમાન કોહલી પોતાના ગરમ મિજાજ સ્વભાવના કારણે હંમેશા ટ્રોલ થતા રહ્યા. દર્શકોએ શોની અંદર તનીષાને અરમાનની નજીક ન જવાની સલાહ પણ આપો પણ તનીષા ન માની. શો દરમિયાન બંને લવબર્ડ્સની જેમ રહ્યા પણ શો પછી તનીષાએ અરમાન કોહલી સાથે બ્રેકઅપ કરી લીધું. તનીષાએ કહ્યું કે અમે બંને અલગ સ્વભાવના વ્યક્તિ ચર અને અમારું સાથે રહેવું મુશ્કેલ છે.

વીણા મલિક અને અસ્મિત પટેલ.

image source

બિગ બોસની દરેક સિઝન કોઈને કોઈ કોન્ટ્રોવર્સીમ સાથે જોડાયેલી છે. બિગ બોસ સિઝન 4માં પણ વીણા મલિક અને અસ્મિત પટેલની લવ સ્ટોરી અને બિગ બોસ હાઉસમાં એમની ઇન્ટિમસીને ખૂબ જ બતાવવામાં આવી. પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક અને બૉલીવુડ એકટર અસ્મિત પટેલ વચ્ચેની નજદીકિયા ચર્ચામાં રહી. બિગ બોસ હાઉસમાં એમને ઘણા વિવાદાસ્પદ સીન આપ્યા. બંનેને શોમાં જોઈને લાગી રહયુ હતું કે એ એકબીજા વગર રહી જ નહીં શકે. પણ બિગ બોસ સિઝન 4ના પુરા થઈ ગયા પછી એમનો આ પ્રેમ પણ પૂરો થઈ ગયો. બિગ બોસ શોની બહાર બંને વચ્ચે એટલી નફરત ભરાઈ ગઈ કે બંને એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર નહોતા.

ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના.

image source

અસ્મિત પટેલીની જેમ જ ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના બિગ બોસ હાઉસમાં એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ખબર હતી કે બિગ બોસ સિઝન 8માં આવતા પહેલેથી જ કરિશ્મા અન્ય કોઈ વ્યક્તિ સાથે રિલેશનમાં હતી. પણ બિગ બોસના ઘરમાં એમને ઉપેન પટેલ સાથે પ્રેમ થઈ ગયો. ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાએ શોમાં પોતાના પ્રેમનો એકરાર કર્યો. એમની લવ કેમેસ્ટ્રીને શોમાં ઘણી પોપ્યુલરિટી મળી. દર્શકો એમની જોડીને ખૂબ જ પસંદ કરતાં હતાં. બિગ બોસ શો પછી પણ થોડા સમય સુધી ઉપેન અને કરિશ્મા રિલેશનમાં હતા પણ પછી બંનેના બ્રેકઅપની ખબર આવી.

ગૌતમ ગુલાટી અને ડાયન્ડ્રાં સોરેસ.

image source

કરિશ્મા અને ઉપેનની જેમ જ બિગ બોસ સિઝન 8માં એક જોડી ચર્ચામાં આવી હતી એ જોડી હતી ગૌતમ ગુલાટી અને ડાયન્ડ્રા સોરેસની. ખબર હતી કે શોમાં દેખાવા અને શો જીતવા માટે ગૌતમે પ્રેમ કર્યો હતો. ગૌતમ હંમેશા શોમાં કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા હતા. ક્યારેક પોતાના શર્ટલેસ અવતારમાં તો ક્યારેક ડાયન્ડ્રા સાથે ઇન્ટિમેટ થતા. ગૌતમ અને ડાયન્ડ્રાની લવ સ્ટોરી ડ્રામા પણ બિગ બોસમાં ઘણો ચાલ્યો. ઓન જેવું બિગ બોસ ખતમ થયું ગૌતમે ડાયન્ડ્રા સાથેના પોતાના સંબંધ વિશે મોઢું સીવી લીધું. બિગ બોસના ઘરમાં જ ગૌતમે કહ્યું હતું કે આ બાબત સિરિયસ નથી અને એ ત્યાં જ લગ્ન કરશે જ્યાં એમની માતાની મરજી હશે. બિગ બોસની દરેક સિઝન સાથે કોઈને કોઈ કોન્ટ્રોવર્સી જોડાઈ જાય છે. લગભગ દરેક સીઝનમાં ઘણી જોડીઓ બની જેને જોઈને લાગતું હતું કે હંમેશા માટે એકબીજાના થઈ જશે. પણ એવું થયું નહિ અને હવે આ જોડીઓ પોતાની અલગ અલગ દુનિયામાં ખુશ છે. પણ એ કહેવું ખોટું નથી કે બિગ બોસ ભલે રિયાલિટી શો છે પણ અહીંયા સંબંધો રિયલ કરતા વધુ ફેક લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!