આ લોકપ્રિય એપ દ્વારા પણ હવે કરી શકાશે પૈસાની લેવડ દેવડ

Whatsapp પેમેન્ટ સર્વિસને ભારતમાં નવેમ્બર 2020 માં લોન્ચ કરવામાં આવી હતી. તેને જૂન 2021 માં ઘણા ખરા યુઝરો એ રોલ આઉટ કરી હતી. હવે ભારતમાં બધા યુઝર્સ માટે whatsapp મોબાઈલ એપ્લિકેશન પર પેમેન્ટ સર્વિસ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. યુઝરને મોબાઈલ એપમાં ચેટ લિસ્ટની ઉપર પેમેન્ટ નોટિફિકેશન દેખાશે. એપ ની ઉપર એક બાજુ ખૂણામાં મોર એટલે કે ત્રણ ડોટસ પર ક્લિક કરવાથી ઓપન થનારા વિકલ્પો ના લિસ્ટ માં જવા પર યુઝરને whatsapp પેમેન્ટ સર્વિસ જોવા મળશે.

image source

Whatsapp પેમેન્ટ એક UPI બેઝડ સર્વિસ છે જે એક અલગ Whatsapp ઇન્ડિયા પેમેન્ટ પ્રાઇવસી પોલિસી અંતર્ગત છે. Whatsapp કમિટ કરે છે કે UPI ઇનેબલ્ડ પેમેન્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ભારતમાં ડેટા લોકલાઇઝેશન ગાઈડલાઈનની ફૂલ પરમીટમાં છે. તેમાં કહેવામાં આવ્યું છે કે Whatsapp UPI ટ્રાન્ઝેક્શન ડેટા એનક્રિપ્ટડ છે અને ભારતીય રિઝર્વ બેન્કની ગાઈડલાઈન મુજબ માત્ર ભારતમાં રહે છે. Whatsapp પેમેન્ટ સામાન્ય રીતે પૂછવામાં આવતા પ્રશ્નો અનુસાર, ફેસબૂક પાસે ક્લિયર ફોર્મેટ માં પેમેન્ટ ડેટા સુધી પહોંચ નથી.

Whatsapp ઇન્ડિયા જરૂરી પરમીટની પુરી દેખરેખ રાખે છે અને લાગુ કાયદાઓ અને રેગ્યુલેશનની પરમીટમાં Whatsapp પેમેન્ટના ગેરકાયદેસર ઉપયોગ રોકવા માટે રેગ્યુલેટરી એપૃવલ અંતર્ગત અમુક અપવાદો માટે UPI ટ્રાન્ઝેક્શન ડેટા શેયર કરી શકે છે. પેમેન્ટ સર્વિસ માટે Whatsapp કોઈ યુઝરના UPI પિનને કેપ્ચર કે સ્ટોર નથી કરતું જે NPCI દ્વારા જાહેર UPI ગાઈડલાઈનની પરમીટમાં છે. આ કસ્ટમરની પેમેન્ટ સેન્સેટિવ ડિટેલ જેમ કે વન ટાઇમ પાસવર્ડ ફૂલ અકાઉન્ટ નંબર કે કોઈ ડેબિટ કાર્ડ ડિટેલ સ્ટોર નથી કરતું.

Whatsapp પેમેન્ટને કઈ રીતે એક્ટિવેટ અને ઉપયોગ કરવું ?

image source

તમારા Whatsapp એપ પર આવતી નોટિફિકેશન પર જાવ. વૈકલ્પિક રીતે તમે વધુ વિકલ્પો (3 ડોટ) દ્વારા પેમેન્ટ રિસીવ કરી શકો છો. યુઝરને UPI નો સપોર્ટ વાળી ભારતીય બેંક સાથે પોતાના એક્ટિવ અકાઉન્ટની ડિટેલને વેરીફાઈ કરવાની જરૂર પડશે. અકાઉન્ટ સાથે લિંક કરવા માટે પ્રાઇમરી મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન માટે Whatsapp મોબાઈલ નંબર સાથે મેળ થવો જોઈએ.

image source

Whatsapp માં પોતાના બેંક અકાઉન્ટને જોડ્યા બાદ યુઝર પૈસા મોકલી તેમજ મેળવી શકે છે. યુઝરને પેમેન્ટની શરતો અને પ્રાઇવસી પોલિસીને એક્સેપ્ટ કરવાની રહેશે. તમને sms ના માધ્યમથી વેરીફાઈ કરવાની પરમિશન આપવી પડશે. માત્ર Whatsapp UPI દ્વારા સ્પોર્ટેડ બેંકોને લિસ્ટ કરવામાં આવશે. આપવામાં આવેલ બેંક અકાઉન્ટના લિસ્ટમાંથી જોડવા માટે તમારી બેંક પસંદ કરો.

Whatsapp માં લિંક ન થવાથી પૈસા કઈ રીતે મેળવવા

1. Accept payment પર ટેપ કરો

2. પેમેન્ટ શરતો અને પોલિસી પેજ પર, એક્સેપ્ટ કરો અને continue પર ટેપ કરો

3. sms દ્વારા વેરીફાઈ કરો ટેપ કરો

4. સર્વિસ તમારા Whatsapp નંબર સાથે જોડાયેલી બધી બેંક અકાઉન્ટને લિસ્ટ કરશે.

5. જોડવા માટે અકાઉન્ટને પસંદ કરો.

6. હવે Done પર ટેપ કરો.

image source

પૈસા મોકલવા માટે યુઝરે એક્સપાયરી ડેટ સાથે ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંક વેરીફાઈ કરવાના રહેશે

1. જે ચેટમાં ટ્રાન્ઝેક્શન કરવું હોય તેને ઓપન કરો.

2. એટેચ પર ટેપ કરો અને પેમેન્ટ પસંદ કરો.

3. તમારા ડેબિટ કાર્ડ નંબર ના છેલ્લા છ અંકને એક્સપાયરી ડેટ અને વેરિફાઇ કરો. પછી સેટ અપ યુપીઆઈ પીન સિલેક્ટ કરો

4. હવે વન ટાઇમ પાસવર્ડ એન્ટર કરો.

5. તમારો યુપીઆઈ પીન બનાવો અને એન્ટર કરો. સેટઅપ યુપીઆઈ પિન પર ટેપ કરો અને સબમિટ કરો.

6. યુપીઆઈ સેટ અપ કર્યા બાદ પર ટેપ કરો. અને હવે તમે અલગ-અલગ ચેટમાં એટેચ વિકલ્પ દ્વારા પેમેન્ટ કરી શકો છો. whatsapp દ્વારા પૈસા મોકલતા પહેલા યુઝર પાસે યુપીઆઈ પીન માંગવામાં આવી શકે છે. પૈસા માત્ર એ એકાઉન્ટ માં જ મોકલી શકાશે જેમા પેમેન્ટ સર્વિસ enable હોય.