કોરોનામાં અમદાવાદની સ્થિતિ ખરાબ: એક દિવસમાં કેસ અને મોતનો આંકડો જાણીને ફાટી જશે આંખો, આ પરિસ્થિતિમાં ખાસ લો પોતાની કાળજી

કોરોના વાયરસ મહામારી દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગુજરાતમાં કોરોના હવે દિવસે ને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ કોરોના પોઝિટિવ કેસના આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે.

image source

એવામાં રાજ્યના અમદાવાદમાં પણ કોરોનાએ પોતાનો કહેર વરસાવવાનું ચાલુ રાખ્યું છે. અમદાવાદમાં કોરોનાને કારણે સતત માઈક્રો
કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં 417 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન હેઠળ છે જેમાં પૂર્વ વિસ્તારમાં રેકોર્ડબ્રેક માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનનો સમાવેશ થયો છે એટલું જ નહીં વટવા, વસ્ત્રાલ, રામોલ, મણિનગર, દાણીલીમડામાં કોરોનાના ઘણા બધા કેસ સામે આવ્યા છે

image source

અમદાવાદના ઘોડાસરની નવરચના સોસાયટીમાં 45 ઘર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે દાણીલીમડાના 85 ઘરમાં રહેતા 416 લોકો માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સામેલ છે અને બોડકદેવના એક અપાર્ટમેન્ટના 23 ઘર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,206 નવા કેસ નોંધાયા છે અને કોરોના સંક્રમણના કારણે 121 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ 4,339 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,46,063 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

image source

અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

ગઇકાલની સરખામણી કરીએ તો આજે કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ કોરોનાના કારણે
મૃત્યુ પામતા લોકોની સંખ્યાનક આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 353 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 76,500 પર પહોંચ્યો છે.

image source

ગુજરાતના લગભગ બધા જ જિલ્લાઓ કોરોનાની ઝપેટમાં છે. પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કેસમાં અમદાવાદ સુરત બાદ હવે રાજકોટ જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 764 કેસ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 86 કેસ નોંધાયા છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 485 નવા કેસ નોંધાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!