આ કારણે તમારા દાંતમાં થાય છે સડો, જાણો સડાને છૂ કરી દેતા આ ઘરેલું ઉપાયો વિશે

દિવસેને દિવસે વધતી બીમારીઓના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઓર વધારે સજાગ બની રહ્યા છે, પણ ઓરલ હેલ્થ પર ધ્યાન નથી આપી રહ્યા. આજે પણ કેટલાએ લોકો ભોજન કર્યા બાદ કોગળા કરવા તેમજ રાત્રે સુતા પહેલાં મોઢાની સફાઈ કરવાનું ભુલી જતા હોય છે અથવા તો અવગણતા હોય છે. સાથે સાથે એવા લોકોની પણ કમી નથી જેઓ પોતાના રૂટીનમાં આવી આદતોનો સમાવેશ નથી કરતા. પરિણામસ્વરૂપ ભવિષ્યમાં મોઢા સંબંધીત બીમારીઓનો સામનો કરવો પડે છે જેમાં દાંતમાં કેવીટી થવી એટલે કે સડાની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. તો આજે અમે તમને દાતમાં થતી કેવિટીના લક્ષણો તેની પાછળના કારણો અને તેના માટે ઘરેલુ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ.

દાતનો સડો શું છે ?

image source

મોઢામાં કેટલાએ પ્રકારના બેક્ટેરિયા હાજર હોય છે. તેમાંથી કેટલાક બેક્ટેરિયા મૌખિક સ્વાસ્થ્ય માટે સારા માનવામા આવે છે તો કેટલાક એવા પણ હોય છે જેના કારણે મોઢા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આ ખરાબ બેક્ટેરિયા મોઢામાં એસિડ બનાવે છે અને દાંતની નક્કક પરત એટલે કે એનેમલને નષ્ટ કરી નાખે છે. આ કારણે દાતમાં સડો થાય છે.

image source

દાંતમાં સડો એટલે કે ક્ષય થવાથી તેમાં નાના-નાના કાણા થઈ જાય છે જેને આપણે કેવિટિ કહીએ છીએ. આ સમસ્યા કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે, પણ બાળકોમા આ સમસ્યા સરળતાથી ઉભી થતી હોય છે. જો દાંતના સડાનો ઉપાય કરવામાં ન આવે તો તેના કારણે દાતમા પીડા, સંક્રમણ અને બીજા દાતમાં પણ તે સડો ફેલાવાનો ભય રહે છે.

કેવિટીના લક્ષણો

શરૂઆતમાં કેવીટીનું કોઈ જ લક્ષણ દેખાતુ નથી હોતું, પણ સમસ્યા વધવાથી કેટલાક લક્ષણો દેખાવાના શરૂ થાય છે જેમાં દાંતમાં હળવોથી ભારે દુખાવો, ખાદ્ય કે પછી પીણાથી દાંતમાં ઠંડુ કે ગરમ લાગવું, દાંત પર સફેદ કે ભૂરા રંગના ધબ્બા દેખાવા લાગવા, દાંતમાં કાણા દેખાવા લાગવા, મોઢામાં ઇન્ફેક્શન, જેનાથી દાતના પેઢા તેમજ ચહેરા પર સોજા આવવા અને ક્યારેક તો તેના કારણે તાવ પણ આવી જતો હોય છે.

કેવિટીના કારણો

image source

જ્યારે પણ આપણે કંઈ ખાઈએ કે પીએ છીએ ત્યારે કેટલાક અંશે આપણા દાંતમાં તેના અવશેષ અટકી  જતા હોય છે. દાંતની સફાઈ ન કરવાથી મોઢામાં હાજર બેક્ટેરિયા ખોરાકમાં હાજર શુગરમાંથી એસિડ બનાવે છે. આ એસિડ એક પીળા રંગની પરત તરીકે દાંતમાં જમા થવા લાગે છે, જેના કારણે કેવિટી થઈ જાય છે. તેની પાછળ બીજા કારણો પણ સમાયેલા છે.

image source

ચીકણા પદાર્શનું સેવન જેમ કે કેન્ડી, ચોકલેટ વિગેરે, શુગર તેમજ સ્ટર્ચવાળો ખોરાક કે પીણું પીવાથી જેમ કે દૂધ, સોડા તેમજ જૂસ વિગેરે એકધારા પીવાથી પણ દાતમાં સડો થઈ શકે છે. મોઢા અને દાતની  યોગ્ય સફાઈ ન કરવામાં આવી હોય, મોઢામાં ડ્રાઈનેસ એટલે કે મોઢામાં લાળની કમી થવાથી પણ દાતમાં સડો થઈ શકે છે.

હવે જાણીએ દાંતના સડા માટેના કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિષે

મીઠા અને પાણીનું મિશ્રણ

image source

તેના માટે તમને એક ચમચી મીઠુ એક ગ્લાસ ગરમ પાણીની જરૂર પડશે. તમારે આ બન્ને વસ્તુને મિક્સ કરી લેવી પછી હુંફાળા પાણીથી કોગળા કરવા. આ પ્રક્રિયા તમે દિવસમાં ત્રણ-ચાર વાર કરી શકો છો. મીઠાના પાણીનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી તે એન્ટીપ્લાક એજન્ટની જેમ કામ કરે છે. એટલે કે તે પ્લાકને ખતમ કરીને કેવિટીથી બચાવી શકે છે. તેના માટે 100 એમએલ પાણીમાં 4.7 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ એટલે કે ટેબલ સોલ્ટ મિક્સ કરીને કોગળા કરી શકો છો. જેનાથી પ્લાક અને હાનિકારક બેક્ટેરિયા દૂર થઈ જાય છે.

નાળિયેર તેલના કોગળા

image source

તેના માટે તમારે એક ચમચી શુદ્ધ કોલ્ડ પ્રેસ્ડ નાળિયેર તેલની જરૂર પડશે. હવે તમારે તે નાળિયેરના તેલને તમારા મોઢામાં રાખવાનું છે. લગભગ દસ મિનિટ સુધી તમારે તેને મોઢામાં ઘુમાવતા રહીને તેના કોગળા કરવાના છે. દસ મિનિટબાદ તમારે તેને થૂંકી દેવાનું છે. ત્યાર બાદ તમારે દાતને બ્રશ કરીને તેમજ ફ્લોસ કરી લેવા એટલે કે દાંત વચ્ચેની જગ્યાને પાતળા દોરાની મદદથી સાફ કરી લેવી. આ પ્રક્રિયા તમે રોજ કરી શકો છો.

નાળિયેર તેલનો ઉપયોગ દાંતની કેવીટીને દૂર કરવા માટે કરી શકાય છે. સંશોધન પ્રમાણે નાળિયેર તેલમાં લોરિક એસિડ હોય છે. તે લાળને મજબૂત એસિડ જેમ કે – સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બાઇકાર્બોનેટની સાથે મળીને પ્લાકને ઘટાડે છે અને દાંતની સફાઈમા મદદ કરી શકે છે. સંશોધનમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે કે લોરિક એસિડમાં એંટીમાઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સમાયેલા છે, જે કેવીટીને અટકાવીને મોઢાના સ્વાસ્થ્યને સુધારે છે.

હળદર

તેના માટે તમને પા ચમચી હળદરના પાઉડરની જરૂર પડશે. તમારે આ પાઉડરથી તમારા દાત તેમજ પેઢા પર મસાજ કરવું. ત્યાર બાદ તેને 10-15 મિનિટ માટે તેમજ છોડી દેવું. ત્યાર બાદ કોગળા કરી લેવા. આ પ્રક્રિયા તમે રોજ એકવાર કરી શકો છો.

image source

વાસ્તવમાં હળદરમાં કરક્યૂમિન કંપાઉન્ડ હોય છે જે બેક્ટેરિયાને નષ્ટ કરીને દાંતમાં કેવિટી થવાથી બચી શકે છે. એટલું જ નહીં હળદરથી ગિંગિવાઇટિસ અને પારિયોડોંટિસથી પણ બચાવી શકે છે.

લસણ

તેના માટે તમને ત્રણ ચાર લસણની કળિયોની જરૂર પડશે. લસણની કળિયોને તમારે કચરીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટને તમારે તમારા દાત પર લગાવવી અને તેને તેમ જ 10 મિનિટ છોડી દેવું. 10 મિનિટ બાદ તમારે સ્વચ્છ પાણીથી કોગળા કરી લેવા અને ત્યાર બાદ બ્રશ કરી લેવું. આ પ્રક્રિયા તમે દિવસમા એકવાર કરી શકો છો.

image source

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લસણમાં હાજર એન્ટી બેક્ટેરિયલ અને ફંગીસાઇડલ ગુણ દાંતના કીડાથી બચાવે છે. તે બન્ને ગુણ કેવીટીનું કારણ બનતા ફંગસ કેંડીડા એલ્બીકેંસને દૂર કરીને કેવિટીથી બચાવી શકે છે.

આંબળા

પા ચમચી આંબળાનો પાઉડર. આ પાઉડરને તમારે તમારી આંગળીથી દાંત પર સારી રીતે મસાજ કરવું. તેને તેમજ 10-15 મિનિટ માટે છોડી દેવું. છેવટે પાણીથી કોગળા કરીને મોઢું સાફ કરી લેવું. આંબળામાં એન્ટી માઇક્રોબિયલ ગુણ સમાયેલા હોય છે, જ મોઢામાં ઉત્પન્ન થતાં હાનિકારક બેક્ટેરિયા વિરુદ્ધ પ્રભાવી રીતે અસર કરે છે. ખાસ કરીને આંબળા કેવિટી ઉત્પન્ન કરતા લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને દૂર કરે છે. આ જ કારણથી આંબળાનું ચૂર્ણ કે પછી આંબળાના પાણીથી માઉથ વોશ કરવાની સલાહ આપવામા આવે છે. આવુ કરવાથી દાંતને કેવીટીથી બચાવી શકાય છે.

મૂલેઠીના મૂળિયા

તેના માટે તમારે મૂલેઠીના મૂળિયાના એક ટુકડા કે પછી તેના પાઉડરની જરૂર પડશે. તેના પાઉડરથી કે પછી તેના મૂળિયાથી તમારે બ્રશ કરવાનું છે. સારી રીતે બ્રશ કર્યા બાદ પાણીથી કોગળા કરી મોઢું સાફ કરી લેવું. આ પ્રક્રિયા તમે દિવસમાં એકથી બે વાર કરી શકો છો.

એક સંશોધનમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મુલેઠીના મૂળમાં એન્ટી-કેવિટી ગુણ સમાયેલા છે, જે કેવિટીથી બચાવી શકે છે. સાથે તેમાં રહેલા ટી બેક્ટેરિયલ ગુણ સંક્રમણના કારણે દાંતમાં થતા સાડા અને પ્લાકને બચાવે છે.

ફ્લોરાઇડ યુક્ત ટૂથપેસ્ટ

image source

ફ્લોરાઇડ યુક્ત ટુથપેસ્ટથી તમારે સારી રીતે બ્રશ કરી લેવું. ત્યાર બાદ પાણીથી કોગળા કરી લેવા. તેને તમે રોજ બે વાર કરી શકો છો.

ફ્લોરાઇડ યુક્ત ટૂથપેસ્ટ કેવીટીને દૂર કરવામાં મદદ કરી શકે છે. એમ કરવાથી ટૂથપેસ્ટમાં હાજર ફ્લોરાઇડ દાંતમાં સરળતાથી અવશોષિત થઈ જાય છે જેનાથી દાંત મજબૂત બને છે. સંશોધન પ્રમાણે રોજ ફ્લોરાઇડ યુક્ત ટૂથપેસ્ટથી બ્રશ કરવાથી દાતના ક્ષયને રોકી શકાય છે.

એલોવેરા

તેના માટે તમને એકચમચી એલોવેરા જેલની જરૂર પડશે. આ જેલને તમારે તમારા ટૂથબ્રશ પર લગાવીને એક મિનિટ સુધી તમારા દાતને તેનાથી સાફ કરવા. ત્યાર બાદ પાણીથી કોગળા કરી લેવા. આ પ્રયોગ તમે દિવસમાં બે વાર કરી શકો છો.

image source

કેવીટીના ઘરગથ્થુ ઉપાય કરવા માટે એલોવેરાની પણ મદદ લઈ શકો છો. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એલેવેરામા હાજર એન્ટી માઇક્રોબિયલ ગુણ કેવિટી ઉત્પન્ન કરતા ખરાબ બેક્ટેરિયાને દૂર કરી શકે છે.

લવિંગ

તેના માટે તમારે બે-ત્રણ ટીપાં લવિંગના તેલની જરૂર પડશે. તેના માટે તમારે સૌપ્રથમ એક રુનો ટુકડો લેવો તેના પર બે-ત્રણ ટીપાં લવિંગના તેલના નાખવા. ત્યાર બાદ તે ટુકડાને તમારે અસરગ્રસ્ત દાત પર લગાવી લેવો. આ પ્રયોગ તમે રાત્રે સુતા પહેલા કરી શકો છો. તેને તેમ જ આખી રાત તેમ જ છોડી દેવું અને સવારે કાઢી લેવું. આ ઉપરાંત તમે લવિંગના તેલનું દાત પર મસાજ પણ કરી શકો છો. અને ત્યાર બાદ તમારે પાણીથી કોગળા કરી લેવા.

વાસ્તવમાં લવિંગમાં યુજેનોલ નામનું કંપાઉન્ડ હોય છે જે દાતની પીડાને દૂર કરી શકે છે. સાથેસાથે યુજેનોલ કંપાઉન્ડનો ઉપયોગ ડેન્ટિસ્ટ જિંક ઓક્સાઇડની સાથે કેવિટીને અસ્થાયી રીતે ભરવા માટે પણ કરે છે. આ જ કારણ છે કે કેવીટી અને તેના કારણે થતી પીડાને દૂર કરવા માટે લવિંગના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

વિટામીન ડી યુક્ત ખોરાક

વાટામિન ડી યુક્ત ખોરાક જેમ કે માછલી, ઇંડા, પનીર જેવો આહાર નિયમિત લેવાથી કે પછી ડોક્ટરની સલાહથી સપ્લીમેન્ટ લેવાથી તમને દાતની કેવીટીમાં રાહત મળી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વિટામીન ડી દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ સાબિત થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડીનો ઉપયોગ કરવાથી તે દાતના ક્ષયને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ કારણે દાતમાં કીડા પડવાના ઉપાય તરીકે વિટામીન ડી યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

શુગર ફ્રી ગમ

શુગર ફ્રી ચ્યુઇંગમને ચાવાથી પણ તમને દાતના સડાનું જોખમ દૂર રહી શકે છે. કેવિટીનો ઉપાય કરવા માટે શુગર ફ્રી ચ્યુઇંગમનો પણ ઉપયોગ કરી શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, શુગર-ફ્રી ચ્યુઇઁગમને ચાવવાથી મોઢાના બેક્ટેરિયા અને કેવિટીની સમસ્યા બન્નેથી રાહત મળી શકે છે. સાથેસાથે તે દાંત પર પ્લાકને પણ જામવા દેતી નથી. જો કે તેના પર હજુ સંશોધન ચાલુ છે.

લીંબડાનું દાંતણ

image source

આ ઉપાય તો તમે બધા જ જાણતા જ હશો. તમારે લીંબડાની એક ડાળી લઈને તેને ચાવીને તેનું દાતણ કરવાનું છે. તેને તમારે દાત પર 10-15 મિનિટ ઘસવાનું છે. ત્યાર બાદ કોગળા કરીને મોઢું સાફ કરી લેવુ. આ પ્રયોગ તમે રોજ એક વાર કરી શકો છો.

સદીઓથી લીમડાનો ઉપયોગ દાતની સફાઈ માટે દાતણ તરીકે કરવામાં આવે છે. લીંબડા પર થયેલા સંશોધન પ્રમાણે તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ સમાયેલા છે જે ઓરલ કેવિટીનું કારણ બનતા બેક્ટેરિયાની અસરને ઘટાડે છે. આ ઉપરાંત લીંબડાની છાલ અને તેના પાનના અર્કનો પણ તમે અસરકાર રીતે કેવિટી અને પેઢાની બીમારીઓ માટે ઉપયોગ કરી શકો છે. લીંમડાના પાનને પાણીમા ઉકાળીને તેનો માઉથ વોશ તરીકે પણ ઉપોયગ કરી શકો છો.

દાતની કેવિટિથી કેવી રીતે બચવું

– દાતમાં કેવિટીની સમસ્યા થાય ત્યારે ધ્યાન રાખવું કે તમે પુરતા પ્રમાણમાંફ્લોરાઇડ યુક્ત પદાર્થનો ઉપયોગ કરો જેમ કે – ફ્લોરાઇટ ટૂથપેસ્ટ, ફ્લોરાઇડ યુક્ત પાણી, ફ્લોરાઇડ યુક્ત માઉથવોશ વિગેરે.

image source

– રોજ દાતને બ્રશ અને ફ્લોસ કરો અને મોઢાની સફાઈ પર ખાસ ધ્યાન રાખો. અને રાત્રે પણ બ્રશ કરવાનું ન ભુલો.

– જ્યારે પણ ખોરાક લોકો કંઈ પણ ખાઓ ત્યારે કોગળા કરવાનું ન ભુલો.

– ચીકણા ખોરાક કે પીણાનું સેવન ઘટાડી દેવું.

– ડેન્ટિસ્ટ પાસે તમારા દાતની નિયમિત તપાસ કરાવવી.

– શક્ય હોય તો તમારા બાળકના ડાઢના દાતમાં સીલેંટ (એક સિરામિક પાઉડર જે દાતન ખાંડામાં ભરાઈ જાય છે) તે લગાવવું. જેથી કરીને ખાદ્ય પદાર્થ દાત પર ચોંટેલો ન રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત