એનસીબીએ પુરાવા રજૂ કરી કહ્યું કે બીજા દેશમાં પણ કર્યો નશો

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અંગે આજે (14 ઓક્ટોબર) કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન આર્યન ખાનના વકીલે તમામ દલીલો આપી હતી, જ્યારે સરકારી વકીલે ઘણા પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલોનું કહેવું છે કે આર્યન ખાન લાંબા સમયથી ડ્રગ્સની પકડમાં હતો. ભલે મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાં તેની પાસેથી ડ્રગ્સ મળ્યું નહોતું, પરંતુ તે ડ્રગ્સનું સેવન કરતો રહ્યો છે. તે ડ્રગ પેડલર સાથે પણ સંપર્કમાં હતો. NCB એ કોર્ટમાં દલીલ કરી છે કે ક્રુઝ શિપમાંથી મળી આવેલા ડ્રગ્સ માત્ર અરબાઝ મર્ચન્ટ માટે જ નહોતા. આર્યન ખાન પણ તેનું સેવન કરવા જતો હતો. આ કેસમાં આર્યન પહેલેથી જ કબૂલાત કરી ચૂક્યો છે કે તે ચાર વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે

4 વર્ષથી લઈ રહ્યો છે ડ્રગ્સ

image source

આર્યન ખાને એનસીબી સામે કબૂલાત કરી હતી કે તે 4 વર્ષથી શોખ તરીકે ડ્રગ્સનું સેવન કરે છે. એટલે કે આર્યન ખાને 20 વર્ષની ઉંમરે ડ્રગ્સની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

અન્ય દેશોમાં પણ લઈ ચુક્યો છે ડ્રગ્સ

image source

આર્યન ખાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુકે, દુબઇ અને અન્ય દેશોમાં પણ દેશની બહાર ડ્રગ્સનું સેવન કરે છે. તે ઘણીવાર તેના મિત્ર અરબાઝ સાથે ડ્રગ્સ લે છે. તેઓ 15 વર્ષથી એકબીજાના મિત્રો છે.

અરબાઝ મર્ચન્ટ પાસે મળી આવ્યું ડ્રગ્સ

image source

અરબાઝ મર્ચન્ટ આર્યન ખાન સાથે ક્રૂઝમાં હતો. NCB એ તેની પાસેથી 6 ગ્રામ ચરસ પણ જપ્ત કર્યું છે. NCB એ કોર્ટમાં દલીલ કરી હતી કે આર્યન અને અરબડ ક્રૂઝ છોડતાની સાથે જ ડ્રગ્સનું સેવન કરવાના હતા.

ફોન પરથી થયા ઘણા ખુલાસા

image source

NCB એ તમામ આરોપીઓના ફોન ચેક કર્યા અને જાણવા મળ્યું કે આર્યન અને અરબાઝ અનેક ડ્રગ પેડલર્સ અને ડ્રગ સપ્લાયર્સના સંપર્કમાં હતા. NCB એ આ તમામ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. જેના કારણે અગાઉ પણ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

તમને જણાવી દઈએ કે આર્યન ખાનની ધરપકડ બાદ બોલિવૂડના ઘણા સેલેબ્સ શાહરૂખ ખાનના સમર્થનમાં આવ્યા છે. સલમાન ખાન, પૂજા ભટ્ટ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ, ઘણા સેલેબ્સે શાહરુખના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તાજેતરમાં શાહરૂખ માટે એક કવિતા લખાઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સિવાય સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ પણ શાહરુખ ખાનના ઘરની બહાર તેમને સપોર્ટ કરવા આવ્યા હતા, કારણ કે સુશાંત શાહરુખ ખાનનો ખુબ જ મોટો ફેન હતો અને શાહરુખ ખાન પણ સુશાંતને પસંદ કરતા હતા.