જો તમારું મકાન પણ ગામડામાં છે તો આ સમાચાર તમારા માટે જ છે, કરવામાં આવી છે આ મોટી જાહેરાત

ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સંસદમાં એક મહત્વની જાહેરાત કરી છે. જે અંતર્ગત જો ગ્રામીણ વિસ્તારમાં જમીનથી રસ્તો નીકળી રહ્યો છે તો શહેરની જેમ, ઘરનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તે મુજબ વળતરની રકમ ઘરના માલિકને આપવામાં આવશે.

તો બીજી તરફ ઘરની સંપત્તિ પણ બેંકમાં ગીરવે મૂકી શકાય છે. તો બીજી તરફ તોમરે જણાવ્યું હતું કે, ગ્રામજનોને તેમની રહેણાંક સંપત્તિની માલિકી આપવા માટે માલિકીની યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે તેને પ્રથમ 6 રાજ્યોમાં લાગુ કરવામાં આવી હતી અને આ અંતર્ગત 1,47,000 લોકોને તેમની જમીનની માલિકી આપવામાં આવી છે.

image source

ઓક્ટોબર 2020 માં શરૂ થઈ હતી યોજના

તો બીજી તરફ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2021-22ના બજેટમાં આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2020 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. તેનો મોટો ભાગ ભારતના ગામડાઓમાં થાય છે, જેને ‘વસ્તી ક્ષેત્ર’ કહેવામાં આવે છે. નોંધનિય છે કે આ તે જમીન છે કે જેના માલિકો પાસે દસ્તાવેજો નથી.

image source

પેઢી દર પેઢી તેના અધિકારનો દાવો કરી રહી છે. એ પણ હકિકત છે કે આવી જમીનની માલિકી અંગે પણ ઘણા ઝઘડાઓ થાય છે. નોંધનિય છે કે આઝાદી પછીથી, વિવિધ રાજ્યોમાં આવા ‘વસ્તીવાળા વિસ્તારો’ માં પડતી જમીનનો ક્યારેય સર્વે કરવામાં આવ્યો ન હતો કે તેના કાયાદાકીય પેપરો તૈયાર કરવા માટે કોઈ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું ન હતું.

આ યોજના દેશભરમાં લાગુ કરવાની જાહેરાત

image source

તો બીજી તરફ રાજ્યોને આ જમીન પર બાંધવામાં આવેલા મકાન માટે મિલકત વેરો પણ મળ્યો નહોતો. તમને જણાવી દઈએ કે હવે ભારત સરકાર દ્વારા આ પ્રકારની જમીન પર બાંધવામાં આવેલા મકાનોના માલિકી માટે આ પહેલ કરવામાં આવી છે, જેને ‘સ્વામિત્વ યોજના’ નામ આપવામાં આવ્યું છે. જેથી હજારો પરિવારને તેનો ફાયદો થશે.

image source

નોંધનિય છે કે આ યોજના અંતર્ગત મકાન માલિકોને સર્વે બાદ ‘પ્રોપર્ટી કાર્ડ’ આપવામાં આવી રહ્યા છે. હવે મકાનમાલિકો પાસે પોતાના મકાનો રાખવા માટે કાનૂની દસ્તાવેજ હશે. આ અંગે કેન્દ્રીય બજેટ 2021-22 ની રજૂ કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ યોજના દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે.

75 જિલ્લાઓમાં એક સર્વે પણ શરૂ કરવામાં આવ્યો

image source

તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2020 માં સ્વામિત્વની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગામના લોકોને તેમની જમીનના દસ્તાવેજો આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાના પ્રથમ તબક્કામાં, ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાંથી 20 ગામોની પસંદગી કરવામાં આવી હતી. જેને લઈને આ તમામ 75 જિલ્લાઓમાં એક સર્વે પણ શરૂ કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત