બાળકોને કોરોનાનો ચેપ લાગતાં ખળભળાટ, અમદાવાદમાં લાગ્યો આટલા બાળકોને કોરોનાનો ચેપ, જાણો અને ચેતો તમે પણ

હાલ આખા દેશના કોરોનાની બીજી લહેરે ભારે ત્રાસ ફેલાવ્યો છે. કોરોનાના કેસ દિવસેને દિવસે વધી જ રહ્યા છે. એવામાં હવે ગુજરાતમાં મોટા પ્રમાણમાં બાળકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે એનાથી ખળભળાટ મચી ગયો છે.

image source

અમદાવાદના ચંદલોડિયામાં એક 9 વર્ષનું બાળક કોરોના વાયરસથી સંક્રમિત થયું છે. હાલ આ કોરોના સંક્રમિત બાળકને ઘરે જ આઇસોલેટ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 3 દિવસ પહેલા આ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો એ બાદ પરિવારે ચાઈલ્ડ સ્પેશ્યલિસ્ટ ડોકટરનીની સલાહ અનુસાર આ બાળક સારવાર શરૂ કરી છે.

ગુજરાતના અમદાવાદ શહેરમાં બાળકોમાં કોરોના સંક્રમણ ના કેસ સતત વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ 11 વર્ષથી નાના છ કોરોના પોઝિટિવ બાળકોને એડમિટ કરવામાં આવ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. સિવિલમાં કોરોના પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આંકડો 540ની ઉપર પહોચી ગયો છે. આ વખતર બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મુકાયા છે.

image source

કોરોના વાયરસે આ વખતે બાળકોને ઝપેટમાં લીધા છે જેના કારણે ડોકટરો અને માતા પિતામા ચિંતા છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. સિવિલમાં પોઝીટીવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ડૉ, રજનીશ પટેલે જણાવ્યું હતું કે સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે. જ્યાં સુધી લોકો જાગૃત નહિ થાય ત્યાં સુધી કોરોનાનો અંત નહીં આવે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

image source

જો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં કુલ 246 બાળકોને કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2020માં એક વર્ષથી પાંચ વર્ષના 5 બાળકોને કોરોના થયો હતો. જ્યારે વર્ષ 2021માં એકથી પાંચ વર્ષના 4 બાળકોને કોરોના થયો છે. રાજકોટમાં હાલમાં 3 બાળકોની સારવાર ચાલી રહી છે.

એવામાં હવે વડોદરાથી પણ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.. વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની ઓ.પી.ડી.માં રોજ ૫ બાળકો કોરોના પોઝિટિવ આવે છે, તેમ પીડિયાટ્રિક વિભાગ વડાએ જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. શીલા ઐયરે માહિતી આપી હતી. આ સ્થિતિને પહોંચી વળવા બાળકોની સારવાર માટે નવું કોવિડ કેર ઉભું કરાયું છે.

image source

હાલ બે જોડિયા બાળકો અને અન્ય એક બાળક આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. બીજા કોરોના પોઝિટિવ બાળકોને હોમ કોરેન્ટાઇન
કરાયાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *