એબોર્શનના નિયમમાં સરકારે કર્યો એવો ફેરફાર કે જેનાથી ગર્ભવતીઓને મળશે રાહત

કાયદાની મર્યાદાના કારણે કેટલીય એવી મહિલાઓ છે.. જેને ગર્ભમાં રહેલા અનિચ્છિત બાળકને જન્મ આપવા મજબૂર બનવું પડે છે.. પરંતુ સરકારે હવે એબોર્શનના નિયમોમાં એવો ફેરફાર કર્યો છે કે સ્પેશિયલ કેટેગરીની મહિલાઓને તેનાથી ફાયદો થશે.. અને જેનાથી તેમને એવી રાહત મળશે કે સમાજમાં પણ પ્રસ્થાપિત થઇ શક્શે..

image soure

અબોર્શનન માટે ગર્ભની સમય મર્યાદા 20 અઠવાડિયાથી વધારીને હવે 24 અઠવાડિયાની કરવામાં આવી છે.. જો કે સરકારે કરેલા અબોર્શનના નિયમમાં આ ફેરફાર સ્પેશ્યલ કેટેગરીની મહિલાઓને મળશે. સરકારે અબોર્શન સંબંધી નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમના અનુસાર કેટલીક સ્પેશ્યલ કેટેગરીની મહિલાઓને માટે મેડિકલ અબોર્શનને માટે ગર્ભની સીમાને 20 અઠવાડિયાથી 24 અઠવાડિયા કરી છે.

કોને ગણવી સ્પેશ્યલ કેટેગરીની મહિલાઓ

મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 2021ના આધારે સ્પેશ્યલ કેટેગરીની મહિલામાં યૌન ઉત્પીડન, દુષ્કર્મનો ભોગ બનેલી, સગીરા, એવી મહિલાઓ જેના પ્રેગનન્સી સમયે છૂટાછેડા થયા છે. અથવા તો એવી મહિલાઓ કે ગર્ભધારણ કર્યા બાદ તે વિધવા થઈ છે. આ સિવાય દિવ્યાંગ મહિલાનો પણ તેમાં સમાવેશ થાય છે. નવા નિયમમાં માનસિક રીતે બીમાર મહિલાઓ, ભ્રૂણમાં કોઈ બીમારી હોય જેના કારણે મહિલા કે બાળકોના જીવને જોખમ હોય કે પછી જન્મ લીધા બાદ તેમાં માનસિક કે શારિરીક ખામીની આશંકા હોય કે જેનાથી તેઓ ગંભીર વિકલાંગતાનો શિકાર બની શકે છે. સરકાર દ્વારા જાહેર માનવીય સંકટ ગ્રસ્ત વિસ્તાર કે આપત્તિની સ્થિતિમાં ગર્ભવતી મહિલાને સામેલ કરાઈ છે.

image source

મેડિકલ બોર્ડની પરવાનગી જરૂરી

image source

જૂના નિયમના આધારે 12 અઠવાડિયા સુધીનું અર્બોશન કરવા માટે એક ડોક્ટરની સલાહની જરૂર રહેતી અને 12-20 અઠવાડિયા સુધીના ગર્ભના અર્બોશન માટે 2 ડોક્ટરની સલાહ જરૂરી રહે છે. નવા નિયમ અનુસાર વિશેષ પરિસ્થિતિમાં 24 અઠવાડિયા બાદ ગર્ભપાતના સંબંધમાં નિર્ણય લેવાને માટે રાજ્ય સરકારે મેડિકલ બોર્ડની વ્યવસ્થા કરી છે.

3 દિવસમાં લેવાનો રહેશે નિર્ણય

image source

જો કોઈ મહિલા અબોર્શન માટે અપીલ કરે છે તો તેના રિપોર્ટની તપાસ કરવાની સાથે એપ્લીકેશન મળ્યાના 3 દિવસમાં ગર્ભપાતની પરમિશન આપવી કે નહીં તેને લઈને નિર્ણય લેવાનો રહેશે. બોર્ડનું કામ એ ધ્યાન રાખવાનું રહેશે કે તે અબોર્શન કરવાની પરમિશન આપે છે તો એપ્લીકેશન મળ્યાના 5 દિવસમાં પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂરી કરવા માટે તે મહિલાનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે.