આરોહી પંડિતએ ભરી એર ઇન્ડિયાના એર ક્રાફટથી ભુજ થી જુહુ સુધીની ઉડાન

15 ઓક્ટોબર નો દિવસ ફરી એકવાર ઈતિહાસના પાને નોંધાયો છે. આ પહેલા 15 ઓક્ટોબર 1932ના રોજ ટાટા કંપનીના સંસ્થાપક જેઆરડી ટાટા એ ટાટા એર સર્વિસ ની સૌથી પહેલી ફ્લાઈટ કરાંચીથી જુહુનો પ્રારંભ કર્યો હતો. જ્યારે 15 ઓક્ટોબર 2021 ના રોજ આ ઐતિહાસિક ઘટનાનું ફરીથી પુનરાવર્તન થયું છે. આ ઈતિહાસીક ઘટનાનું પુનરાવર્તન એટલા માટે કરવામાં આવ્યું છે કે જેના દ્વારા જેઆરડી ટાટા ને શ્રદ્ધાંજલિ આપી શકાય. ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન કર્યું છે આરોહી પંડિતે જેણે બે મહાસાગર પાર કરવાનો રેકોર્ડ સર્જ્યો છે.

image source

આરોહી પંડિત એ પહેલી મહિલા પાઇલોટ છે જેણે કોઈ બે મહાસાગર પાર કર્યા હોય. આરોહી એ એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર લાઈટ સ્પોર્ટ એર ક્રાફટથી પાર કર્યા હતા. આજે તેમણે ભુજથી મુંબઇ માટે ઉડાન ભરી હતી. ખાસ વાત એ છે કે 1932માં એટલે કે 89 વર્ષ પહેલા ભારતમાં પ્રથમ ડોમેસ્ટિક એરક્રફ્ટે પણ આ જ દિવસે ઉડાન ભરી હતી.

image source

ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપે તાજેતરમાં જ એર ઇન્ડિયા ફરીથી હસ્તગત કરી છે ત્યારે જે આર ડી ટાટા ના સાહસને માણવા માટે આરોહી પંડિત એ આ દિવસને પસંદ કર્યો અને ભુજ એરપોર્ટ થી જુઓ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. આરોહી પંડિત ભુજ થી અમદાવાદ અને ત્યારબાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે કોઈ પણ પ્રકારના નેવિગેશન વિના આરોહી મુંબઈ પહોંચશે તે એક સાહસ ભર્યું પગલું છે. ઉદ્યોગ જગતના સાહસિક જેઆરડી ટાટા ને શ્રદ્ધાંજલિ આપવા માટે આરોહી એ આ રસ્તો પસંદ કર્યો છે.

image source

તમને જણાવી દઈએ કે આજના સમયમાં ફ્લાઇટમાં મુસાફરી તો મોટાભાગના લોકોએ કરી હશે. પરંતુ ફ્લાઈટમાં જેટલી આરામદાયક મુસાફરી માણવા મળે છે તેટલી સરળ મુસાફરી લાઈટ સપોર્ટ એરક્રાફ્ટમાં હોતી નથી. આ મુસાફરી મુશ્કેલ એટલા માટે માનવામાં આવે છે કે તેમાં કોઇપણ પ્રકારની ટેકનોલોજીની મદદ મળતી નથી. તેમાં રોડ મેપ અને ગ્રાઉન્ડ રેફ્રેન્સ ની મદદથી હવાઈ અંતર કાપવું પડે છે. આરોહી ભુજથી મુંબઇ સુધીની 926 કિલોમીટરની સફર પાંચ કલાકમાં પૂર્ણ કરશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આરોહી એ વર્ષ 2017માં ઉડાવતા શીખવ્યું હતું તેણે થોડા જ સમયમાં બે મહાસાગર પાર કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. જ્યારે હવે પ્રથમ વાર એવું બન્યું છે કે કોઈ મહિલા પાઈલટ તે જે આર ડી ટાટા ને શ્રદ્ધાંજલિ આપવા માટે ભુજથી મુંબઇ સુધીની સફર લાઇટ એરક્રાફ્ટમાં ખેડી હોય.