20 વર્ષથી ધરાયો જ નહોતો આ વ્યક્તિ, આવી તે કઈ બીમારી હોય

ઓડકાર આવવો એ સામાન્ય વાત છે. ક્યારેક જ્યારે ઓડકાર ન આવે ત્યારે બેચેની થવા લાગે છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી બ્રિટનમાં રહેતા વ્યક્તિ સાથે આવું થઈ રહ્યું હતું. એટલે કે, તેને લગભગ બે દાયકાઓ સુધી ઓડકાર જ નહોતો આવ્યો. જો કે, હવે વ્યક્તિએ તેના રોગની સારવાર કરાવી લીધી છે અને અપેક્ષા છે કે તેનું જીવન સામાન્ય લોકોની જેમ રહેશે.

शख्स को 20 साल से नहीं आई थी डकार, अब जाकर हुआ इस बीमारी का इलाज
image source

એક રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડના ગ્રીમસબીના રહેવાસી 35 વર્ષીય ફિલ બ્રાઉનને એક અજીબોગરીબ બીમારી હતી. એ છેલ્લા 20 વર્ષથી એમને એક પણ ઓડકાર નથી આવ્યો. એ કારણે એમને ઘણી બધી તકલીફો પણ થતી હતી. બ્રાઉને જણાવ્યું છે કે જ્યારે એ યુવાન હતા ત્યારે એમને ઓડકાર આવતા હતા પણ પછી અચાનક જ આવતા બંધ થઈ ગયા અને છેલ્લા 20 વર્ષથી એમને ઓડકાર જ નથી આવ્યો.

image source

ફિલને તેની બીમારીને કારણે અકળામણ પણ સહન કરવી પડી હતી. કારણ કે જો તે મિત્રો સાથે ડ્રિન્ક કરવા કે ખાવા માટે બહાર જતો, તો તેનું પેટ ફૂલવા લાગતું હતું. તેણે ઘણા ડોકટરોને બતાવયુ પણ કોઈ ફાયદો થયો નહીં. ડોક્ટરો સામાન્ય રીતે તેને એસિડિટી અથવા ડિહાઇડ્રેશન માટે દવા આપતા હતા. એક દિવસ તેણે અચાનક સોશિયલ મીડિયા સાઈટ પર ઓડકાર ન આવવા સંબંધિત એક પોસ્ટ જોઈ, જેના પછી તે આખો મામલો સમજી ગયો.

શું છે આ સ્થિતિ?

image source

જ્યારે તેણે આ સ્થિતિ વિશે સર્ચ કરી ત્યારે તેને ખબર પડી કે તેના પેટમાં નહીં પણ તેના ગળામાં સમસ્યા છે. ડોકટરોના મતે, આ સ્થિતિને રેટ્રોગ્રેડ ક્રિકોફેરિંજિયસ ડિસફંક્શન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં, ગળાની એક માંસપેશી રિલેક્સ નથી થઈ શકતી, જેના કારણે તે ગળામાંથી ગેસ બહાર આવતા અટકાવે છે. તેને આ સ્થિતિની સારવાર વિશે પણ ખબર પડી અને સમય બગાડ્યા વિના, તેણે આ વર્ષે જૂનમાં એક પ્રોસીઝર કરાવી જેમાં સ્નાયુમાં બોટોક્સનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.

હું હવે રાહત અનુભવું છું

પપ્રોસીઝર પછીના પહેલા બે અઠવાડિયામાં, તેને ફક્ત પાણી પીવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ 4 અઠવાડિયામાં તેણે યોગ્ય રીતે ખાવાનું અને પીવાનું શરૂ કર્યું અને તેને ઓડકાર પણ આવવા લાગ્યો. ફિલ બ્રાઉને કહ્યું, ‘મને આશા છે કે હવે હું સામાન્ય લોકોની જેમ જીવી શકું. હું રાહત અનુભવું છું ‘. અમે તમને જણાવી દઈએ કે આપણું શરીર ઓડકાર દ્વારા વધુ હવા બહાર કાઢે છે જે શરીરમાં અંદર પ્રવેશી છે. ઘણી વખત પેટમાં ગેસ પહોંચતો નથી અને તે ફૂડ પાઇપમાં રહે છે, પછી તે ઓડકાર મારફતે શરીરમાંથી બહાર આવે છે.


.