લોકડાઉનમાં નાનો ભાઈ પત્નીને લઈને વતન ગયો, તો જેઠ પણ પહોંચી ગયો પાછળ પાછળ અને પછી…

સુરતમાં હવે વેવાઈ-વેવાણ બાદ જેઠ અને વહુ ચર્ચામાં, નાનાભાઈની પત્નીને લઈ જેઠ થયો ફરાર, પત્ની અને બાળકોને રેઢા મુકી વહુ સાથે કર્યા મૈત્રી કરાર, લોકડાઉનમાં નાનોભાઈ પત્નીને લઈને વતન ગયો તો જેઠ પણ પહોંચી ગયો પાછળ પાછળ અને પછી…

સુરત શહેર ફરી એકવાર પ્રેમ પ્રકરણના કારણે ચર્ચામાં છે. આ વખતે પ્રેમ પ્રકરણ વેવાઈ-વેવાણ વચ્ચેનું નથી પરંતુ આ વખતે પ્રેમી પંખીડા છે જેઠ અને નાના ભાઈની પત્ની… આ બંનેનું પ્રેમ પ્રકરણ ખૂબ ચર્ચાસ્પદ બની ગયું છે કારણ કે આ બંને ઘર છોડી ભાગી ગયા છે અને સાથે જે મૈત્રી કરાર પણ કરી ચુક્યા છે.

image source

સંબંધો અને સમાજને શરમમાં મુકે તેવી આ ઘટના બની છે સુરતના પુણા વિસ્તારમાં. અહીં પરિણીત મોટાભાઈ તેના નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો છે. બંને ભાગી જતાં મોટાભાઈની પત્ની અને બાળકો રઝડી પડ્યા છે.

image source

શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ એક અરજી કરી હતી. જેમાં તેણે પોતાની કાળી કરતૂતો છતી કરી છે. પત્નીએ અરજીમાં લખ્યું છે કે તેનો પતિ તેને મારા મારતો, જુગાર રમતો અને દારુનો ધંધો કરતો હતો. આ વાત સાથે તેણે ન્યાયની માંગ કરી છે.

image source

સાથે જ તેણે જણાવ્યું કે પતિ તેના નાનાભાઈના ઘરે વારંવાર જતો હતો. આ વાત પર તેને શંકા ગઈ અને તેણે તપાસ કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેનો પતિ તેના જ નાના ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ છે. લોકડાઉનમાં તેનો નાનોભાઈ પત્ની સાથે વતન રહેવા ગયો તો મોટો ભાઈ પણ તેની પત્ની અને સંતાનોને મુકી અને વતન જતો રહ્યો હતો. જો કે આ પ્રેમ પ્રકરણ પરિવારની સામે આવ્યા બાદ બંને 16 જૂને ઘરેથી ભાગી ગયા છે.

image source

પરિણીતાએ એમ પણ જણાવ્યું હતું કે તેનો પતિ વારંવાર છૂટાછેડાનું દબાણ પણ કરતો હતો. અગાઉ તેણે દિયરની પત્ની સાથે પતિને જોતાં પોલીસને જાણ પણ કરી હતી. આ વાત કરતાં પતિએ પરિણીતાને માર પણ માર્યો હતો. જો કે આ ઘટના બાદ પરિવારના સભ્યો અને સંબંધીઓએ સમાધાન કરાવવા પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ વાત અટકી નહીં અને અંતે બંને જણા ઘરેથી ભાગી ચુક્યા છે.

image source

પરિવારમાંથી બે સભ્યો આ રીતે અચાનક ગાયબ થવાથી તેમને પરિવારના સભ્યોએ શોધવાની શરુઆત કરી અને તેઓ મળી પણ ગયા. પરંતુ ત્યારે જાણવા એમ પણ મળ્યું કે તે બંનેએ મૈત્રી કરાર કરી લીધા છે.

વર્ષ 2020ની શરુઆતમાં સુરતના વેવાઈ-વેવાણ બાદ આ ઘટના ફરીથી ચર્ચાનો વિષય બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત