દીકરા અભિષેક બચ્ચનની મધર્સ ડે પોસ્ટ પર જયા બચ્ચને આ રીતે આપ્યો જવાબ, જોઇ લો ક્લિક કરીને અંદરની તસવીર

દીકરા અભિષેક બચ્ચનની મધર્સ ડે પોસ્ટ પર જયા બચ્ચને આ રીતે આપ્યો જવાબ

image source

ગત રવિવારના રોજ એટલે કે 10મી મેના રોજ મધર્સ ડેની ઉજવણી સમગ્ર ભારતે કરી હતી. અને આ અવસર પર સામાન્ય માણસોથી લઈને બોલીવૂડ સેલેબ્રીટીઓએ પણ પોતાની માતા સાથેની તસ્વીરો શેર કરી તેમને પણ મધર્સ ડે માટે વિશ કર્યું હતું. જેમાં અમિતાભના સુપુત્ર અભિષેક બચ્ચનનો પણ સમાવેશ થાય છે.

અભિષેક બચ્ચને માતા જયા બચ્ચને વિશ કરી હતી. તેમણે આ દરમિયાન એક ખૂબ જ જુની તસ્વીર શેર કરી હતી. જેનો જયા બચ્ચને એક મિમ દ્વારા જવાબ આપ્યો હતો. આ મીમ ખરેખર ખૂબ જ યોગ્ય હતું. અભિષેક બચ્ચને આ મીમ ફેન્સ સાથે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યું છે. આ મીમ જયા બચ્ચને તેમને મોકલ્યું છે. તસ્વીરમાં એક મોમોઝ વેચનારો પોતાની લારી સાથે જોઈ શકાય છે. તેની લારી પર જે લખવામાં આવ્યું છે, તેમાં ઘણી બધી સ્પેલિંગની ભૂલો છે. મીમ શેર કરતા અભિષેકે લખ્યું છે કે કાલે મેં જે મધર્સ ડે પોસ્ટ મારા માતા માટે કરી હતી, તેના જવાબમાં તેમણે મને આ મોકલ્યું છે. તેમની સેન્સ ઓફ હ્યુમર ગેમ એકદમ યોગ્ય છે અને તે પણ બરાબર નિશાના પર છે.

image source

તમને જણાવી દઈએ કે મધર્સ ડેના અવસરે તેણે જયા બચ્ચનની ખૂબ જસુંદર તસ્વીર ફેન્સ સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. તસ્વીર શેર કરતા અમભિષેક બચ્ચને લખ્યું હતું, ‘માં, તમને મધર્સડેની શુભકામનાઓ.’ આ પહેલાં જયા બચ્ચનના જન્મ દિવસ પર પણ અભિષેકે સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી અને તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે હાલ લોકડાઉનના કારણે જયા બચ્ચન પોતાના કુટુંબથી દૂર દીલ્લીમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક ઉપરાંત ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સે પોતાની માતાઓને મધર્સ ડે પર વિશ કરતી તસ્વીરો શેર કરી હતી, જેમાં કાર્તિક આર્યાન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ, સલમાન ખાન, એશા દેઓલ, સારા અલી ખાન, કાજોલ, વિજય દેવરાકોંડા વિગેરેનો પણ સમાવેશ થાય છે.

image source

અભિષેકના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે આવનારી વેબ સીરીઝ ‘બ્રીધ સીઝન 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સાથે સાથે તે બોબ બીસ્વાસનું શૂટિંગ પણ કરી રહ્યા છે, જે વિષે તેણે પોતાના ફેન્સને સોશિયલ મિડિયા દ્વરા જાણકારી આપી હતી. જો કે હાલ લોકડાઉનના કારણે સમગ્ર વ્યવસાયો ઠપ પડ્યા છે જેમાં બોલીવૂડનો પણ સમાવેશ છે માટે કોઈ જ શૂટિંગ પણ ચાલુ નથી બધા બોલીવૂડસ્ટાર્સ ઘરે જ પુરાઈ રહ્યા છે.

Source : live Hindustan 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત