જાણો LICના કર્માચારીઓને કેવી રીતે મળશે ફાયદો,સરકાર લેવા જઈ રહી છે આ મોટો નિર્ણય

કેન્દ્ર સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની એટલે કે જીવન વીમા નિગમ (એલઆઈસી) માં હિસ્સો વેચવા માટે સતત કામ કરી રહી છે. આ સંદર્ભમાં, હવે એલઆઈસીના કર્મચારીઓ અને અધિકારીઓ અંગે પણ મોટો નિર્ણય લઈ શકાય છે. આ સરકારી વીમા કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓને સ્ટોક વિકલ્પો પણ મળી શકે છે. જો કે, તેમને શેર પર ડિફરેશિંયલ વોટિંગ અધિકારોની સુવિધા મળશે નહીં. એલઆઈસીના જનરલ રેગ્યુલેશન્સ, 2021 હેઠળના નવા ધારાધોરણોમાં આનો ઉલ્લેખ છે. 22 જુલાઈ, ગુરુવારથી પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

image source

આ ધારાધોરણોમાં, મૂડી, શેર, અન્ય સરકારી સિક્યોરિટીઝ અને શેરહોલ્ડરોના સંદર્ભમાં, એવું કહેવામાં આવ્યું છે કે, ‘આ કોર્પોરેશન સમયાંતરે કેન્દ્ર સરકારની મંજૂરી લીધા પછી, ઈક્વિટી હોલ્ડ કરતા સભ્યો કે કર્મચારીઓને એમ્પ્લોઈડ બેનિફિટ સ્કીમ્સ દ્વારા શેર જારી કરીને, શેર કેપિટલ્સને પબ્લિક ઇશ્ય, રાઈટ ઈશ્યૂ કે પ્રીફરન્શિયલ અલાટમેન્ટ કે ખાનગી પ્લેસમેન્ટ અથવા બોનસ શેર જારી કરીને વધારી શકાય છે.

સેબી નિયમ શું કહે છે?

image source

કર્મચારીઓને શેર આધારિત લાભો આપતી યોજનાઓ અંગેના સેબીના નિયમોમાં કર્મચારી સ્ટોક વિકલ્પ યોજનાઓ, એમ્પ્લોઈ સ્ટોક પર્ચેજ સ્કીમ્સ, સ્ટોક અપ્રીસિયએશન રાઈટ્સ સ્કીમ્સ, જનરલ એમ્પ્લોઈ બેનિફિટ સ્કીમ્સ અને નિવૃત્તિ લાભો શામેલ છે.

શું હોય છે ઈસોપ (ESOP) છે

image source

જ્યારે કોઈ કંપની તેના સિનિયર કર્મચારીઓ અથવા અધિકારીઓને કોઈ વિશેષ પ્રક્રિયા હેઠળ શેર ખરીદવાની તક આપે છે, ત્યારે તેને એમપ્લોઈ સ્ટોક ઓપ્શન પ્લાન (ESOP) કહેવામાં આવે છે. આ શેર કર્મચારીઓને રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એક રીતે, કર્મચારીઓને શેર ખરીદવાનો અધિકાર મળે છે. જો કે, કર્મચારીઓ કંપનીના શેર ખરીદવા માટે બંધાયેલા નથી.

image source

આ જ મહિનામાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (સીસીઇએ) એ એલઆઈસીના આઈપીઓને મંજૂરી આપી દીધી છે. માનવામાં આવે છે કે ભારતીય બજારમાં આ અત્યાર સુધીની સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે. તેમ છતાં, તેની સમયરેખા વિશે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર સુધીમાં કોઈ નિર્ણય લઈ શકાય છે. સરકારે આઈપીઓ પહેલા જ એલઆઇસી એક્ટ, 1956 માં કરવામાં આવેલા તમામ સુધારાને નોટિફાઈ કરી દીધા છે. નોંધનિય છે કે એલઆઈસી ભારતની સૌથી મોટી સરકારી વિમા કંપની છે. આવી સ્થિતિમાં જો તેનો આઈપીઓ બજારમાં આવે છે તો તે એક શેર બજારમાં ટોચની કંપની બની જશે.