ખાતા પહેલા કરી લો ચેકિંગ! કોફીથી લઇને મધમાં થાય છે મિલાવટ, હેલ્થને થાય છે આવા નુકશાન

કોફી પાવડરથી મધ, દરેક ચીજમાં મિલાવટ થઇ રહી છે. એટલું જ નહીં શક્ય છે કે તમે જે ચીજોને ખાઇ રહ્યા છો તેમાં મોટાભાગે મિલાવટ થાય છે. માર્કેટમાં મિલાવટી ચીજોની ભરમાર છે અને તેને ઓળખવાનું મુશ્કેલ છે. ત્યારે જો તમને કેટલીક ટ્રિક ખ્યાલ હશે તો તમે તેને ઓળખી શકો છો. માર્કેટમાં અનેક ચીજો વજન વધારવા માટે અને તેનો બ્રાઇટ કલર દેખાડવા માટે હાર્મફૂલ કેમિકલ્સની મિલાવટ સાથે વેચવામાં આવે છે. જે હેલ્થને નુકશાન કરે છે. તો જાણો કયા ખાદ્ય પદાર્થમાં શેની મિલાવટ કરાય છે અને તે હેલ્થને કઇ રીતે નુકશાન કરે છે. જાણો મિલાવટી અન્ય ચીજો અને તેના નુકશાનને…

કોફી પાવડર

image source

મિલાવટ- આમલીના બીજનો પાવડર

આ રીતે કરો ચેક

image source

એક ગ્લાસ પાણીમાં કોફી પાવડર નાંખો, આમલીના બીજનો ચૂરો તળિયામાં બેસી જશે.

નુકશાન

ડાયરિયા, પેટની તકલીફ, જોઇન્ટ પેન અને ઉબકા આવવા

મધ

image source

મિલાવટ- પાણી અને ખાંડ

આ રીતે કરો ચેક

કોટન બોલ માં મધ લો અને તેને સળગાવો. પાણી હશે તો તે સળગશે નહીં.

નુકશાન

શુગર લેવલ વધારે છે.

ચાની ભૂકી

મિલાવટ- યુઝ કરેલી ચાની ભૂકીમાં કલર્સ અને અરોમા વધારનારા કેમિકલ્સ મિક્સ કરાય છે.

આ રીતે કરો ચેક

image source

ફિલ્ટર પેપર પર થોડી ચાની ભૂકી રાખો અને પાણી છાંટો. મિલાવટવાળી જગ્યા પર કલર દેખાશે. તે કાગળને લાઇટમાં રાખો, મિલાવટનો ખ્યાલ આવી જશે.

નુકશાન

લિવર સંબંધી તકલીફ થઇ શકે છે.

હળદર અને દરેક પ્રકારની દાળ

મિલાવટ- મેટાનિલ યલો (યલો કલરની ડાઇ) અને કેસરી દાળ (બેન છે)

આ રીતે કરો ચેક

20 એમએલ પાણીમાં અડધી ચમચી બેસન અને ગળદર મિક્સ કરો. હાઇડ્રોક્લોરિક એસિડના કેટલાક ટીપાં મિક્સ કરવાથી તે પિંક કે વાયોલેટ થઇ જાય છે.

નુકશાન

કેંસર, પેટની બીમારી અને લૈથાઇરિઝમનો ખતરો રહે છે.

રાઇ કે રાઇનું તેલ

મિલાવટ- આર્જેમોન સીડ્સ (ભટકતૈયા, એક જગંલી છોડ)

આ રીતે કરો ચેક

આર્જેમોન સીડ્સ આંગળીથી થોડું પ્રેસ કરાય તો તે અંદરથી સફેદ દેખાય છે. જ્યારે અસલી રાઇ પીળી દેખાય છે.

નુકશાન

શરીરમાં સોજા આવે છે અને ઇમ્યુનિટિ સિસ્ટમને નબળી કરે છે.

કાળા મરી

image source

મિલાવટ- પપૈયાના બીજ (વજન વધારવા માટે)

આ રીતે કરો ચેક

70 ટકા ડાઇલ્યૂટ આલ્કોહોલમાં નાંખવાથી પપૈયાના બીજ તરે છે.

નુકશાન

લિવર અને પેટ સંબંધી સમસ્યા થાય છે.

લાલ મરચા પાવડર

image source

મિલાવટ- ઇંટનો ભૂકો અને લાલ રંગ

આ રીતે કરો ચેક

એક ગ્લાસ પાણીમાં આ પાવડર મિક્સ કરો. ઇંટનો ભૂકો હશે તો તળિયામાં બેસી જશે અને રંગ ઉપર તરશે.

નુકશાન

કિડની સ્ટોન અને કેંસરનો ખતરો રહે છે.

પનીર, માવો, કંડેસ્ડ મિલ્ક કે આઇસક્રીમ

મિલાવટ- સ્ટાર્ચ (10 ટકાથી વધારે નહીં)

આ રીતે કરો ચેક

20 એમએલ પાણીમાં થોડું ઉકાળો. ઠંડું થાય ત્યારે એક-બે ટીપાં આયોડિન સોલ્યુશન મિક્સ કરો. બ્લૂ થશે તો તેમાં સ્ટાર્ચ છે.

નુકશાન

પેટ સંબંધી તકલીફો થઇ શકે છે.

લીલા મરચાં, વટાણા અને અન્ય શાક

image source

મિલાવટ- મેલાકાઇટ ગ્રીન (બ્રાઇટ ગ્રીન કલરની ડાઇ)

આ રીતે કરો ચેક

શાક પર ફિલ્ટર પેપર ઘસો. પેપરમાં લીલો કલર દેખાય તો આ મેલાકાઇટ ગ્રીન મિક્સિંગનો સંકેત છે.

નુકશાન

કેંસર થવાનો ડર રહે છે.