આ ખાસ મંત્રના જાપથી કરી લો શનિદેવને પ્રસન્ન, થઈ જશે અટકેલા કામ

શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. શનિદેવની પૂજા કરવાથી દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. સાથે જે લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે તેમાં પણ મોટી રાહત મળે છે.

image source

કહેવાય છે કે શનિદોષથી મુક્તિ માટે મૂળ નક્ષત્રયુક્ત શનિવારથી આરંભ કરીને 7 શનિવાર સુધી શનિદેવની પૂજા કરવાની સાથે વ્રત રાખવું. પૂર્ણ નિયમથી પૂજા કરવાથી અને વ્રત રાખવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે અને સાથે જ તમારા દુઃખ ખતમ થઈ જાય છે. શનિદેવના ક્રોધથી બચવું જરૂરી છે નહીં તો મનુષ્ય પર અનેક પ્રકારના દોષ લાગે છે.

image source

શનિદેવની પૂજા કરતી સમયે પણ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે, શનિમંત્રનો જાપ કરનારા વ્યક્તિનું મોઢું હંમેશા પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે શનિદેવને પશ્ચિમ દિશાના સ્વામી માનવામાં આવે છે. શનિદેવની પૂજામાં એ વાત પણ ધ્યાન રાખવી કે પૂજા કરનારા વ્યક્તિ અસ્વચ્છ ન હોય. પૂજા પાઠ પણ સાફ સુથરી જગ્યાએ અને મનથી કરવામાં આવે. આ સાથે જો આ ખાસ મંત્ર સાથે જાપ કરશો તો શનિદેવની કૃપા તમારા પર ચોક્કસથી વરસશે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે નીચે આપેલા મંત્રનો જાપ કરો તે જરૂરી છે.

image source

ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:

ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।

ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।

सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

image source

શનિદેવને પ્રસન્ન કરવા માટે આ મંત્ર જાપ સિવાય પણ તમારે અન્ય કેટલાક કામ કરી લેવા જરૂરી રહે છ. શનિદેવની પૂજામાં કાળા કે ભૂરા રંગની વસ્તુનોઉપયોગ શુભ રહે છે. સાથે શનિદેવને ભૂરા ફૂલ ચઢાવો. શનિ દેવની પૂજામાં કોઈ લાલ રંગની વસ્તુ ન ચઢાવો. લાલ કપડા, લાલ ફૂલ વગેરે. આ ચીજનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે, મંગળને શનિનો દુશ્મન માનવામાં આવે છે.

image source

આ સિવાય તમે પૂજા બાદ ખાસ કરીને શનિને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે શનિનું દાન એક અસરકારક માર્ગ છે. શનિની કૃપા મેળવવા માટે તમે લોખંડ, કાળા તલ, અડદ, કુલથી, કસ્તુરી, કાળા કપડાં, કાળા પગરખાં, ચાની પત્તી વગેરેનું દાન કરી શકો છો. આ સાથે જ વ્રતના શનિવારે અને અન્ય શનિવારે પણ પીપળાના ઝાડની આસપાસ સાત વાર કાચા દોરાને લપેટો. દોરાને લપેટતા સમયે શનિના મંત્રનો જાપ કરતા રહો. આ પછી દીપદાન કરો. આમ કરવાથી પણ શનિદેવની કૃપા તમારા પર બની રહેશે અને તમને સંકટમાંથી જલ્દી રાહત મળી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ