ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરાએ તાક્યું ઉંચું નિશાન, ભારતને અપાવી દીધો ગોલ્ડ મેડલ

પહેલવાન બજરંગ પુનિયાના બ્રોન્ઝ મેડલ જીત્યાના થોડી જ વારમાં સ્ટાર જેવલીન થ્રો એથલીટ નીરજ ચોપડાએ શનિવારે ટોકિયો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. એમનો સર્વશ્રેષ્ઠ થ્રો 87. 58 મીટરનો રહ્યો. આ ઓલમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારત માટે પહેલું મેડલ છે.એ સાથે એ ઓલમ્પિકમાં ઈંડિવિઝ્યુઅલ સ્પોર્ટમાં ગોલ્ડ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા પછી બીજા ભારતીય એથલીટ પણ બની ગયા છે. આ ભારતનું ટોકીઓમાં 7મુ મેડલ પણ છે. એ સાથે જ ભારતે પોતાના લંડન ઓલમ્પિક 2012ના બેસ્ટ પ્રદર્શન 6 મેડલને પાછળ મૂકી દીધું છે.

image source

નીરજ ચોપડાએ પહેલા પ્રયત્નમાં 87. 03 મીટર ભાલો ફેંક્યો, જ્યારે બીજા પ્રયત્નમાં 87. 58 મીટર રહ્યો. સાથે જ એમનો ગોલ્ડ મેડલ લગભગ પાક્કો થઈ ગયો હતો. કારણ કે એ બન્ને રાઉન્ડમાં લગભગ ટોપ પર રહ્યા હતા. એમને ત્રીજા પ્રયત્નમાં 76. 79 મીટર થ્રો કર્યો. બીજા નંબર પર જર્મન એથલીટ અને ગોલ્ડ મેદલના દાવેદાર માનવામાં આવી રહેલા વી. જકુબે આ દરમિયાન બીજા અને ત્રીજા પ્રયત્નમાં ફાઉલ કર્યું અને છેલ્લા પ્રયત્નમાં 86. 67 મીટર જ ભાલો ફેંકી શક્યા.

2008માં અભિનવ બિન્દ્રાએ રચ્યો ઇતિહાસ.

image source

13 વર્ષ પહેલાં અભિનવ બિન્દ્રાએ મીટર એયર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપવાની ઇતિહાસ રચ્યો હતો. એ 11 ઓગસ્ટ 2008ના રોજ બેઇજિંગ ઓલમ્પિક ખેલની વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ભારતીય ખેલાડી બન્યા હતા.

ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ રહ્યા હતા ટોપર.

image source

નિરજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહેલા પ્રયત્નમાં જ 86. 65 મીટરનો થ્રોની સાથે ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી ભારતની મેડલની આશા વધારી દીધી હતી. નિરજ ગ્રૂપ એમાં પહેલા સ્થાન પર રહ્યા હતા એ પછી એમને ગોલ્ડ મળવાની શક્યતાઓ વધી ગઈ હતી.

ભારતને બે જ ખેલાડીઓ પાસે બચી હતી આશા

ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને હવે બે જ ખેલાડીઓથી આશા બચી હતી જેમાં એક નીરજ ચોપડા તથા બીજા બજરંગ પુનિયા. બજરંગ પુનિયા બ્રોન્ઝ જ્યારે નીરજ ચોપડાની આજે ફાઇનલ મેચ હતી.

કોણ હતું ટક્કરમાં?

image source

નીરજ ચોપડાની સામે જર્મનીનાં જોહાનેસ વેટર ઠથાય વેબર, ચેક રિપબ્લિકનાં Jakub Vadlejch તથા વિટદેસલાવ, પાકિસ્તાન અરશદ નદીમ, હતા.

ભારત માટે ટોકિયોમાં મેડલ જીતનાર એથલીટ.

1 વેટ લિફ્ટર મીરા બાઈ ચાનું

image source

જેમને ભારત માટે પહેલું સિલ્વર મેડલ જીત્યું હતું. એમને મહિલાઓના 49 કિલોગ્રામમાં 202 કિલોગ્રામ વજન ઉંચકીને મેડલ પોતનાં નામે કર્યું.

2 બોક્સર લવલીના બોરગોહેન.

image source

એમને મહિલા વેલ્ટરવેટ વર્ગ 69 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું.

3 શટલર પીવી સિંધુ.

image source

સિંધુએ ચીનની હી બિંગ જિયાઓને હરાવીને બ્રોન્ઝ મેડલ એમના નામે કર્યું હતું.

4. પહેલવાર રવિ દહીયા.

image source

પુરુષ ફ્રીસ્ટાઈલમાં 57 કિલોગ્રામ વજનમાં ફાઈનલ મુકાબલામાં રુસ ઓલમ્પિક સમિતિના જાયુંર ઉગ્યેવના હાથે 4-7થી હરીને સિલ્વર મેડલ મેળવ્યું હતું.

5 પુરુષ હોકી ટીમ.

image source

1980 પછી આ પહેલો અવસર હતો જ્યારે ભારતને હોકીમાં મેડલ મળ્યું હતું. હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે.

પહેલવાન બજરંગ પુનિયા.

પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલો કુશતી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.