આ બોલિવૂડ સેલેબ્સે તો એવા કારનામા કર્યા છે કે જે વાંચીને તમે પણ બોલી ઉઠશો ‘સાવ આવું તો હોય યાર કંઇ’

ગ્લેમરની દુનિયા એક અજીબ દુનિયા છે જે સામાન્ય માણસની સમજણની સાવ બહાર છે. ઝાકમઝોળથી ભરેલી આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કોણ કોને ડેટ કરી રહ્યું છે કે પછી કોણ કોનું મિત્ર છે એ કહેવું ખૂબ જ અઘરું છે. અહીંયા દરેક સંબંધ જસ્ટ ફ્રેન્ડથી શરૂ થાય છે અને પછી એમના અફેરની ખબર ચર્ચામાં રહેવા લાગે છે.તેમ છતાં આ સેલિબ્રિટી કપલ પોતાની લવલાઈફને દુનિયાથી છુપાવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. જો કે ઘણીવાર એ ઈચ્છે તો પણ રિલેશનશિપને છુપાવી નથી શકતા અને એમના સિક્રેટ લવ લાઈફની પોલ કોઈને કોઈ ભૂલના કારણે દુનિયા સામે ખુલી જાય છે. તો ચાલો જાણી લઈએ બોલિવુડના એવા કલાકારો વિશે જેમને ભૂલમાં બી ટાઉન કપલ્સના સિક્રેટ અફેરને દુનિયા સામે જાહેર કરી દીધું હતું.

કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રિલેશનશિપ વિશે અક્ષય કુમાર.

image source

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી વચ્ચે કંઈકને કઈક તો જરૂર ચાલી રહ્યું છે. આ બન્ને ઘણીવાર એકસાથે દેખાયા છે. જો કે કિયારા અને સિદ્ધાર્થ બન્નેએ હજી સુધી પોતાની રિલેશનશિપ વિશે ખુલીને કઈ નથી કહ્યું પણ અક્ષય કુમારના કારણે એમના રિલેશનશિપ વિશે લોકોને ખબર પડી ગઈ છે. પોતાની ફિલ્મ લક્ષ્મીના પ્રચાર કરતી વખતે અક્ષયે કિયારાને સિદ્ધાર્થના નામથી ચીડવવાની કોશિશ કરી હતી, એ સાથે જ બંનેના રોમાન્સની અફવાની પુષ્ટિ થઈ ગઈ હતી.

અનન્યા પાંડેના રિલેશનશિપ વિશે અભિમન્યુ દશાનીએ ખોલી પોલ.

image source

અનન્યા પાંડે પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટર અને કાર્તિક આર્યન સાથેની રિલેશનશિપને લઈને અનન્યા ઘણી ચર્ચામાં રહી. ઇન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દસાનીએ એક સવાલ દરમિયાન અનન્યાનક રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો હતો. એમને કહ્યું હતું કે અનન્યા સિંગલ નથી. એમને કહ્યું હતું કે મને નથી લાગતું કે અનન્યા સિંગલ છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન વિશે બોલી દીપિકા પાદુકોણ.

image source

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવુડના લવ બર્ડ્સ છે એ વિશે બધાને જ ખબર છે કારણ કે કરણ જોહરના ચેટ હો દરમિયાન આલિયાએ રણબીરને લઈને પોતાની ફીલિંગસનો એકરાર કર્યો હતો. બંને રિયલ લાઈફમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે અને જલ્દી જ લગ્ન બંધનમાં બંધાઈ શકે છે. તમને જણાવી દઈએ કે સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા સાથે એક વાતચીત દરમિયાન દીપિકાએ ભૂલથી એ ખુલાસો કરી દીધો હતો કે આલિયા અને રણબીર જલ્દી જ લગ્ન કરવાના છે.

વિકી કૌશલ અને કેટરીના કેફના અફેર પર નિક જોનસ.

image source

રણબીર કપૂર સાથે બ્રેકઅપ પછી કહેવામાં આવી રહ્યું છે કે કેટરીનાના તૂટેલા દિલને જોડવાનું કામ વિકી કૌશલ કરી રહ્યા છે. બોલીવુડની ગલીઓમાં બંનેના અફેરની ખબર ચર્ચામાં છે પણ હજી સુધી કપલે પોતાના રિલેશનશિપ વિશે ખુલીને કઈ કહ્યું નથી. જ્યારે અંબાણીની હોળી પાર્ટીનો એક વિડીયો નિક જોનસે શેર કર્યો ત્યારે બંને વચ્ચે રંધાઈ રહેલી ખીચડીનો ખુલાસો થયો. વીડિયોમાં કેટરીના અનવ વિકી કૌશલ એકસાથે મસ્તીમાં ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા.

અર્જુન કપૂર અને મલાઈકા આરોરાના સંબંધ પર પ્રિયંકા ચોપરા.

image source

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ વર્ષ 2018માં પોતાના સંબંધને ખુલ્લા દિલથી સ્વીકાર્યો હતો. જો કે શરૂઆતમાં અર્જુન અને મલાઈકાએ પોતાના રિલેશનશિપને દુનિયાથી છુપાવવાની ઘણી કોશિશ કરી હતી પણ પ્રિયંકા ચોપરાની એક ભૂલના કારણે એમના સંબંધની પોલ સામે આવી ગઈ હતી. પ્રિયંકાએ કરણના ચેટ શો કોફી વિથ કરણમાં અર્જુન અને મલાઈકાના રિલેશનશિપ વિશે જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત