અયોધ્યાના પીળા રંગની પાછળ આ છે ખાસ કારણ, તૈયારીઓ પૂર્ણ થવાના આરે

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરના ભૂમિપૂજનનું આયોજન કરાયું છે. આ ખાસ અવસરને ધ્યાનમાં રાખીને અયોધ્યાને ખાસ રીતે શણગારવામાં આવી રહી છે. જ્યાં નજર કરો ત્યાં અયોધ્યામાં પીળો રંગ જોવા મળી રહ્યો છે. પીળા રંગે શહેરમાં વર્ચસ્વ જમાવી લીધું છે. પ્રશાસનનું કહેવું છે કે પીળા રંગ પાછળનું ખાસ કારણ એ છે કે મંદિરની આસપાસનું ક્ષેત્ર યલો ઝોનમાં આવે છે. આ કારણે અયોધ્યાની મુખ્ય સડકની બંને તરફ પીળો રંગ જોવા મળી રહ્યો છે. સડકની કિનારોની દિવાલો પર પણ પીળો રંગ જોવા મળશે.

image source

હિંદુ પરંપરાની વાત કરીએ તો પીળો રંગ ધાર્મિક અનુષ્ઠાન, પૂજા પાઠ અને વિદ્યા માટે શુભ માનવામાં આવે છે. ઘરની બહારની દિવાલો પીળી હોય તે સારું માનવામાં આવે છે. રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે પીળો રંગ ભગવાન વિષ્ણુનો પ્રિય છે અને અયોધ્યાને પીળા રંગથી રંગવી શહેરને ઈશ્વરના રંગમાં રંગવા સમાન છે.

પીળા રંગનું છે ખાસ પૌરાણિક મહત્વ

image source

હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર પીળો રંગ ભગવાન વિષ્ણુની સાથે જોડાયેલો ગણાય છે. આ માન્યતામાં ભગવાન વિષ્ણુના સાતમા સ્થાને અવતાર ગણાતા ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમથી ઓળખવામાં આવે છે. વિષ્ણુએ સમસ્ત લોકને મર્યાદામાં રહેવાનો સંદેશ આપ્યો છે.

પીળા રંગના આ છે અનેક ફાયદા

image source

હિંદુ ધર્મમાં પીળા રંગના વસ્ત્રોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. માંગલિક પ્રસંગોમાં પણ પીળી હળદરનો ઉપયોગ કરાય છે. આ રંગ મનને શાંત રાખે છે અને નકારાત્મક વિચારોને પણ દૂર કરે છે. ભગવાન વિષ્ણુને પીતાંબર કહેવાય છે. આ કારણે અયોધ્યાને પીળા રંગથી સજાવવામાં આવી છે. માનવામાં આવે છે કે પીળો રંગ ધારણ કરવાથી તમારો ગુરુ ગ્રહ મજબૂત રહે છે. મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું છે કે આ પીળો નહીં પણ ગેરૂઆ કલર છે. તે પણ પીળાનો જ પ્રકાર છે. મહંતનું કહેવું છે કે ભગવાનના વસ્ત્રો તો બદલાતા રહે છે અને તેમાં રંગ પણ બદલાય છે પરંતુ પીળા રંગનું એક વસ્ત્ર હંમેશા ભગવાન રામના ગળામાં કાયમ રહે છે.

શું કહે છે પ્રશાસન

image source

અયોધ્યાના જિલ્લાઅધિકારી કહે છે કે શહેરને પીળા રંગથી રંગવા માટે ધાર્મિક અને પૌરાણિક કારણ છે. પીળા રંગને કોઈ ખાસ કારણે પસંદ કરાયો નથી. પણ દેખાવમાં સુંદર લાગે એ માટે આ રંગ પસંદ કરાયો છે. મંદિરની આસપાસનો વિસ્તાર યલો ઝોન હોવાથી આ રંગની પસંદગી કરાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત