આ વેરિયંટથી વ્યક્તિ થાય સંક્રમિત તો જણાય છે આવા લક્ષણો, જાણો કેટલો છે ખતરનાક

કોરોનાની બીજી લહેર પૂર્ણ થયા બાદ વૈજ્ઞાનિકો દ્વારા ફરી એકવાર ત્રીજી લહેરનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેવામાં દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 42,618 લોકો સંક્રમિત થયા છે અને 366 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ એક જ વાત ચિંતાની નથી પરંતુ આ સાથે કોરોનાના નવા વેરિયન્ટે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

image source

કોરોના વાયરસ સામે આવ્યો છે ત્યારથી આ વાયરસમાં ઘણા પરિવર્તિન આવ્યા છે. જેમાં પહેલા આલ્ફા પછી ડેલ્ટા, લેમ્બડા વેરિયન્ટ સામે આવ્યા છે અને હવે સંશોધકોએ એક નવા વેરિયન્ટ વિશે જાણકારી આપી છે. જેનું નામ મ્યૂ છે. આ વેરિયન્ટ ઝડપથી ફેલાય છે અને સાથે જ તે રસીની અસરકારકતાને પણ ઘટાડી શકે છે.

image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, આ વેરિયન્ટ કોલંબિયામાં જાન્યુઆરી 2021 માં પ્રથમ વખત જોવા મળ્યો હતો. છેલ્લા સાત મહિનામાં 39 થી વધુ દેશ આ ભયાનક વેરિયન્ટની ચપેટમાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મ્યુ વેરિએન્ટ શું છે અને તે અન્ય વેરિએન્ટ્સ કરતાં કેટલું વધારે ખતરનાક છે.

મ્યુ વેરિએન્ટ કેટલો ચેપી ?

image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે આ વેરિએન્ટને વધુ સારી રીતે સમજવા માટે હજુ વધુ અભ્યાસની જરૂર છે. સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, જાન્યુઆરી 2021 માં કોલમ્બિયામાં તેની પુષ્ટિ થયા પછી માત્ર થોડા કેસ જ જોવા મળ્યા હતા. પરંતુ છેલ્લા 7 દિવસમાં ઝડપથી ફેલાવાને કારણે તે ચિંતાજનક બની શકે છે.

વાયરસના વેરિયન્ટ કેવી રીતે બને છે ?

image source

જ્યારે વાયરસની મૂળ જીનોમિક સિક્વન્સ બદલાય છે ત્યારે વાયરસના એક અલગ પ્રકારનો જન્મ થાય છે. વાયરસનું પરિવર્તન કરવું એ નવી વાત નથી, ફલૂની શરદી સહિત અન્ય વાયરસ પણ સમયાંતરે પરિવર્તિત થાય છે. તેથી જ વાયરસના નવા પ્રકારોને ટાળવા માટે નિષ્ણાંતો દર વર્ષે ફ્લૂ શોટ લેવાની ભલામણ કરે છે.

image source

કોરોના વાયરસના હજુ પણ વધુ વેરિયન્ટ સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ જેમ આ વાયરસ અલગ અલગ ક્ષેત્રમાં ફેલાય છે તેમ તેમ તેના નવા નવા વેરિયંટ ફેલાય છે. તેમાંથી કેટલાક વધારે સંક્રામક હોય છે તો કેટલાક ઓછા સંક્રામક હોય છે.