આ મહત્વનું કામ ૩૦ સપ્ટેમ્બર સુધી ના થયુ પૂર્ણ તો ખાતું ફ્રીઝ થઈ શકે છે, વાંચો આ લેખ અને જાણો

નાણાંની દૃષ્ટિએ સપ્ટેમ્બર મહિનો એકદમ મહત્વપૂર્ણ છે. કારણ કે આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થવાના છે. કેન્દ્ર સરકારે કોરોના રોગચાળાને કારણે કેટલાક તાકીદના કામોની સમય મર્યાદા વધારી દીધી છે. હવે આવકવેરા રિટર્ન, આધાર-પાન કાર્ડ લિંક, ડિમેટ એકાઉન્ટની કેબેસ અપડેટ જેવા કેટલાક કામો પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે. હવે જો આ કામો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં પણ પૂરા નહીં થાય તો ગ્રાહકોને એક ઓક્ટોબરથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

પેન આધારને લિંક કરો :

image source

કેન્દ્ર સરકારે પાન અને આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદા ત્રીસ સપ્ટેમ્બર 2021 સુધી વધારી દીધી છે. અગાઉ આ સમયમર્યાદા ત્રીસ જૂન હતી, જે હવે વધારી દેવામાં આવી છે. જે લોકોએ હજુ સુધી પાન અને આધાર લિંક નથી કર્યુ તેમના માટે સરકારનું આ પગલું રાહત આપવા જઈ રહ્યું છે. પાન ને આધાર સાથે લિંક કરવું એકદમ સરળ છે. તમે તેને ઘરે બેઠા ઇન્ટરનેટની મદદથી પણ લિંક કરી શકો છો.

ડિમેટ ખાતામાં કેવાયસી મેળવો :

image source

હવે ડીમેટ ખાતામાં પણ કેવાયસી અપડેટ કરવું ફરજિયાત છે. જો કેવાયસી કરવામાં નહીં આવે તો ડીમેટ ખાતું નિષ્ક્રિય થઈ જશે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ રોકાણકારો માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં કેવાયસી વિગતો અપડેટ કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર 2021 નક્કી કરી છે. જોકે અગાઉ આ સમયમર્યાદા એકત્રીસ જુલાઈ 2021 હતી.

બેંક ખાતામાં મોબાઇલ નંબર અપડેટ કરો :

જો તમારા બેંક ખાતામાં હજી સુધી મોબાઇલ નંબર અપડેટ કરવામાં આવ્યો નથી, તો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તરત જ તે પૂર્ણ કરો. જો જૂનો નંબર બંધ હોય તો નવું અપડેટ મેળવો. કારણ કે ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ એક ઓક્ટોબર થી અમલમાં આવવાની છે.

image source

જો તમે મોબાઇલ એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેંકિંગમાં વીજળી, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ ઓટો ડેબિટ મોડમાં મૂક્યો હોય, તો દરેક મહિના નું બિલ ચોક્કસ તારીખે બેંક ખાતામાંથી આપોઆપ કાપી લેવામાં આવશે. તેથી તમારો સક્રિય મોબાઇલ નંબર બેંક સાથે અપડેટ થવો આવશ્યક છે.

ઈન્ક્મ ટેક્સ રિટર્ન ભરવું :

image source

2020-21 માટે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઈન્ક્મ ટેક્સ રિટર્ન (આઈટીઆર) ભરવાનું રહેશે. જો ત્રીસ સપ્ટેમ્બર પછી રિટર્ન ફાઈલ કરવામાં આવે તો કરદાતાએ પાંચ હજાર રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આવા કરદાતા કે જેમની આવક પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોય તેમણે લેટ ફી તરીકે રૂ. એક હજાર ચૂકવવા પડશે.