રડી પડાય એવો વીડિયો વાયરલ, બે ટંકની રોટલી માટે દાદા ફૂટપાથ પર વગાડી રહ્યાં છે વાયોલિન, ટેલેન્ટ તો જુઓ

બેરોજગારી એ કોરોના સમયગાળામાં મોટી સમસ્યા બની છે. કારણ કે લોકો કામ કરવા માગે છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે તેમને કામ મળી રહ્યું નથી. લોકડાઉનમાં એક તો નોકરી નહોતી મળતી અને ઉપરથી ઘણા લોકોની નોકરી છીનવી લેવામાં આવી. હવે વધતી મોંઘવારીએ લોકોને પડતાં પર પાટુ માર્યું છે. તેથી જ મોટાભાગના લોકો કાં તો નાનો ધંધો કરી રહ્યા છે અથવા તો તેમની પ્રતિભાના આધારે બે ટાઈમની રોટલી કમાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

image source

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળના એક સંઘર્ષશીલ વૃદ્ધ વ્યક્તિને જીવનનિર્વાહ માટે ફૂટપાથ પર વાયોલિન વગાડીને લોકોનું મનોરંજન કરતા હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોને 14 જુલાઈએ ટ્વિટર યુઝર આરીફ શાહ (@aarifshaah) દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળના આ વૃદ્ધ વ્યક્તિની પ્રતિભા જુઓ.’ આરીફે આગળના ટ્વિટમાં કહ્યું, ’78 વર્ષના વૃદ્ધ દાદા કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હવે તે પશ્ચિમ બંગાળની ફૂટપાથ પર લોકોનું મનોરંજન કરે છે.

image source

દોઢ મિનિટના આ વીડિયોમાં દાદા વાયોલિન પર બોલિવૂડના બે ગીતો વગાડતા નજરે પડે છે. પહેલું ગીત ‘એક હસીના થી, એક દીવાના થા…’ ગીત વગાડી અને પછી ‘દીવાના હુ બાદલ’ ગીત એટલા પ્રેમથી વગાડે છે. જે વ્યક્તિ પણ આ સાંભળે તે સાંભળતું જ રહે એવું સરસ રીતે આ દાદા વગાડી રહ્યાં છે.

નોંધનીય છે કે ગયા મહિને પશ્ચિમ બંગાળના ફૂટપાથ પર વાયોલિન વગાડતા એક વૃદ્ધ વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ લોકોએ મદદનો હાથ પણ લંબાવી દીધો હતો. એવું કહેવામાં આવ્યું કે આ બાબા એક કલાકાર છે જે સંઘર્ષ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તે કોલકાતામાં લોકોનું મનોરંજન કરી રહ્યા છે. દાદાનું નામ ભોગોબન માલી છે, જે ગિરીશ પાર્ક નજીક રહે છે. ત્યારે હવે એ જ રીતે બીજા દાદાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

image source

તો વળી એક તરફ કોરોનામાં વૃદ્ધાશ્રમમાં જનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગુજરાતના આંકડા સામે આવ્યા એ પ્રમાણે જો વાત કરીએ તો મળતી માહિતી મુજબ રાજ્યનાં બધા શહેરોના વૃદ્ધાશ્રમમાંથી મળેલા છેલ્લા દોઢ વર્ષના આંકડા ઘણાં ચોંકાવનારા સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 355 વૃદ્ધાશ્રમો આવેલા છે. આ પૈકી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 52 વૃદ્ધાશ્રમોમાંથી મળતી જાણકારી મુજબ કોરોનાકાળ પહેલાં આ વૃદ્ધાશ્રમોમાં 2310 વૃદ્ધ રહેતાં હતા. આ પછી જ્યારે તેનો આંકડો હવે વધીને 3520 સુધી પહોંચી ગયો છે.