કુંદ્રા પર ક્રાઈમ બ્રાન્ચનો કહેરઃ 2 બેંક એકાઉન્ટ કર્યા સીલ, જાણો કેટલી રકમ જમા હતી ખાતામાં

રાજ કુન્દ્રા પર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 2 બેન્ક એકાઉન્ટ કરવામાં આવ્યા સિઝ, ખાતામાં જમા હતા આટલા રૂપિયા.

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં અરેસ્ટ થયેલા રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી જ રહી છે. હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રા પર મોટી કાર્યવાહી કરવા માટે એમના સીટી બેન્ક અને કોટક મહિન્દ્રા બેંકના ડેબિટ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે.

image source

કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટમાં રાજ કુન્દ્રાના 1 કરોડ 13 લાખ રૂપિયા જમાં હતા જેને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ કુન્દ્રાને એપ્પલ કંપનીમાંથી 1.64 કરોડ રૂપિયા મળ્યા છે જ્યારે ગૂગલ પાસે હજી પેમેન્ટની જાણકારી આવવાની બાકી છે.

ક્રાઈમ બ્રાન્ચના સોફ્ટ પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલા બધા જ એ વિકતીમ્સને અપીલ કરી છે જે હજી સુધી સામે નથી આવ્યા. તમને જણાવી દઈએ કે 26 જુલાઈના રોજ જ એક વિકટીમ ક્રાઈમ બ્રાન્ચની સામે આવી હતી અને એને પોતાનું સ્ટેટમેન્ટ પણ ક્રાઈમ બ્રાન્ચને આપ્યું છે.

image source

24 જુલાઈને રોજ રાજ કુન્દ્રાની ઓફીસ પર કરવામાં આવેલી રેડમાં ફોરેન ટ્રાન્જેક્શન સાથે જોડાયેલી ફાઇલ મળી છે. રાજ કુન્દ્રાના મોબાઈલ અને રાયનની mac bookથઈ હોટશોટ્સના રેવેન્યુ અને પેમેન્ટ્સ સાથે જોડાયેલા ચેટ્સ મળ્યા છે. એનાથી ખબર પડી કે ઘણા બધા ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન પણ કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે ફોરેન્સિક ઓડિટર એપોઇન્ટ કર્યો છે જે હજી આ અંગે તપાસ કરી રહ્યા છે

રાજ કુન્દ્રાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાને પોર્ન ફિલ્મ બનાવવના આરોપમાં 19 જુલાઈના રોજ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. એ પછી 20 જુલાઈએ કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ હીરાસ્તમાં મોકલી દીધા હતા. એ પછી એને વધારીને 26 જુલાઈ કરી દેવામાં આવ્યું હતું.

image source

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે પોલીસ રાજ કુંદ્રાને તેના ઘરે લઈ ગઈ હતી. ટીમે તેના ઘરમાં શોધખોળ કરતી હતી અને શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ નોંધ્યું હતું. અશ્લીલ ફિલ્મો બનાવવાના કાંડમાં પતિનું નામ આવતાં દુઃખી શિલ્પા રાજ કુંદ્રાની સામે જ રડી પડી હતી અને કહ્યું હતું કે, ‘ઉપરવાળાએ બધું આપ્યું છે તો એવી શું જરૂર હતી, કે આ બધું કરવું પડ્યું? તેનાથી પરિવારનું નામ પણ ખરાબ થયું અને મારે પણ ઘણા પ્રોજેક્ટ છોડવા પડ્યા’.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કેસમાં શિલ્પા શેટ્ટીની સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેની બે વખત પૂછપરછ કરવામાં આવી હતી- એકવાર પોલીસ સ્ટેશનમાં અને બીજીવાર શુક્રવારે તેના ઘરે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અશ્લીલ ફિલ્મો બનાવવામાં પતિના હાથ અંગે એક્ટ્રેસને જાણ હતી કે નહીં તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.