સોશિયલ મીડિયામાં ટ્રેડ થયા ગુડ ન્યુઝ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સિઝનમાં ધોનીની ટીમે ફરી થી એકવાર ટાઈટલ પર કબ્જો કરી લીધો છે. કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમને ફાઇનલમાં હરાવી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ચોથી વખત આઈપીએલની ટ્રોફી જીતી ચૂકી છે. જો કે આ ટ્રોફી પર જીતની સાથે વધુ એક ગુડ ન્યૂઝ ધોની ના ચાહકો ને મળ્યા છે.

આ ગુડ ન્યૂઝ છે કે કેપ્ટન કૂલ માહી બીજીવાર પિતા બનવા જઈ રહ્યા છે. આ ન્યૂઝ સોશિયલ મીડિયા માં ટ્રેડ થઈ રહ્યા છે. ફાઇનલ માં જીત બાદ ટીમના ખેલાડીઓ સાથે સાથે યુએઈ માં હાજર ખેલાડીઓ ના પરિજનો ટીમની જીત ની ખુશી માં એકબીજા સાથે ફોટો પડાવી રહ્યા હતા. મેચ પૂરો થયા બાદ સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને કેપ્ટન ધોનીની પત્ની ફોટોસ ક્લિક કરાવતી જોવા મળી હતી. આ તસવીરોને સુરેશ રૈનાએ ટ્વિટર પર શેર પણ કરી હતી.

આ તસવીરો શેર થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી કે ધોની બીજીવાર પિતા બનવા જઈ રહ્યા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સાક્ષીની તસવીરો શેર કરી કહી રહ્યા છે કે તે પ્રેગ્નન્ટ છે અને એમ એસ ધોની ના ઘરે બીજા સંતાનનો જન્મ થવાનો છે અને નાનકડી જીવાને નાનો ભાઈ કે બહેન મળવાની છે.

ચર્ચા એવી પણ થઈ રહી છે કે સાક્ષી પ્રેગનેન્ટ છે અને આ વાતનું કન્ફર્મેશન સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા એ આપ્યું છે. આ ખબર પછી સાક્ષી અને એમ એસ ધોની ને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. ટ્વીટર પર સાક્ષીની તસવીરો અને મેચ જીત્યા પછી ના કેટલાક વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.

image source

મહત્વનું છે કે ધોની અને સાક્ષીના લગ્ન વર્ષ 2010માં થયા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2015માં સાક્ષીએ જીવા ને જન્મ આપ્યો હતો સાક્ષી હાલ ત્રણ વર્ષની છે.