હવે ઇ-મેમો નહિં ભરો તો વાહન થઈ જશે ડિટેઇન, સાથે લાયસન્સ પણ થઇ જશે રદ્દ, જાણો SPએ પોલીસને શું આપ્યા આદેશો

ગુજરાતના અન્ય મોટા જિલ્લાઓની જેમ જ જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં સીસીટીવી કેમેરા આધારે વોચ રાખવામાં આવે છે અને શહેર વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવામાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા ઇ-ચલણ  ઇસ્યુ કરવામાં આવે છે અને આ રીતે વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે.

image source

એવામાં હવે ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરુદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા વાહન ડીટેઈન કરવા તથા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ ચલણની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે, અને વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

image source

જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવામાં આવે છે. પરંતુ, અમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો તો એવા છે જેમના નામે બે બે અને ત્રણ ત્રણ ઇ મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ જ ધ્યાન આપતા નથી.

હવે પોલીસે ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકોના વાહન ડીટેઈન કરવાની તેમજ વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.

image source

તમારા નામે કોઈ ઇ ચલણ છે અને તમે એની ભરપાઈ કરવા માંગો છો તો તમે આ રીતે કરી શકો છો.

આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસ વાહન ચેકીંગ દરમ્યાન પસાર થતા વાહનોના નંબર પોતાના મોબાઇલ ફેનમાંથી ચેક કરશે, અને જે તે વાહન ચાલકનુ ઇ-ચલણના દંડની રકમ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગયેલ હોય અને ભરપાઇ કરેલ નહિ હોય તેવા વાહનચાલકો વિરૂધ્ધ સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે.

image source

સૌથી પહેલાં વાત રોડ પરિવહન અને રાજ મંત્રાલયની ઇ-ચલણ વેબસાઇટ કરીએ. અત્રે નોંધનીય છે કે તેના ઉપયોગ દરમિયાન સાઇટ ગૂગલ ક્રોમમાં યોગ્ય રીતે કામ કરતી નથી. ક્રોમમાં સમસ્યા આવતી હોવાથી તમે તેને બીજા બ્રાઉજરમાં ઉપયોગ કરી શકો છો.

2) ઇ-ચલણ વેબસાઇટ ખુલ્યા બાદ Check Challan Status પર જાવ.

image source

3) ચલણ સ્ટેટ્સને ચેક કરવાના ત્રણ વિકલ્પ મળશે, એક ચલણ નંબર, બીજા વાહન નંબર અને ત્રીજો Driving License નંબર.

4) જો માન્ય ઇ-ચલણ મળશે તો તમારે નીચે દ્વારા ચલણ જોવા મળશે, સાથે જ ચૂકવણી માટે એક વિકલ્પ આપવામાં આવશે.

5) Pay Now પર ક્લિક કરતાં જ ચૂકવણી કરવા માટે રાજ્યની વેબસાઇટ ખુલી જશે.

6) ઇ-ચલણની ચૂકવણી માટે તમે પોતાના ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા પછી ઇન્ટરનેટ બેકિંગનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!