ભારત માટે ગર્વની વાત, દુબઈ એક્સપોમાં દેખાયા આયોધ્યા અને રામ મંદિર.

દુબઈમાં વર્લ્ડ એક્સપો 2020ની ઘોષણા થઈ ગઈ છે. આ વખતે દુબઈ એક્સપોમાં ભારતનું પેવેલિયન સૌથી મોટું છે. અહીંયા 190થી વધુ દેશ એકઠા થયા છે અને બધાના અલગ પેવેલિયન છે. દરેક દેશના પેવેલિયન એમની વધતી તાકાત અને ક્ષમતાથી દુનિયાને રૂબરૂ કરાવવા માટે અહીંયા એકઠા થયા છે.

image source

દુબઈ એક્સ્પોમાં મિની વર્લ્ડની ઝલક જોવા મળી રહી છે, પરંતુ ભારતનો રંગ અહીં સૌથી વધુ યુનિક અને બેમિસાલ છે. ભારતના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ અને પ્રવાસનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યાં અયોધ્યા અને રામ મંદિરના પ્રદર્શન પણ થયા છે.

image source

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દુબઈ એક્સ્પોમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતીય પેવેલિયનના પગથિયા પર નાથુલાલ સોલંકી પરિવાર દ્વારા શંખના નાદથી ઉદ્ઘાટન શરૂ થયું.

Dubai Expo 2020 का हुआ आगाज, तस्वीरों में देखिए अयोध्या और राम मंदिर का नजारा
image source

વડાપ્રધાન મોદીએ એક્સપો 2020 દુબઇમાં ઇન્ડિયા પેવેલિયનમાં ઉપસ્થિત લોકોને આપેલા વીડિયો સંદેશમાં કહ્યું કે ભારત પ્રતિભાનો એક ગઢ છે. રોકાણકારોને આમંત્રણ આપતા પીએમે કહ્યું, “ભારતમાં તમને મહત્તમ વૃદ્ધિની તક પણ મળશે. સ્કેલમાં વધારો, મહત્વાકાંક્ષામાં વધારો, પરિણામોમાં વધારો. ભારતમાં આવો અને અમારી વૃદ્ધિની વાર્તાનો એક ભાગ બનો.”

Dubai Expo 2020 का हुआ आगाज, तस्वीरों में देखिए अयोध्या और राम मंदिर का नजारा
image source

એક્સપો 2020 દુબઇમાં ઇન્ડિયા પેવેલિયનમાં લોકોનું સ્વાગત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે પશ્ચિમ એશિયા, આફ્રિકા અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં યોજાનારી આ પ્રથમ ઇવેન્ટ છે.

Dubai Expo 2020 का हुआ आगाज, तस्वीरों में देखिए अयोध्या और राम मंदिर का नजारा
image source

અહીં જોડાયેલા તમામ દેશો કરતાં ભારતનો પેવેલિયન મોટો છે. તે 438 હેક્ટરમાં ફેલાયેલ છે અને 600 બ્લોક બનાવવામાં આવ્યા છે, જે હંમેશા ફરતા રહેશે. દરેક બ્લોકનું પરિભ્રમણ કહેશે કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.

Dubai Expo 2020 का हुआ आगाज, तस्वीरों में देखिए अयोध्या और राम मंदिर का नजारा
image source

દુબઈ એક્સ્પોમાં ભારતીય પેવેલિયન તૈયાર કરવામાં 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક્સ્પોમાં ભારતીય પેવેલિયનને 11 અલગ અલગ થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે અહીં ભારતની તાકાત અને રોકાણની સંભાવના દર્શાવે છે.

જો તમે આ એક્સપોમાં જવા માટે એક દિવસનો પાસ બનાવો છો તો એ માટે તમારે 2019.99 રૂપિયા ચૂકવવા પડશે.તો તમે 6 મહિના માટે પાસ બનાવવા માંગો છો અને તમારી ઉંમર 18થી 59 વર્ષની હોય તો તમારે 10, 525. 23 રૂપિયા ખર્ચ કરવા પડશે. જો તમે બે લોકો જાવ છો તો તમે 20, 199.95 રૂપિયાની ફેમીલી પાસ લઈ શકો છો.

image source

તો સિનિયર સીટીઝન, 6થી 17 વર્ષ સુધીના બાળકો અને સ્ટુડન્ટસને આમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. તો જો તમે 6 મહિના માટે પ્રીમિયમ બુકીંગ કરાવવા માંગતા હોવ તો 37, 210. 43 રૂપિયા આપવા પડશે.