SBIએ આપ્યું એલર્ટ: જો પાન કાર્ડનું આ કામ નહીં કરો તો આવશે ભોગવાનો વારો, તમે પણ ન કર્યું હોય તો ચેતી જજો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે એક ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીમા કહેવામા આવ્યુ છે કે જે લોકોએ આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કર્યું નથી તેમણે બેંકિંગ સેવાનો લાભ લેવા માટે વહેલી તકે તેને લિંક કરાવવું જોઈએ. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને ઘણી સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત અનેક જરૂરી બાબતોથી સમયે સમયે લોકોને જાગૃત કરતી રહે છે. સાઈબર ફ્રોડથી બચવા માટે બેંક દ્વારા ઘણાં પગલાં પણ લેવામાં આવ્યા છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

image source

આ સાથે હવે બેંકે તેના ગ્રાહકોને આધાર કાર્ડ અને પાન કાર્ડ અંગે એલર્ટ જારી કર્યું છે કે જેથી ગ્રાહકોને આગામી સમયમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ વિશે બેન્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું છે કે જે ગ્રાહકોએ હજુ સુધી તેમનું આધાર અને પાન કાર્ડ લિંક કર્યું નથી તેઓએ હવે જલદીથી લિંક કરાવી લેવુ જોઈએ.

image source

આ સિવાય બેંકે કહ્યું છે કે કોઈ પણ ગ્રાહક કે જે આ માટેની છેલ્લી તારીખ પહેલા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નહી કરે તો તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ સાથે જો તેમને આગળન સમયમા પણ બેન્કિંગ સેવાનો પૂરો લાભ લેવો હશે તો મુશ્કેલ થઈ જશે. આ સમયે આધારકાર્ડ-પાનકાર્ડને જોડવાના નિયમો શું છે અને ગ્રાહકોને કેવી રીતે લિંક કરાવી શક્શે તેને લગતી દરેક બાબતો વિશે અહી જાણકારી આપવામા આવી છે.

શું છે આ નવો નિયમ?

સરકારે ઘણા સમય પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ પછી સરકારે આ માટે ઘણી છેલ્લી તારીખો પણ નક્કી કરી હતી પરંતુ બધું તે પછી પણ આ માટે વધારે સમય આપવામાં આવ્યો હતો. આ પછી હવે તેને લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે અને તે પહેલા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે.

image source

જો હવે પણ તમે આ કામ પૂરૂ નહી કરો તો પાન કાર્ડ કામ કરવાનું બંધ કરી દેશે અને એકવાર પાન કાર્ડ બંધ થઈ જાય તો તેને સક્રિય કરવા માટે દંડ પણ ચૂકવવો પડી શકે છે. જો કે આ અગાઉ પણ બેંક લોકોને ઘણો સમય આપી ચૂકી છે પણ ઘણા લોકોના પાન કાર્ડને આધાર સાથે લિંક હજૂ થયા નથી અને તેથી હવે આ નિર્ણય લેવામા આવ્યો છે.