ટ્રેન રિઝર્વેશનના નિયમો આજથી બદલાઈ ગયા છે, હવે ટ્રેન ઉપડવાના 30 પહેલાં પણ…

ભારતીય રેલ્વેમાં રોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે. દુનિયાની આ સૌથી વ્યસ્ત રેલ્વે છે. અને ભારતીય રેઇલ મંત્રાલય દ્વારા અવારનવાર મુસાફરોની સુવિધા માટે તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમોમાં અપડેટ આવતા રહે છે. તાજેતરમાં તેમાં કેટલાક ફેરફાર કરવામા આવ્યા છે. અને તે પ્રમાણે મુસાફરો માટે રાહતની વાત એ છે કે હવે ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફર ટ્રેન ઉપડવાની છેલ્લી ઘડિએ એટલે કે તેના ત્રીસ મિનિટ પહેલાં પણ ટીકીટ બુક કરાવી શકશે. અને રેલ્વે તે પ્રમાણે બીજો રિઝર્વેશન ચાર્ટ પણ મુકવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

image source

આ નિયમો 10મી ઓક્ટોબર એટલે કે આજથી લાગુ પડવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે આ રિઝર્વેશન ચાર્ટને બે કલાક પહેલાં તૈયાર કરીને લગાવી દેવામા આવતા હતા.

image source

રેલ્વે દ્વારા તાજેતરમાં એક નિવેદન આપવામા આવ્યું છે જે પ્રમાણે કોરોનાની મહામારી શરૂ નહોતી થઈ તે વખતે રિઝર્વેશન ચાર્ટ ચાર કલાક અગાઉથી જ મુકી દેવામા આવતો હતો. પણ કોરોનાની મહામારી બાદ તેને બે કલાક પહેલાં મુકવામાં આવે છે. કોરોના મહામારી પહેલાં બુકિંગ ઇન્ટરનેટ કે પીઆરએસ સિસ્ટમ વડે બુકિંગ વહેલાં તે પહેલાના ધોરણે કરવામા આવતું હતું. અને તે બુકિંગ અન્ય રિઝર્વેશન ચાર્ટ બને ત્યાં સુધી માન્ય ગણવામા આવતું હતું.

કોરોના કાળના નિયમમાં આ રીતે કર્યો ફેરફાર

image source

બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડે તે પહેલાં ત્રીસ મીનીટે મુકી દેવામા આવતો હતો. અને તે સમયે રિફંડના નિયમો પ્રમાણે ટીકીટ કેન્સલેશનની પરવાનગી મળતી હતી. અને કોરોના કાળમાં આ નિયમમાં ફેરફાર થયો છે. અને પહેલાની જેમ ફરી ટ્રેન ઉપડે તે પહેલાં ત્રિસ મિનિટે ચાર્ટ મુકવામાં આવશે. બીજો ચાર્ટ તૈયાર થાય તે પહેલાં જો ટિકિટ બુક કરાવવી હોય તો તેની સુવિધા ઓનલાઈન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પર આપવામા આવશે. આ રીતે ટ્રેન ઉપડે તે પહેલાં ત્રીસ મિનિટે ચાર્ટ મુકવાની ટેકનિકને લાગુ પાડવા માટે સોફ્ટવેરમાં પણ કેટલાક પરિવર્તન લાવવામાં આવ્યા છે.

image source

આપણે બધાએ સારી રીતે જાણીએ છીએ કે લોક ડાઉન દરમિયાન ટ્રેન વ્યવહારો પણ કેન્દ્ર સરકાર દ્વારા બં  કરી દેવામા આવ્યા હતા.

image source

ત્યાર બાદ હાલ જ્યારે અનલોકની પ્રક્રિયા તબક્કાવાર ચાલી રહી છે ત્યારે ધીમે ધીમે ટ્રેનો શરૂ કરવામાં આવી છે તે પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઈન પ્રમાણે. હાલ ટ્રેનમાં તેની ફૂલ કેપેસિટા પેસેન્જર બેસવા દેવામાં નથી આવતા કારણે કે સોશયિલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત