અડધી રાત્રે પ્રેમિકાએ એવી માગ કરી કે હવે પ્રેમી ખાઈ રહ્યો છે જેલની હવા

લોકો પ્રેમનું એવુ ભૂત સવાર હોય છે કે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ઉદયપુરથી સામે આવી છે, જ્યાં એક પ્રેમી તેની પ્રેમિકાના ચક્કરમાં લોકઅપમાં પહોંચી ગયો છે. અહીં, એક પ્રેમીએ તેની ગર્લફ્રેન્ડની ચોકલેટની માંગ પુરી કરવા માટે એવું કામ કર્યું કે, હવે તેને પોલીસે પકડી લીધો છે.

image source

ઘટના રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ચિત્રકૂટ નગરની છે. રાત્રે જનરલ સ્ટોરમાંથી 20 હજાર રૂપિયાની ચોકલેટ ચોરી થઈ હતી. આ પછી પોલીસે ચોરીનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ કેસમાં ઝડપાયેલા આરોપી અવિનાશે તેની પ્રેમિકાના રાત્રે ચોકલેટ ખાવાની જીદના કારણે દુકાનમાંથી ચોકલેટ ચોરી કરી હતી.

અવિનાશે પોલીસને જણાવ્યું હતું કે તેની પ્રેમિકાએ રાત્રે ચોકલેટ ખાવાની જીદ કરી. આ પછી, તેણે શહેરની ઘણી દુકાનોની મુલાકાત લીધી પરંતુ બધી દુકાનો બંધ થઈ ગઈ. ત્યારે અવિનાશે ચિત્રકૂટ નગરમાં એક દુકાનની બહાર રાખેલ રેફ્રિજરેટર જોયું. આ ફ્રીજમાં ઘણી ચોકલેટ રાખવામાં આવી હતી. આ પછી અવિનાશે તે ફ્રિજનું લોક તોડીને તેમાં રાખેલ 700 ચોકલેટ ચોરી કરી હતી.

image source

પોલીસે જણાવ્યું કે આ કેસમાં અવિનાશને ટેકો આપનાર એક સગીરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અવિનાશ ચિત્રકૂટ શહેરનો રહેવાસી છે. રાત્રે તેની પ્રેમિકાએ ચોકલેટ ખાવાની જીદ કરી હતી. આ પછી, તે ચોકલેટ લેવા દુકાન શોધવા નીકળ્યો અને દુકાનની બહાર ફ્રિજ રાખેલુ જોયું આ પછી, અવિનાશે તેનું તાળું તોડ્યું અને તેમાં રાખેલ તમામ ચોકલેટ લઈ ગયો.

પોલીસે આરોપી અવિનાશ પાસેથી તમામ ચોકલેટ કબજે કરી છે. જોકે તેમાં કેટલાક ચોકલેટ્સ ખૂટે છે. પોલીસે જણાવ્યું કે 5 થી 300 રૂપિયા સુધીની 700 જેટલી ચોકલેટને ફ્રિજમાં રાખવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપી આરોપીઓએ દુકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.

image source

પોલીસે જણાવ્યું હતું કે તેઓએ તે રાત્રે અન્ય દુકાનના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને નજીકમાં પણ પૂછપરછ કરી હતી. તે સમયે અવિનાશ અને અન્ય એક સગીર યુવક જોવા મળ્યો હતો. જ્યારે અવિનાશને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડએ રાત્રે ચોકલેટ ખાવાની જીદ કરી. આ પછી જ્યારે તે ચોકલેટ લેવા બહાર આવ્યો ત્યારે બજાર બંધ હતું. તેને બતાવ્યું કે તેણે દુકાનની બહાર ફ્રિજ રાખ્યું છે. આ પછી, તેના એક સાથીની મદદથી તેણે ફ્રિજનું લોક તોડી નાખ્યા અને તેમાં રાખેલ બધી ચોકલેટ લઈ ગયો. પોલીસે આરોપી પાસેથી ચોકલેટ પણ કબજે કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી અવિનાશ ચિત્રકૂટ નગરનો રહેવાસી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!