જમીનના લાલચુ કપાતર દીકરાએ માતાને માર્યો બેફામ માર

સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ બની ગયું છે જે હવે પોલીસ કરતાં પણ વધારે ઝડપથી ગુનાખોરીને સમાજ સામે લાવે છે. પોલીસ સુધી ઘટનાની વિગતો પહોંચે તે પહેલા તો સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થઈ જતા હોય છે. ઘણા કિસ્સામાં તો એવું બને કે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગુનો નોંધાય અને તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે. આવું કોરોના કાળમાં ઘણીવાર થયું છે. જ્યારે લોકડાઉનમાં લોકો ભીડ એકઠી કરતા ત્યારે તેના વીડિયો વાયરલ થયા બાદ લોકો વિરુદ્ધ ગુના નોંધાયાની ઘણી ઘટનાઓ બની છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો આ ગુનો કરનારને કડક સજા કરવા માંગ કરી રહ્યા છે.

image source

આ વીડિયો ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અહીં દારુના નશામાં ધૂત એવો દીકરો જાહેરમાં તેની વૃદ્ધ માતાને જમીન પર પછાડી પછાડી લાત અને મુક્કાથી માર મારતો વીડિયોમાં જોવા મળે છે.

image source

આ ઘટના બની તે સમયે કોઈએ આ ઘટનાને વીડિયોમાં કેદ કરી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. આ વીડિયો હવે આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોની નોંધ પોલીસે પણ લીધી અને પોલીસ વીડિયોમાં જોવા મળે છે તે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પીડિતાની સમસ્યા સાંભળી અને તેની ફરિયાદના આધારે તેના દીકરા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ સાથે જ પોલીસે માતાને માર મારનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

image source

બનાવની મળતી માહિતી અનુસાર લલિતપુર જિલ્લાના એક ગામમાં રહેતી 65 વર્ષીય છબીલી બુધવારે પોતાના ઘરે હતી. ત્યારે સવારે 10 વાગ્યાના સુમારે તેનો નાનો દીકરો દયાલી દારૂના નશામાં ઘરે આવ્યો અને તેને બે એકર જમીન પોતાના નામે કરી આપવાનું કહ્યું. માતાએ આમ કરવાની ના પાડી અને કહ્યું કે તેણે પોતાના ભાગની જમીન દારુ પીવા માટે પહેલેથી જ વેચી દીધી છે અને હવે આ જમીન પણ વેંચી દેશે. આ વાત સાંભળી દારુના નશામાં ધૂત દીકરો દયાલી ગુસ્સે ભરાયો અને તેણે તેની માતાને બેફામ મારવાનું શરુ કરી દીધું

લાત અને મુક્કાનો માર ખાતી વૃદ્ધ માતા રડતી રહી પણ દીકરાને દયા ન આવી. થોડી વાર પછી ગામના લોકોએ તેને રોક્યો અને તે તેની માતા સાથે દુર્વ્યવહાર કરીને ત્યાંથી ભાગી ગયો. આ દરમિયાન કોઈએ આ મારપીટનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વાયરલ વિડીયોની જાણકારી પોલીસને પણ થઈ અને તેમણે પીડિતાના ઘરે પહોંચી તેની ફરિયાદ સાંભળી હતી.